Landslide In China: ચીનના સિચુઆનમાં ભૂસ્ખલન, 14 લોકો દટાયા, 5 લોકો ગુમ

છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘણી ઘટનાઓ જોવા મળી છે. આવી જ ઘટના વર્ષ 2017માં પણ જોવા મળી હતી. જેમાં શિન્મોમાં ડુંગરની બાજુમાં વસેલું આખું ગામ ઝપેટમાં આવી ગયું હતું. જેમાં ઓછામાં ઓછા 60 ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.

Landslide In China: ચીનના સિચુઆનમાં ભૂસ્ખલન, 14 લોકો દટાયા, 5 લોકો ગુમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 6:09 PM

ચીનના દક્ષિણ પશ્ચિમમાં સ્થિત સિચુઆન પ્રાંતમાં ભૂસ્ખલનની મોટી ઘટના જોવા મળી છે. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને પાંચ લોકો લાપતા હોવાનું કહેવાય છે. ઘટના અંગે, ત્યાંની સ્થાનિક સરકારે જણાવ્યું છે કે લેશાન શહેરની નજીક જિનકોઉહે સ્થિત ફોરેસ્ટ્રી સ્ટેશન પર શનિવારે સવારે 6 વાગ્યે પર્વતનો એક ભાગ તૂટી પડ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

નિવેદન અનુસાર, શનિવારે બપોરે 3 વાગ્યા સુધી 14 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે પાંચ લોકો ગુમ છે. દુર્ઘટનાના સમાચાર મળતાની સાથે જ રાહત અને બચાવ કાર્ય માટે 180 લોકોની ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ સાથે જ એક ડઝનથી વધુ બચાવ ઉપકરણો પણ સ્થળ પર મોકલવામાં આવ્યા છે. જે વિસ્તારમાં ભૂસ્ખલનની આ ઘટના બની છે તે વિસ્તાર પહેલેથી જ ખૂબ જ અસુરક્ષિત માનવામાં આવે છે.

જ્યાં અકસ્માત થયો તે સ્થળ પ્રાંતીય રાજધાની ચેંગડુથી લગભગ 240 કિલોમીટર દક્ષિણમાં પર્વતીય વિસ્તાર છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ચીનના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની અનેક ઘટનાઓ સામે આવી છે. ખાસ કરીને વરસાદના મહિનામાં ઘટનાઓ વધી જાય છે. 2019માં મુશળધાર વરસાદ પછી પણ આ વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટનાઓ જોવા મળી હતી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવતા રહ્યા છે

આ પ્રાંત પણ ભૂકંપ ઝોનમાં આવે છે, આવી સ્થિતિમાં અહીં અનેક જીવલેણ ભૂકંપ આવી ચૂક્યા છે. 2008માં આ પ્રાંતમાં 7.9 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 87 હજારથી વધુ લોકો કાં તો માર્યા ગયા હતા અથવા ગુમ થયા હતા. જેમાં 5,335 શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જોકે, આ વિસ્તારમાં રહેતા લોકોની સુરક્ષા માટે ચીન દ્વારા સતત પગલા લેવામાં આવી રહ્યા છે, પરંતુ ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.

આ પણ વાંચો : Erdogan Swearing-in-Ceremony: શપથ ગ્રહણના બહાને પાકિસ્તાને તુર્કી સામે હાથ લંબાવ્યો

સોનાની ખાણ ભરાઇ ગઇ

ગયા વર્ષે ડિસેમ્બરમાં ચીનના ઉત્તર-પશ્ચિમના શિનજિયાંગ વિસ્તારમાં સોનાની ખાણ ભરાઈ ગઈ હતી. અકસ્માત સમયે તેમાં 40 મજૂરો કામ કરી રહ્યા હતા. આ પછી, મોંગોલિયા ક્ષેત્રમાં ફેબ્રુઆરીમાં ખાણ તૂટી પડવાને કારણે 50 લોકોને ગુમ અથવા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">