Russia-Ukraine War: જો બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, કહ્યું રશિયા સામે લડવામાં મદદ કરશે અમેરિકા

Russia-Ukraine War: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું હતું કે, 'અમેરિકા યુક્રેન અને યુક્રેનિયન લોકોને સહાયતા અને મદદ કરવાનું ચાલુ રાખશે.'

Russia-Ukraine War: જો બાઇડને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે કરી વાત, કહ્યું રશિયા સામે લડવામાં મદદ કરશે અમેરિકા
Volodymyr Zelensky- joe biden
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 1:09 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને (Joe Biden) તેમના યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી (Volodymyr Zelensky) સાથે વાત કરી છે. બાઇડને ઝેલેન્સકીને રશિયાના હુમલાને લઈને જણાવ્યું હતું કે, અમેરિકા યુક્રેનને મદદ કરશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. રશિયન સૈનિકોએ યુક્રેન પર મિસાઇલોથી હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. રાજધાની કિવ સહિત અનેક શહેરોમાં ફાયરિંગનો અવાજ સંભળાયો છે. વિશ્વ નેતાઓએ રશિયાના આ પગલાની ટીકા કરી છે.

જો બાઇડને એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘હું રશિયન સૈન્ય દળો દ્વારા આ બિનઉશ્કેરણીજનક અને ગેરવાજબી હુમલાની નિંદા કરું છું. મેં તેમને આજે રાત્રે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ઉઠાવવામાં આવેલા પગલાઓ વિશે માહિતી આપી હતી.લોકોની સાથે ઊભા રહેવા માટે આહવાન કરવા જણાવ્યું હતું.

અમેરિકી રાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે, ‘અમેરિકા યુક્રેન અને યુક્રેનિયન લોકોને સહાયતા અને મદદ કરવાનું ચાલુ રાખશે.’ બાઇડને G7 નેતાઓ સાથે મુલાકાત કરશે અને રશિયા વિરુદ્ધ વધારાના પ્રતિબંધોની જાહેરાત કરશે.

'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?

રશિયાનો હુમલો ઉશ્કેરણીજનક અને અકારણ : બાઇડન

આ પહેલા જો બાઇડને યુક્રેન પર રશિયાના હુમલાને ઉશ્કેરણી જનક અને અકારણ ગણાવ્યો હતો. તેણે હુમલાની નિંદા કરી અને કહ્યું કે તેના માટે રશિયાની જવાબદારી નક્કી કરવામાં આવશે. બિડેને એક લેખિત નિવેદનમાં જણાવ્યું હતું કે, “રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક પૂર્વ આયોજિત યુદ્ધ પસંદ કર્યું છે જે લોકોના જીવન પર વિનાશક અસર કરશે.” આ હુમલામાં લોકોના મૃત્યુ અને વિનાશ માટે માત્ર રશિયા જ જવાબદાર હશે, અમેરિકા અને તેના સાથી અને ભાગીદારો એકજૂથ અને નિર્ણાયક રીતે જવાબ આપશે. વિશ્વ રશિયાની જવાબદારી નક્કી કરશે.

યુદ્ધનું પરિણામ શું આવશે?

બીજી તરફ, રશિયા દ્વારા સંપૂર્ણ બળના હુમલાની સ્થિતિમાં ઘણું જાનમાલનું નુકસાન થઈ શકે છે. આ યુક્રેનની ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે. તેના સંઘર્ષના પરિણામે રશિયા પર વિશ્વવ્યાપી પ્રતિબંધો આવી શકે છે. જેની અસર યુરોપને ઊર્જા સામગ્રીના પુરવઠા પર પડી શકે છે અને વૈશ્વિક નાણાકીય બજાર પર પણ ગંભીર અસર પડી શકે છે. આ સિવાય મોટા પાયે વિસ્થાપન પણ જોઈ શકાય છે. વૈશ્વિક બજાર પર અસર થવા લાગી છે. તેલ સહિત ઉર્જા-સઘન વસ્તુઓના ભાવ વધવા લાગ્યા છે.

આ પણ વાંચો : Russia Ukraine War Live Updates: 5 ફાઈટર જેટ અને 1 હેલિકોપ્ટર બાદ યુક્રેને 2 રશિયન ટેન્ક અને ઘણી ટ્રકો પણ નષ્ટ કરી

આ પણ વાંચો : Russia Ukraine Conflict: યુક્રેન રશિયા યુદ્ધ વચ્ચે ભારતીયો માટે સારા સમાચાર, વિદ્યાર્થીઓ સહિત 182 ભારતીયને લઈ નવી દિલ્હી પહોચી ફ્લાઈટ

g clip-path="url(#clip0_868_265)">