કન્ટેન્ટ કન્ટ્રોવર્સીને લઈ ફેસબુક સવાલોના ઘેરામાં,ભારતીય સંસદીય પેનલ Facebookને કરી શકે છે સવાલ

|

Sep 20, 2020 | 9:37 PM

હેટ સ્પીચનાં આરોપમાં ઘેરાયેલા ફેસબુકની સંસદીય સમિતિ 2 સપ્ટેમ્બરનાં રોજ પૂછપરછ કરશે, તેના માટે સમિતિએ ફેસબુકને સમન્સ પણ મોકલી આપ્યું છે. ફેસબુક પર હેટ સ્પીચ મામલામાં ભાજપનાં નેતાઓ પર પગલા ન ભરવા તેમજ નરમાશ રાખવાના આરોપ લાગ્યા છે જે સબબ ફેસબુકને સૂચના પ્રસારણ મંત્રાલયની સંસદીય સિમિત સામે હાજર થવાનું છે અને જેનાં પ્રમુખ કોંગ્રેસનાં નેતા […]

કન્ટેન્ટ કન્ટ્રોવર્સીને લઈ ફેસબુક સવાલોના ઘેરામાં,ભારતીય સંસદીય પેનલ Facebookને કરી શકે છે સવાલ
http://tv9gujarati.in/kantent-kantrova…-shake-che-saval/

Follow us on

હેટ સ્પીચનાં આરોપમાં ઘેરાયેલા ફેસબુકની સંસદીય સમિતિ 2 સપ્ટેમ્બરનાં રોજ પૂછપરછ કરશે, તેના માટે સમિતિએ ફેસબુકને સમન્સ પણ મોકલી આપ્યું છે. ફેસબુક પર હેટ સ્પીચ મામલામાં ભાજપનાં નેતાઓ પર પગલા ન ભરવા તેમજ નરમાશ રાખવાના આરોપ લાગ્યા છે જે સબબ ફેસબુકને સૂચના પ્રસારણ મંત્રાલયની સંસદીય સિમિત સામે હાજર થવાનું છે અને જેનાં પ્રમુખ કોંગ્રેસનાં નેતા શશિ થરૂર છે.

તાજેતરમાંજ વોલસ્ટ્રીટ જનરલની એક રીપોર્ટમાં ફેસબુક પર આરોપ લગાડ્યા હતા કે તે પોતાનો વેપાર વધારવા સત્તાધારી પાર્ટી પર કોઈ કડક કાર્યવાહી નથી કરી રહ્યું. વોલસ્ટ્રીટ જલરલની એક રીપોર્ટમાં કહેવાયું હતું કે ફેસબુક ઈન્ડિયાની પબ્વીક પોલીસી ડાયરેક્ટર આંખી દાસે ફેસબુકનાં પ્રમુખ કક્ષાનાં કર્મચારીઓને નિર્દેશ જારી કર્યો હતો કે હેટ સ્પીચ મામલામાં ભાજપનાં નેતાઓ પર કોઈ કાર્યવાહી ન કરે, કેમકે એમ કરવાથી તેમના બિઝનેશ પર અસર પડવાની શક્યતાઓ છે. આ આરોપો વચ્ચે ફેસબુકના એક પ્રવક્તાની પ્રતિક્રિયા સામે આવી છે કે જેમાં તેમણે કહ્યું છે કે ફેસબુક પર હેટ સ્પીચ પર વગર કોઈ રાજકીય પક્ષપાત કે ભેદભાવ વગર કાર્યવાહી કરે છે. ફેસબુક પોતાનું કામ નિષ્પક્ષતા અને સટીકતાથી કરી રહ્યું છે.

ફેસબુકને પૂછપરછ માટે સમન્સ મોકલનારી સમિતિનાં અધ્યક્ષ શશિ થરૂરે કહ્યું છે કે નાગરિકોનાં અધિકારોને સુરક્ષિત તેમજ સોશિયલ મિડિયાનાં ખોટા ઉપયોગને કઈ રીતે રોકી શકાય તે વિષય પર ફેસબુક સાથે વાત કરવામાં આવશે. તો બીજી તરફ ફેસબુક સાથે પૂછપરછ થાય તે પહેલા જ ભાજપે શશિ થરૂરને હટાવવાની માગ શરૂ કરી દીધી છે. ભાજપનાં નેચા રાજ્યવર્ધનસિંહ રાઠૌડ અને ણિશિકાંત દુબેએ લોકસભા સ્પીકરને પત્ર લખીને કહ્યું હતું કે આ મુદ્દા પર થરૂરે કોઈને વિશ્વાસમાં લીધા વગર પગલું લીધું છે અને તેની સીધી જાણકારી સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી દીધી છે જે નિયમો વિરૂદ્ધ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:10 am, Fri, 21 August 20

Next Article