દાવોસમાં ગર્લફ્રેન્ડ કેટી પેરી અને કેનેડાના પૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડોના આંખોના ઈશારા થયા વાયરલ- જુઓ Video
સ્વિટ્ઝરલેન્ડના શહેર દાવોસમાં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF) ની 56મી વાર્ષિક બેઠક ચાલી રહી છે. 19 થી 23 જાન્યુઆરી સુધી ચાલનારા આ જલસામાં ભારત, અમેરિકા રશિયા સહિત 130 દેશોના 3 હજારથી વધુ લીડર્સ ભાગ લઈ રહ્યા છે.

પોપ સ્ટાર કેટી પેરી અને કેનેડાના ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો વર્લ્ડ ઇકોનોમિક ફોરમ માટે સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસમાં છે. બુધવારે, દાવોસમાં સામે આવેલા એક વીડિયોને કારણે બંને ઇન્ટરનેટ યુઝર્સના નિશાના પર આવી ગયા છે. આ ઘટના ટ્રુડોના આ કાર્યક્રમમાં ભાાગ લેવા માટે પહોંચવુ અને તેમના સમર્થનમાં કેટી પેરીની ત્યાં હાજરી સાથે સંબંધિત છે. ટ્રુડોના કાર્યક્રમમાં પેરીના પહોંચવાથી પર નેટિઝન્સ અટપટી પ્રતિક્રિયા આપી રહ્યા છે. અહીં કેટી પેરીને જોઈને ટ્રુડોએ તેમની સામે આંખોથી પ્રેમભર્યુ અભિવાદન કર્યુ હતુ.
વર્કપ્લેસ પર લૈંગિક સમાનતા પર કામ કરનારા સંગઠન ધ ફિમેલ કોશિએન્ટે ઈક્વાલિટી લાઉન્જમાં પેરી અને ટ્રુડોનો એક વીડિયો શેર કર્યો. આ એક એવુ સ્થળ છે જેમા સંગઠન ફોરમમાં લૈંગિક ભેદભાવ પગારમાં અંતર અને ફોરમમાં મહિલા નેતૃત્વ પર ચર્ચાને ઉજાગર કરવા માટે આયોજિત જગ્યા છે. ફીમેલ ક્વોશિયન્ટે જણાવ્યું હતું કે પેરી ટ્રુડોને ટેકો આપવા માટે “લાઉન્જમાં ચુપકીથી આવી ગયા હતા. જ્યારે તેઓ તેમના ભૂતપૂર્વ ચીફ ઑફ સ્ટાફ, કેટી ટેલ્ફોર્ડ સાથે એક કાર્યક્રમમાં દેખાયા હતા. સંસ્થાએ કહ્યું કે આ દેખાવ એ યાદ અપાવે છે કે હાજરી હંમેશા મહત્વપૂર્ણ રહે છે.
સોશિયલ મીડિયા યુઝર્સ શું કહી રહ્યા છે?
પોસ્ટમાં લખ્યું છે, “કેનેડાના ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટ્રુડો અને તેમની ગર્લફ્રેન્ડ, પોપ સ્ટાર કેટી પેરી, WEF26 ખાતે FQ લાઉન્જમાં અમારી સાથે જોડાયા હતા. કેટી જસ્ટિનને ટેકો આપી રહી હતી. તેમણે અને કેટી ટેલ્ફોર્ડે અમને યાદ અપાવ્યું કે ફક્ત મહિલાઓની અછત અને રૂમમાં વિવિધતાને ધ્યાનમાં લેવી પૂરતું નથી. આપણે એવી સિસ્ટમ બનાવવાની જરૂર છે જે ખરેખર મહિલાઓ અને ઓછા રજૂ થયેલા અવાજોને આગળ લાવે અને એક પ્લેટફોર્મ આપે.”
પોસ્ટને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. . કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંસ્થા બે હાઇ-પ્રોફાઇલ સેલિબ્રિટીઓના વ્યક્તિગત સંબંધોને કેમ પ્રકાશિત કરશે. એક યુઝરે લખ્યું, “આ યોગ્ય નથી. જે સેલિબ્રિટી મહિલાઓને ઉત્થાન આપવા માટે નક્કર પગલાં નથી ભરતી તેમને તમારી પ્રસિદ્ધિ ન મળવી જોઈએ. જસ્ટિન કે કેટી કોને ડેટ કરી રહ્યા છે?” તેનાથી કોને ફર્ક પડે છે?
Stolen Signals in the Midst of Davos Magic ❤️ While the world discussed big ideas, Justin Trudeau on stage and Katy Perry in the front row couldn’t stop exchanging those sweet little glances, winks, and secret signals… Oh my heart -they are SO deeply in love! ✨ The… pic.twitter.com/mBw2UG0fhQ
— Ananda Nepali (@anandanepali99) January 21, 2026
એક યુઝરે લખ્યું, “હું વર્ષોથી ધ ફીમેલ ક્વોશિયન્ટનો સમર્થક છું કારણ કે તે મહિલાઓના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે. છતાં, દરેક જાહેર વ્યક્તિ એવા સશક્તિકરણનું પ્રતિનિધિત્વ નથી કરતી જે અન્ય મહિલાઓને તેમના સપનાઓને સાકાર કરવામાં મદદ કરે છે.” ઓર્થોપેડિક ટ્રોમા સર્જન નીલૂફર દેહઘાને લખ્યું કે તે આ પોસ્ટ જોઈને નિરાશ થઈ. ટ્રુડો નવેમ્બર 2015 થી નવેમ્બર 2025 સુધી કેનેડાના વડાપ્રધાન હતા.
