AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જ્યાં રસીકરણ વધુ, ત્યાં કોરોનાથી જીવ જવાનું જોખમ ઓછું: પુરાવા આપે છે આ આંકડા

કોરોના વાયરસ માટેની પ્રથમ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળ્યાને લગભગ છ મહિના વીતી ગયા છે. તાજેતરમાં આવેલા અહેવાલ અનુસાર વેક્સિનની અસરકારકતા જ્યાં વધુ વેક્સિનેશન થયું છે ત્યાં વધુ જોવા મળી રહી છે.

જ્યાં રસીકરણ વધુ, ત્યાં કોરોનાથી જીવ જવાનું જોખમ ઓછું: પુરાવા આપે છે આ આંકડા
સાંકેતિક તસ્વીર
| Updated on: Apr 23, 2021 | 1:20 PM
Share

માત્ર અને માત્ર રસીકરણ દ્વારા કોરોના વાયરસ ઘટાડી શકાય છે. કોરોના વાયરસ માટેની પ્રથમ રસીને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી મળ્યાને લગભગ છ મહિના વીતી ગયા છે, અને ભારત સહિતના ઘણા દેશોમાં રસીકરણની કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. રસીના વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે જ્યાં રસીકરણ વધ્યું છે ત્યાં કોરોના વાયરસ વધુ જીવલેણ સાબિત થયો નથી. જો કે, બ્રિટિશ અખબાર ‘ધ ગાર્ડિયન’ દ્વારા તાજેતરના વિશ્લેષણ બતાવે છે કે વિશ્વના મોટાભાગના દેશોએ હજી સુધી રસીના સંતોષકારક પરિણામો જોયા નથી. આનું મુખ્ય કારણ રસી પુરવઠાનો અભાવ, સલામતીની ચિંતા, લોકોની બેદરકારી અને સરકારની મંજૂરી મેળવવાની બોજારૂપ પ્રક્રિયા છે.

જાણો શું કહે છે આંકડા?

હકીકતમાં, હાલમાં વિશ્વભરમાં 90 કરોડથીવધુ લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી છે. જો તમે બ્રિટનના આંકડા પર નજર નાખો તો 31 જાન્યુઆરી પછી કોરોના વાયરસને કારણે 95 ટકા ઓછા લોકો જીવ ગુમાવી રહ્યા છે. આનું મુખ્ય કારણ એ છે કે બધા પ્રાથમિક જૂથોનું રસીકરણ. જ્યારે 76 દેશોમાં દર સો લોકો પર સરેરાશ દસ કરતા ઓછા ડોઝ આપવામાં આવ્યા છે, ત્યાં જાન્યુઆરીના અંતથી મૃત્યુ નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે. તે જ સમયે જ્યાં 100 લોકોને ઓછામાં ઓછા 50 ડોઝ આપવામાં આવ્યા છે ત્યાં મૃત્યુ ઘટ્યું છે.

જાણો રસીકરણ પછી કયા દેશોમાં મૃત્યુમાં ઘટાડો થયો

જિબ્રાલ્ટર: 100% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 196.59 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 0

ઇઝરાઇલ: લગભગ 95% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 119.32 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 5

બ્રિટન: લગભગ 95% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 63.02 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 26

ડેનમાર્ક: લગભગ 95% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 26.9 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 2

મોનાકો: લગભગ 90% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 58.49 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 0

યુએસ: લગભગ 80% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 62.61 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 712

માલ્ટા: લગભગ 75% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 62.2 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 1

સંયુક્ત આરબ અમીરાત: લગભગ 60% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 97.37 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 3

સેશેલ્સ: લગભગ 50% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 114.09 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 0

લિથુનીયા: લગભગ 60% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 28.41 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 10

જાણો કયા દેશો મૃત્યુ દરમાં વધારો થયો

ઓમાન: લગભગ 830% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 3.78 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 14

કેન્યા: લગભગ 640% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 1.21 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 19

ભારત: લગભગ 600% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 8.97 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 1227

ઇથોપિયા: લગભગ 490% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 0.37 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 28

બાંગ્લાદેશ: લગભગ 390% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 4.3 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 92

ઇરાક: લગભગ 370% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 0.49 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 38

પેરાગ્વે: લગભગ 300% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 1.23 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 69

ગ્રીસ: લગભગ 210% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 23.91 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 82

બોસ્નિયા અને હર્ઝેગોવિના: લગભગ 210% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 0.46 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 70

ઈરાન: લગભગ 200% – દર સો લોકોએ કેટલા ડોઝ આપવામાં આવ્યા હતા: 0.55 – 31 જાન્યુઆરી 2021 પછી સરેરાશ દૈનિક મૃત્યુ: 320

આ પણ વાંચો: પતંજલિમાં 83 કોરોના પોઝિટિવ કેસ મળ્યા, બાબા રામદેવનો પણ થઇ શકે છે કોવિડ ટેસ્ટ

આ પણ વાંચો: 22 લાખની કાર વેચીને કોરોનાના દર્દીઓને ઓક્સિજન અપાવનાર કોણ છે આ મસીહા? જાણો તેની સંપૂર્ણ કહાની

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">