જેફ બેઝોસે અંતરિક્ષ યાત્રા પર 4,01,94,76,50,000 રૂપિયાનો કર્યો ખર્ચ, જાણો આનાથી કેટલા લોકોને રસી અપાઈ શકી હોત

TV9 GUJARATI

|

Updated on: Jul 23, 2021 | 8:30 PM

બેઝોસે અવકાશયાત્રા માટે લગભગ 5.4 અરબ ડોલર (લગભગ 4,01,94,76,50,000 રૂપિયા) ખર્ચ કર્યા. એટલે કે, પ્રત્યેક મિનિટ માટે લગભગ 550 મિલિયન ડોલર.

જેફ બેઝોસે અંતરિક્ષ યાત્રા પર 4,01,94,76,50,000 રૂપિયાનો કર્યો ખર્ચ, જાણો આનાથી કેટલા લોકોને રસી અપાઈ શકી હોત
Jeff Bezos, the world's richest man

Follow us on

વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે (Jeff Bezos) તાજેતરમાં જ અવકાશયાત્રા (Space Tour) કરી હતી. સમગ્ર વિશ્વની નજર તેની 11 મિનિટની અવકાશયાત્રા પર રહી હતી. બેઝોસ તેના ભાઈ માર્ક બેઝોસ, વેલી ફંક અને 18 વર્ષિય ઓલિવર ડેમન સહિત ત્રણ લોકો સાથે અવકાશમાં યાત્રા કરી હતી. બેઝોસે લાંબા સમય સુધી અંતરિક્ષમાં જવાની યોજના બનાવી હતી અને 20 જુલાઈએ તેણે પોતાનું સ્વપ્ન પણ પૂરું કર્યું હતું. અવકાશી સફર પછી બેઝોસે કહ્યું કે, તે અત્યાર સુધીની તેનો શ્રેષ્ઠ દિવસ છે.

જેફ બેઝોસની આ અવકાશયાત્રા ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ ગઈ હતી અને ઘણા લોકોમાં ચર્ચા થઈ હતી કે આ ટ્રીપમાં અબજોપતિએ કેટલા પૈસા ખર્ચ્યા છે. બેઝોસની કુલ સંપત્તિ 205 અબજ ડોલરની છે. બેઝોસ ફક્ત ચાર મિનિટ જ અવકાશમાં રહ્યા હતા આ માટે તેમણે લગભગ 5.4 અરબ ડોલર (લગભગ 4,01,94,76,50,000 રૂપિયા) ખર્ચ કર્યા. એટલે કે, પ્રત્યેક મિનિટ માટે લગભગ 550 મિલિયન ડોલર. આનાથી તેની સંપત્તિ પર વધુ અસર થશે નહીં પરંતુ તેનાથી ચોક્કસપણે નવી ચર્ચાને વેગ મળ્યું છે.

લોકો કહે છે કે તે સમયે સમગ્ર વિશ્વ રોગચાળા સામે લડી રહ્યું છે. આવા સમયમાં અબજોપતિ લોકોની મદદ માટે આગળ આવવા જોઈએ અને અંતરિક્ષ મુસાફરીમાં નાણાં ખર્ચવા ન જોઈએ. કોરોનાવાયરસને કારણે વિશ્વભરના દેશો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોને રસીકરણ દ્વારા જ સુરક્ષિત કરી શકાય છે. પરંતુ ઘણા દેશોમાં પૈસાના અભાવે રસી ખરીદવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં ચાલો આપણે જાણીએ કે બેઝોસની અંતરિક્ષ મુસાફરીમાં ખર્ચવામાં આવેલા પૈસાથી કેટલા લોકોને રસી આપવામાં આવી શકી હોત.

COVAX દ્વારા ઓછી આવકવાળા દેશો માટે રસી ડોઝની ખરીદી કરવામાં આવી રહી છે. જેથી રસીની અસમાનતાને દૂર કરી શકાય. માનવતાવાદી સહાયતાને કારણે કોવાક્સ માત્ર 1.60 ડોલર (લગભગ 119 રૂપિયા)માં રસી ડોઝ ખરીદવામાં સક્ષમ છે. જ્યારે બજારનો દર $7 (520 રૂપિયા) છે. કોવાક્સ આગામી વર્ષ સુધીમાં બે અબજ ડોઝ ખરીદવાની યોજના ધરાવે છે. આ માટે $ 2.6 બિલિયન ડોલરની જરૂર છે. આવી સ્થિતિમાં બેઝોસની અંતરિક્ષ મુસાફરીમાં ખર્ચ કરવામાં આવેલા નાણાંથી કોવોક્સને બે વાર ભંડોળ મળી શક્યું હોત.

જો COVAXને બેઝોસની અવકાશી મુસાફરીમાં ખર્ચવામાં આવેલા નાણાં સાથે ભંડોળ આપવામાં આવ્યું હોત, તો લગભગ 4 અબજ ડોઝ ખરીદી શકાયા હોત. આનો સરળ અર્થ એ છે કે, વિશ્વની બે અરબ વસ્તીને સંપૂર્ણ રસી આપવામાં આવી હોત. આ રસીઓ ગરીબ દેશોમાં મોકલવામાં આવી હોત જ્યાં લોકો સૌથી વધુ કોરોના સામે લડતા હોય છે. રસીકરણ બાદ લોકોને કોરોના ટાળવા માટે મોટી સહાય મળી હોત. તેમજ રોગચાળાને કાબૂમાં કરી શકાયો હતા.

આ પણ વાંચો: Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની

આ પણ વાંચો: Vadodara : પાદરા નગર પાલિકાએ પાંચ દિવસમાં 176 ગેરકાયદે દબાણો દૂર કર્યા

Latest News Updates

Click on your DTH Provider to Add TV9 Gujarati