Jeff Bezos Space Travel: અવકાશયાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફર્યા જેફ બેઝોસ, 11 મિનિટની સફર બાદ વિશ્વને ચાર નવા અવકાશયાત્રીઓ મળ્યાં

|

Jul 20, 2021 | 9:05 PM

જેફ બેઝોસે 2000માં બ્લુ ઓરિજિનની સ્થાપના કરી હતી. 2015થી ન્યૂ શેપર્ડ દ્વારા 15 કરતાં વધુ માનવરહિત મિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ પહેલીવાર હતું જ્યારે આના દ્વારા મનુષ્યને અવકાશમાં મોકલવામાં આવ્યા.

Jeff Bezos Space Travel: અવકાશયાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફર્યા જેફ બેઝોસ, 11 મિનિટની સફર બાદ વિશ્વને ચાર નવા અવકાશયાત્રીઓ મળ્યાં
Jeff Bezos Space Travel

Follow us on

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે (Jeff Bezos) મંગળવારે સાંજે ત્રણ અન્ય લોકો સાથે આવકાશ યાત્રા કરી હતી. બેઝોસ સાથે તેનો ભાઈ માર્ક, મર્કરી 13 એવિએટર વાલી ફંક (Wally Funk) અને 18 વર્ષીય ઓલિવર ડેમેન (Oliver Daemen) 11 મિનિટની આ યાત્રા પર હતા. યાત્રા પૂર્ણ કર્યા બાદ સ્પેસ કેપ્સ્યુલે ટેક્સાસમાં લેન્ડિંગ કર્યું હતું. વિશ્વની નજર આ અવકાશયાત્રા પર સ્થિર હતી, કેમ કે થોડા દિવસો પહેલા બ્રિટીશ અબજોપતિ રિચાર્ડ બ્રેન્સન (Richard Branson) અવકાશયાત્રા કરી ચુક્યા હતા. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, વિશ્વમાં અબજોપતિઓની અવકાશ દોડ શરૂ થઈ ગઈ છે. જો કે, તેઓ કહે છે કે આ લોકો દરેક માટે અવકાશ યાત્રા ઉપલબ્ધ કરાવવા માંગે છે.

બેઝોસ તેની કંપની બ્લુ ઓરિજિનના (Blue Origin) ન્યુ શેપર્ડ લોંચિંગ વેહિકલ દ્વારા અવકાશમાં ઉડાણ ભરી હતી. આ દરમિયાન અબજોપતિ સ્પેસ કેપ્સ્યુલની અંદર બેઠા જોવા મળ્યા હતા. આ મુસાફરી દરમિયાન 2 રેકોર્ડ કરવામાં આવ્યા હતા જેના વિશે લોકો પહેલેથી જાણતા હતા. આમાં પહેલો રેકોર્ડ એ હતો કે, વૈલી ફન્ક સ્પેસમાં જવા માટે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગયા હતા. બીજો રેકોર્ડ બન્યો કે 18 વર્ષિય ઓલિવર ડેમન અવકાશમાં જવા માટે વિશ્વનો સૌથી યુવાન વ્યક્તિ બન્યો. આ પ્રવાસ દરમિયાન તમામ અવકાશયાત્રીઓના ચહેરા પર ઉત્તેજના જોઈ શકાતી હતી.

પ્રથમ વખત ન્યુ શેપાર્ડ દ્વારા મનુષ્યને અવકાશમાં મોકલવામાં આવ્યા

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

તમને જણાવી દઈએ કે, જેફ બેઝોસે 2000માં બ્લુ ઓરિજિનની સ્થાપના કરી હતી. 2015થી ન્યૂ શેપર્ડ દ્વારા 15 કરતાં વધુ માનવરહિત મિશન દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ આ પહેલીવાર હતું જ્યારે આના દ્વારા મનુષ્યને અવકાશમાં મોકલવામાં આવ્યા. મહત્વનું છે કે, વિશ્વની ઘણી કંપનીઓ અવકાશયાત્રાને લઈને મેદાનમાં છે. આમાં એલન મસ્કની SpaceX અને રિચાર્ડ બ્રેન્સનની વર્જિન ગેલેક્ટીક (Virgin Galactic) શામેલ છે. આ કંપનીઓ કહે છે કે તેઓ વિશ્વના તમામ લોકો માટે સ્પેસ ટૂર સસ્તી અને સરળ બનાવવા માટે કામ કરશે.

 

આ પણ વાંચો:Gujarat HC Recruitment: ગુજરાત હાઇકોર્ટમાં ભરતી, ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ કરી શકે છે અરજી

આ પણ વાંચો: Maharashtra FYJC CET 2021 : 11માં ધોરણ માટે સીઇટીનું આજથી રજિસ્ટ્રેશન શરુ, જાણો કઇ વેબસાઇટ પરથી કરી શકશો અપ્લાઇ

Next Article