બાયડેનની ઇચ્છા પર પાણી ફરી વળ્યું, કોર્ટે અબજો ડોલરની લોન માફી યોજના પર રોક લગાવી દીધી

|

Oct 22, 2022 | 12:41 PM

લાખો અમેરિકનોને બાયડેનની (Joe Biden) યોજના હેઠળ તેમનું દેવું સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ હવે તેઓને જાન્યુઆરીમાં ચૂકવણી કરવાનું શરૂ કરવું પડશે કે કેમ તે અંગે તેઓ અનિશ્ચિતતાનો સામનો કરે છે.

બાયડેનની ઇચ્છા પર પાણી ફરી વળ્યું, કોર્ટે અબજો ડોલરની લોન માફી યોજના પર રોક લગાવી દીધી
યુએસ પ્રમુખ જો બાયડેન (ફાઇલ ફોટો)

Follow us on

યુએસ (US)પ્રમુખ જો બાયડેનને(Joe Biden) યુ.એસ.ની ફેડરલ એપેલેટ કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. કોર્ટે અબજો ડોલરની સ્ટુડન્ટ લોન માફ (Loan waiver)કરવાની યોજના પર કામચલાઉ સ્ટે મૂકી દીધો છે. આઠમી સર્કિટ એપેલેટ કોર્ટે છ રિપબ્લિકન શાસિત રાજ્યોની અરજી પર વિચારણા કરતી વખતે શુક્રવારે મોડી રાત્રે પ્રતિબંધ લાદ્યો હતો. તેમની અરજીમાં આ રાજ્યોએ લોન માફી કાર્યક્રમ રોકવાની અપીલ કરી હતી. કોર્ટના આ આદેશમાં બાયડેન વહીવટીતંત્રને અપીલની સુનાવણી ન થાય ત્યાં સુધી કાર્યક્રમ આગળ ન વધારવા માટે કહેવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

જો કે, તે સ્પષ્ટ નથી કે લોન માફી માટે અરજી કરી ચૂકેલા બે કરોડ 20 લાખ દેવાદારો પર તેની શું અસર થશે. બાયડેન વહીવટીતંત્રે કહ્યું હતું કે 23 ઓક્ટોબર પહેલા લોન માફી નહીં મળે કારણ કે તેમની યોજના કાનૂની પડકારોનો સામનો કરી રહી છે. જોકે, વહીવટીતંત્રે કહ્યું હતું કે લોન માફી નવેમ્બરના મધ્યથી શરૂ થશે. આવી સ્થિતિમાં 1 જાન્યુઆરી પહેલા આ પ્રશ્નનો ઉકેલ આવશે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. રોગચાળા દરમિયાન અટકેલી લોનની ચુકવણીની પ્રક્રિયા 1 જાન્યુઆરીથી શરૂ થવાની સંભાવના છે.

લાખો અમેરિકનોની અપેક્ષા

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

લાખો અમેરિકનોને બાયડેનની યોજના હેઠળ તેમનું દેવું સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે તેવી અપેક્ષા હતી, પરંતુ હવે તેઓને જાન્યુઆરીમાં ચૂકવણી કરવાનું શરૂ કરવું પડશે કે કેમ તે અંગે તેઓ અનિશ્ચિતતાનો સામનો કરે છે. દરમિયાન, પ્રમુખ જો બાયડેને શુક્રવારે ડેલવેર સ્ટેટ યુનિવર્સિટી ખાતે જણાવ્યું હતું કે આ અઠવાડિયે ઓનલાઇન અરજીઓ ઉપલબ્ધ થઈ ત્યારથી લગભગ 20 મિલિયન લોકોએ લોન માફી માટે અરજી કરી છે.

વિદ્યાર્થીઓની 10-10 હજાર ડોલરની લોન માફ કરવામાં આવી છે

ઓગસ્ટમાં જાહેર કરાયેલી યોજના અનુસાર, US $ 125,000 કરતા ઓછી કમાણી કરતા વિદ્યાર્થીઓ અથવા $250,000 કરતા ઓછી કમાણી કરતા પરિવારો માટે પ્રત્યેક $10,000ની લોન માફ કરવામાં આવશે. આ ઉપરાંત પેલ ગ્રાન્ટ હેઠળ આવતા વિદ્યાર્થીઓ માટે 10 હજાર યુએસ ડોલરની વધારાની લોન માફ કરવામાં આવશે. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, યોજના હેઠળ ચાર કરોડ 30 લાખ ધિરાણકર્તાઓ લોન માફી માટે પાત્ર છે. તેમાંથી બે કરોડ ધિરાણકર્તાઓની લોન સંપૂર્ણપણે માફ કરી શકાય છે.

 

Published On - 12:41 pm, Sat, 22 October 22

Next Article