ઈટાલીના હોલિડે આઈલેન્ડ પર ભૂસ્ખલનનો ખતરનાક વીડિયો સામે આવ્યો, 8 લોકોના મોત

|

Nov 26, 2022 | 7:57 PM

ઈટાલીના ઈશ્ચિયા હોલિડે આઈલેન્ડ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું, “ઈસ્ચિયા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. બચાવકર્મી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે." અગાઉ ભૂસ્ખલન બાદ તેર લોકો ગુમ થયાના સમાચાર હતા.

ઈટાલીના હોલિડે આઈલેન્ડ પર ભૂસ્ખલનનો ખતરનાક વીડિયો સામે આવ્યો, 8 લોકોના મોત
Landslide Video
Image Credit source: Twitter

Follow us on

ઈટાલીના એક હોલિડે આઈલેન્ડ પર ભૂસ્ખલનના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોના મોત થયા છે. આ ઘટના અંગે માહિતી આપતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિનિસ્ટર માટ્ટેઓ સાલ્વિનીએ જણાવ્યું કે ઈટાલીના ઈશ્ચિયા હોલિડે આઈલેન્ડ પર ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. તેમણે કહ્યું, “ઈસ્ચિયા ભૂસ્ખલનમાં આઠ લોકોના મોત થયા છે. બચાવકર્મી મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યા છે.” અગાઉ ભૂસ્ખલન બાદ તેર લોકો ગુમ થયાના સમાચાર હતા.

ફાયર સર્વિસે અગાઉના અપડેટમાં જણાવ્યું હતું કે ટાપુના ઉત્તરમાં કેસામીસીયોલા ટર્મેમાં “ભૂસ્ખલનથી એક ઘર ધરાશાય થઈ ગયું છે અને સંભવિત ગુમ થયેલા લોકોની શોધ ચાલુ છે”. જ્યારે ANSA અને AGI સમાચાર એજન્સીઓએ બાદમાં અહેવાલ આપ્યો હતો કે સવારે ભૂસ્ખલન બાદ 13 લોકો ગુમ થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક પરિવારમાં પતિ-પત્ની અને એક નવજાત બાળકનો સમાવેશ થાય છે, જેઓ તે જગ્યાની નજીક રહેતા હતા જ્યાંથી ભૂસ્ખલન શરૂ થયું હતું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઘટનાનો વીડિયો સામે આવ્યો છે

ફાયર સર્વિસે જણાવ્યું હતું કે કાદવને કારણે ઘણી કાર પહાડી પરથી નીચે ખાબકી હતી. ઓછામાં ઓછું એક વાહન દરિયામાં વહી ગઈ હતી, જેમાંથી બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે, જેના પરથી ભૂસ્ખલન પછીની સ્થિતિ સ્પષ્ટપણે સમજી શકાય છે.

આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં ભારતમાં ઘણા પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનના સમાચાર પણ સામે આવ્યા છે. ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આ ઘટના બની હતી, જેમાં 3 મકાનો પ્રભાવિત થયા હતા. જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘટના બાદ NDRFની ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ દુર્ઘટના થરાલી તાલુકાના પનાગઢ ગામમાં બની હતી.

Next Article