Kazakhstan: ફ્યૂલની કિંમતમાં વધારાના વિરોધમાં જનતા રસ્તા પર, સરકારે આપવું પડ્યુ રાજીનામું

|

Jan 05, 2022 | 6:54 PM

કટોકટીની સ્થિતિમાં હથિયારો, દારૂગોળો અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે વાહનો સહિતની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

Kazakhstan: ફ્યૂલની કિંમતમાં વધારાના વિરોધમાં જનતા રસ્તા પર, સરકારે આપવું પડ્યુ રાજીનામું
Kazakhstan government resignation fails to quell protests

Follow us on

કઝાકિસ્તાનની (Kazakhstan) સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનો એલપીજી અને ગેસોલિનની કિંમતોમાં વધારો કર્યો, જેના પછી દેશભરમાં વિરોધ (Kazakhstan Protest) શરૂ થયો. હંગામો એટલો વધી ગયો કે ઘણી જગ્યાએ પોલીસે ટોળાના ગુસ્સાને શાંત કરવા લાઠીચાર્જની સાથે ટીયર ગેસનો ઉપયોગ કર્યો.

રિપોર્ટ અનુસાર દેશમાં ઈમરજન્સી લાદી દેવામાં આવી છે. પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ દેશની આર્થિક રાજધાની અલ્માટી અને માંગ્યતાઉ ક્ષેત્રમાં વ્યાપક વિરોધને ધ્યાનમાં રાખીને રાત્રે 11 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી કર્ફ્યુ લાદી દીધો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઘણા શહેરોમાં જનતા અને સેના વચ્ચે મોટો વિરોધ પણ જોવા મળ્યો હતો. આ દેશવ્યાપી હંગામા સાથે જોડાયેલા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જેમાં કઝાકિસ્તાનના લોકો સેના અને પોલીસના વાહનોને રોકીને આગ લગાવતા જોઈ શકાય છે.

 

અહેવાલો અનુસાર કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિએ અલ્માટી અને માંગીસ્તાઉ ક્ષેત્રમાં સામૂહિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાના આદેશો જાહેર કર્યા છે. કટોકટીની સ્થિતિમાં હથિયારો, દારૂગોળો અને દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સાથે વાહનો સહિતની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિના આદેશમાં કહેવામાં આવ્યું છે કે અલમાટી અને માંગિસ્ટાઉ પ્રદેશોમાં જાહેર સુરક્ષા, ખાસ કરીને વ્યૂહાત્મક સુવિધાઓને મજબૂત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાના વિરોધમાં સરકારે રાજીનામું આપ્યું હોવાના અહેવાલો છે. જેનો રાષ્ટ્રપતિએ પોતાની સત્તાનો ઉપયોગ કરીને સ્વીકાર કર્યો છે.

 

આ પણ વાંચો –

2 અઠવાડિયાના કડક લૉકડાઉન બાદ ચીનના આ શહેરમાં બદલાઇ ગઇ સ્થિતી, કોરોના કેસમાં આવ્યો ઘટાડો

આ પણ વાંચો –

નાઈજીરિયામાં પોલીસને મળી મોટી સફળતા, અપહરણ કરાયેલા 100 જેટલા લોકોને બિનશરતી બચાવ્યા

આ પણ વાંચો –

શું ચોથો ડોઝ વિશ્વમાંથી કોરોનાને ખતમ કરવાનું શસ્ત્ર બનશે, ઇઝરાયલના PMના કહેવાથી લોકોની આશા બંધાઈ

Next Article