Pakistan: હજુ પણ હાર પચાવી નથી શક્યા ઈમરાન ખાન ! સતા પરિવર્તનને લઈને ઈમરાને અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ

|

May 04, 2022 | 8:23 AM

ઈમરાન ખાને ઘણી વખત આરોપ લગાવ્યો છે કે તેમના રાજકીય વિરોધીઓએ પાકિસ્તાનમાં સરકાર(Pakistan Government) બદલવા માટે અમેરિકા સાથે મનોમંથન કર્યું હતું. જો કે, તેણે આ મામલે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી.

Pakistan: હજુ પણ હાર પચાવી નથી શક્યા ઈમરાન ખાન ! સતા પરિવર્તનને લઈને ઈમરાને અમેરિકા પર લગાવ્યો ગંભીર આરોપ
Imran Khan big allegation on america

Follow us on

પાકિસ્તાનમાં સત્તા પરિવર્તનને ઘણા દિવસો થઈ ગયા છે અને નવી સરકારે(Shehbaz Sharif)  પોતાનું કામ શરૂ પણ કરી દીધુ છે, પરંતુ લાગે છે ઈમરાન ખાન હજુ પણ હાર પચાવી શક્યા નથી.કારણ કે તેનુ આક્રમક વલણ હજુ પણ યથાવત છે,ઉપરાંત તેમણે અમેરિકા (America) પર આરોપ લગાવવાનું બંધ કર્યું નથી. પાકિસ્તાનના (Pakistan) ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને સોમવારે યુએસ પ્રમુખ જો બાઈડનના (Joe Biden)  વહીવટ પર તેમની સરકારને સત્તા પરથી હટાવવાનું ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો.

વિરોધીઓએ પાકિસ્તાનમાં સરકાર બદલવા માટે યુએસ સાથે સાંઠગાંઠ કરી હતી

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના 22માં વડાપ્રધાન ઈમરાન ખાનને 9 એપ્રિલે અવિશ્વાસની દરખાસ્ત દ્વારા પદ પરથી હટાવવામાં આવ્યા હતા. આ સાથે તેઓ પાકિસ્તાનના ઈતિહાસમાં અવિશ્વાસની દરખાસ્ત દ્વારા હકાલપટ્ટી કરાયેલા પ્રથમ વડાપ્રધાન બન્યા છે.ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા ઈમરાન ખાને ઘણી વખત આરોપ લગાવ્યો છે કે તેમના રાજકીય વિરોધીઓએ પાકિસ્તાનમાં સરકાર(Pakistan Government)  બદલવા માટે યુએસ સાથે સાંઠગાંઠ કરી હતી. જો કે, તેણે આ અંગે કોઈ વિશ્વસનીય પુરાવા આપ્યા નથી અને વોશિંગ્ટને કોઈપણ પ્રકારની દખલગીરીનો ઈન્કાર કર્યો છે.

ઈમરાને યુએસ સંરક્ષણ વિશ્લેષકના નિવેદનનો આપ્યો જવાબ

ઈમરાન ખાને આ નવો દાવો એવા સમયે ટ્વિટ કરીને કર્યો છે જ્યારે ફોક્સ ન્યૂઝના એક શોમાં અમેરિકન સંરક્ષણ વિશ્લેષક ડૉ. રેબેકા ગ્રાન્ટે પાકિસ્તાન વિશે ટિપ્પણી કરી છે. ગ્રાન્ટે શો દરમિયાન કહ્યું હતું કે, “પાકિસ્તાને યુક્રેનને ટેકો આપવાની જરૂર છે, રશિયા સાથે સોદા શોધવાનું બંધ કરવું જોઈએ, ચીન સાથે તેની સંડોવણી મર્યાદિત કરવી જોઈએ અને યુએસ વિરોધી નીતિઓને રોકવાની જરૂર છે, આ કારણે જ તત્કાલિન વડાપ્રધાન ઈમરાન ખાનને થોડા અઠવાડિયા પહેલા PM પદ છોડવું પડ્યું હતું.”

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઈમરાન ખાને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈનના પર કર્યા આકરા પ્રહાર

ઈમરાન મિંયાેએ એક વીડિયો શેર કરીને કહ્યું, “જો કોઈને શાસન બદલવાના યુએસ ષડયંત્ર વિશે કોઈ શંકા હોય, તો આ વીડિયો લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા વડા પ્રધાન અને તેમની સરકારને કેમ હટાવવામાં આવ્યા તે અંગેની તમામ શંકાઓને દૂર કરશે. સ્પષ્ટપણે, યુએસ વડા પ્રધાનના રૂપમાં એક આજ્ઞાકારી કઠપૂતળી ઇચ્છે છે જે પાકિસ્તાનને યુરોપિયન યુદ્ધમાં તટસ્થતા પસંદ કરવા દેશે નહીં.’

Next Article