દુનિયામાં 4 રંગના હોય છે પાસપોર્ટ, પસંદગી માટે દેશોને આપવામાં આવે છે છૂટ

વિશ્વના દેશોમાં અલગ અલગ રંગના પાસપોર્ટ બનાવવામાં આવે છે. દુનિયામાં 4 રંગોના પાસપોર્ટ છે. જેમાં લાલ, લીલો, વાદળી અને કાળા રંગના પાસપોર્ટ છે. પરંતુ તેમાં પણ જાણવા જેવી વાત એ છે કે, એક રંગના પાસપોર્ટ એક સરખા નથી હોતા. રંગ માટેના નિયમ દેશમાં પાસપોર્ટના રંગ માટે કડક નિયમ હોય છે. પરંતુ પાસપોર્ટનો આકાર, પેજ અને […]

દુનિયામાં 4 રંગના હોય છે પાસપોર્ટ, પસંદગી માટે દેશોને આપવામાં આવે છે છૂટ
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Mar 31, 2019 | 5:17 PM

વિશ્વના દેશોમાં અલગ અલગ રંગના પાસપોર્ટ બનાવવામાં આવે છે. દુનિયામાં 4 રંગોના પાસપોર્ટ છે. જેમાં લાલ, લીલો, વાદળી અને કાળા રંગના પાસપોર્ટ છે. પરંતુ તેમાં પણ જાણવા જેવી વાત એ છે કે, એક રંગના પાસપોર્ટ એક સરખા નથી હોતા.

રંગ માટેના નિયમ

દેશમાં પાસપોર્ટના રંગ માટે કડક નિયમ હોય છે. પરંતુ પાસપોર્ટનો આકાર, પેજ અને તેના પર લખેલી માહિતી માટે આંતરરાષ્ટ્રીય નિયમ હોય છે. રંગ માટે તેની છૂટ આપવામાં આવી છે.

લાલ રંગનો પાસપોર્ટ

યૂરોપીયન દેશોમાં મોટાભાગે લાલ રંગનો પાસપોર્ટ ચાલે છે. આંકડાની વાત કરીએ તો આશરે 68 એવા દેશો છે જ્યા પાસપોર્ટનો રંગ લાલ છે. જેમા ફ્રાન્સ, પોલેન્ડ, નેધરલેન્ડ અને જર્મની જેવા દેશો છે. જયા પાસપોર્ટના રંગ લગભગ એક સરખા છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

લીલા રંગનો પાસપોર્ટ

દુનિયાના 43 દેશો પાસે લીલા રંગનો પાસપોર્ટ છે. જેમાં મોટા ભાગના દેશો ઈસ્લામીક છે. ઈસ્લામમાં લીલા રંગને પવિત્ર માનવામાં આવે છે. ઈસ્લામીક દેશ જેવા કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ઈન્ડોનેશિયા વગેરે દેશોમાં લીલા રંગનો પાસપોર્ટ છે.

વાદળી રંગનો પાસપોર્ટ

વાદળી રંગ આધુનિકતાનું પ્રતિક માનવામાં આવે છે. વિશ્વના 78 દેશોમાં વાદળી રંગનો પાસપોર્ટ છે. પરંતુ તેમાં પણ રંગમાં થોડો ફેર છે. જેમ કે અફગાનિસ્તાન અને ફિજીના પાસપોર્ટ આછા વાદળી રંગના હોય છે. ત્યાં ભારત અને અમેરિકાના પાસપોર્ટ ઘાટા વાદળી રંગના છે.

પરંતુ ભારતમાં નાગરિકોના પાસપોર્ટનો રંગ ઘાટો વાદળી છે. જોકે ડિપ્લોમેટિક પાસપોર્ટનો રંગ ઘાટો લાલ અને સરકારના કેટલાક પ્રતિનિધિઓના પાસપોર્ટ સફેદ રંગના છે. જો કે આવુ જ કઈંક અમેરિકામાં પણ છે. સામાન્ય નાગરિકો માટે વાદળી રંગનો પાસપોર્ટ જ્યારે ડિપ્લોમેટિક પાસપોર્ટ કાળા રંગનો છે.

આફ્રિકાના દેશો પાસે કાળા રંગનો પાસપોર્ટ

મોટાભાગના આફ્રિકી દેશોમાં પાસપોર્ટનો રંગ કાળો છે. આ દેશોમાં અંગોલા, કાંગો, મલાવી, બોત્સવાના, ઝાંબિયા, બુરુંડી વગેરે સામેલ છે. ત્યારે ન્યૂઝીલેન્ડ પણ એક એવો દેશ છે. જે દેશનો પાસપોર્ટ પણ કાળા રંગનો છે.

આ દેશોએ બદલ્યો રંગ

જોકે કેટલાક દેશ એવા પણ છે. જેમને પોતાના પાસપોર્ટનો રંગ બદલ્યો છે. અન્ય કેટલાક દેશોના પાસપોર્ટનો રંગ આગામી સમયમાં બદલાઈ શકે છે. જો અમેરિકાની વાત કરીએ તો પહેલા પાસપોર્ટનો રંગ લાલ હતો. પરંતુ 1930ના દશકમાં પાસપોર્ટનો રંગ લીલો કરી દેવામાં આવ્યો. જો કે ફરી એક વખત 1970ના દશકમાં પાસપોર્ટનો રંગ વાદળી કરી દેવામાં આવ્યો હતો.

ત્યારે બ્રિટન પણ પાસપોર્ટના રંગ બદલવાવાળા દેશોમાં સામેલ થઈ શકે છે. જોકે હજી સુધી અન્ય યૂરોપીયન દેશોની જેમ બ્રિટનમાં પણ લાલ રંગનો પાસપોર્ટ છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, બ્રેક્જિટ પછી બ્રિટનના પાસપોર્ટનો રંગ પણ વાદળી થઈ શકે છે. પછી ભારત અને અમેરિકાની જેમ પાસપોર્ટનો રંગ વાદળી થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">