જાણો.. બ્રિટનના વડાપ્રધાન બનેલા ઋષિ સુનિક અંગે, હાઉસ ઓફ કોમન્સના સૌથી ધનિક લોકોમાં સામેલ

|

Oct 24, 2022 | 7:06 PM

ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના(UK) વડાપ્રધાન (PM) બન્યા છે. ઋષિ સુનક ભારતીય ટેક કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિ સુનક બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ (લોકસભા)ના સૌથી ધનિક લોકોમાં સામેલ છે. ઋષિ સુનક એક બ્રિટિશ રાજકારણી છે.

જાણો.. બ્રિટનના વડાપ્રધાન બનેલા ઋષિ સુનિક અંગે, હાઉસ ઓફ કોમન્સના સૌથી ધનિક લોકોમાં સામેલ
Rishi Sunak

Follow us on

ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક ઋષિ સુનક (Rishi Sunak) બ્રિટનના(UK) વડાપ્રધાન (PM) બન્યા છે. ઋષિ સુનક ભારતીય ટેક કંપની ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ છે. ઋષિ સુનક બ્રિટનના હાઉસ ઓફ કોમન્સ (લોકસભા)ના સૌથી ધનિક લોકોમાં સામેલ છે. ઋષિ સુનક એક બ્રિટિશ રાજકારણી છે. સુનક 2015 થી રિચમંડ (યોર્ક) માટે કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્ય છે.

42 વર્ષીય ફુલબ્રાઈટ સ્કોલર તરીકે 2006માં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું હતું

સુનકનો જન્મ પૂર્વ આફ્રિકામાં 12 મે 1980ના રોજ સાઉધમ્પ્ટનમાં ભારતીય માતા-પિતા યશવીર અને ઉષા સુનકને ત્યાં થયો હતો. તેમના દાદા-દાદીનો જન્મ બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતમાં થયો હતો. તેઓ 1960ના દાયકામાં તેમના બાળકો સાથે પૂર્વ આફ્રિકાથી યુકે ગયા હતા. સુનકે વિન્ચેસ્ટર કોલેજમાં અભ્યાસ કર્યો અને 2001માં ઓક્સફોર્ડની લિંકન કોલેજમાં ફિલોસોફી, પોલિટિક્સ એન્ડ ઈકોનોમિક્સ (PPE) નો અભ્યાસ કર્યો. 42 વર્ષીય ફુલબ્રાઈટ સ્કોલર તરીકે 2006માં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ પણ કર્યું હતું.

ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા

યોર્કશાયરના સાંસદે 2009માં ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છે.સુનકે 2001 અને 2004 વચ્ચે વિશ્લેષક તરીકે ઇન્વેસ્ટમેન્ટ બેંક ગોલ્ડમેન માટે કામ કર્યું હતું. તેમણે હેજ ફંડ મેનેજમેન્ટ ફર્મ ધ ચિલ્ડ્રન્સ ઇન્વેસ્ટમેન્ટ ફંડ મેનેજમેન્ટ માટે પણ કામ કર્યું છે અને 2006માં કંપનીના ભાગીદાર બન્યા હતા. તે 2010માં થેલેમ પાર્ટનર્સમાં જોડાયો હતો. સુનક તેના સસરાની માલિકીની એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કેટામરન વેન્ચર્સના ડિરેક્ટર પણ હતા.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

ઓક્ટોબર 2014માં રિચમંડ (યોર્ક) માટે કન્ઝર્વેટિવ ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી. તે જ વર્ષે તેઓ થિંક ટેન્ક પોલિસી એક્સચેન્જના બ્લેક એન્ડ માઈનોરિટી એથનિક(BME)સંશોધન એકમના વડા હતા. 2015 માં, તેઓ 36.2 ટકા મતોની બહુમતી સાથે મતવિસ્તારમાંથી સાંસદ બન્યા. 2015-17 થી, તેઓ પર્યાવરણ, ખાદ્ય અને ગ્રામીણ બાબતોની પસંદગી સમિતિના સભ્ય હતા.

સુનક 2017ની સામાન્ય ચૂંટણીમાં તેમની બેઠક પરથી ફરીથી ચૂંટાયા હતા. 2018 થી 2019 સુધી, તેમણે સ્થાનિક સરકાર માટે સંસદીય અન્ડર સેક્રેટરી તરીકે સેવા આપી હતી. 2019 માં, તેમને બોરિસ જ્હોન્સન દ્વારા ટ્રેઝરીના મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને પ્રિવી કાઉન્સિલના સભ્ય પણ બન્યા હતા. 2019ની સામાન્ય ચૂંટણીમાં તેઓ ફરીથી ચૂંટાયા હતા. સુનકે 5 જુલાઈ, 2022 ના રોજ તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું, મંત્રી સાજિદ જાવિદે જ્હોન્સનના નેતૃત્વમાં વિશ્વાસનો અભાવ વ્યક્ત કર્યો હતો.

 

Published On - 7:04 pm, Mon, 24 October 22

Next Article