AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jeddah News: જેદ્દાહમાં આરબ ગૃહ મંત્રાલય દ્વારા ડ્રગ જાગૃતિ અને ઉલ્લંઘન પર યોજાયું પ્રદર્શન

સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જેદ્દાહમાં તેના પ્રવાસ પ્રદર્શનનું સમાપન કર્યું છે, જેનો હેતુ ડ્રગ્સને લઈને જાગૃતતા લાવવાનો તેમજ, શ્રમ અને સરહદ સુરક્ષા અંગેના નિયમો વિશે લોકોને જાગૃત કરવાનો હતો. જેનું સમાપન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં નાગરિકો, રહેવાસીઓ અને મુલાકાતીઓને એ નેશન વિથાઉટ વાયોલેટર્સ નામના અભિયાનમાં મંત્રાલયના પ્રયાસો વિશે શિક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું.

Jeddah News: જેદ્દાહમાં આરબ ગૃહ મંત્રાલય દ્વારા ડ્રગ જાગૃતિ અને ઉલ્લંઘન પર યોજાયું પ્રદર્શન
Jeddah News
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 4:31 PM
Share

Jeddah: સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે જેદ્દાહમાં તેના પ્રવાસ પ્રદર્શનનું સમાપન કર્યું છે જેનો હેતુ ડ્રગ્સને લઈને જાગૃતતા લાવવાનો તેમજ, શ્રમ અને સરહદ સુરક્ષા અંગેના નિયમો વિશે લોકોને જાગૃત કરવાનો હતો. જેનું સમાપન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન શરુ કરવા પાછળ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતતા લાવવાનો હતો.

જેદ્દાહમાં ડ્રગ જાગૃતિ પર પ્રદર્શન

આ પ્રદર્શનમાં નાગરિકો, રહેવાસીઓ અને મુલાકાતીઓને એ નેશન વિધાઆઉટ વાયોલેટર્સ નામના અભિયાનમાં મંત્રાલયના પ્રયાસો વિશે શિક્ષિત કરવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું, જેને શહેરના મોટાભાગના લોકોએ નિહાળ્યો હતો અને તેના ઉદ્દેશ્યને સમજ્યો હતો.

આ પહેલ ડ્રગ સ્મગલર્સ અને ડીલરોના રિપોર્ટ કરવાની રીત વિશે લોકોને માહિતગાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં રહેઠાણ, શ્રમ અને સરહદ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ માટે દંડ, અપરાધીઓ સાથે વ્યવહાર અને તેના પરિણામ સ્વરુપ જોખમો અને તેમનો સામનો કરવામાં ઉપયોગમાં લેવાતી આધુનિક તકનીકોની ભૂમિકા વીશે સમજાવવાનો હતો.

ઉલ્લંઘન કરનાર પર કડક પગલા

વધુમાં, તે પ્રદર્શન એવા લોકો માટે દંડ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેમણે રાજ્યની અંદર ઉલ્લંઘનકારોના પ્રવેશ અથવા પરિવહનની સુવિધા આપી હતી, અથવા તેમને આશ્રય, અથવા કોઈપણ સહાય અથવા સેવા પૂરી પાડી હતી અને આવા દેશ વિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ગેરમાર્ગે દોરનાર લોકોને સજા અને તેમને આસરો આપનારને સજા અંગે જાગૃતતા લાવવાની વાત કરવામાં આવી હતી. આ યોજાયેલ કાર્યક્રમમાં બોર્ડર ગાર્ડના જનરલ ડિરેક્ટરોએ પણ યાત્રા પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

જાહેર જનતાની સરકારે માંગી મદદ

સુરક્ષા અધિકારીઓએ નાગરિકો અને રહેવાસીઓને મક્કા, રિયાધ અને પૂર્વીય પ્રાંતમાં કે કોઈ પણ સ્થળે ડ્રગ્સ સંબંધિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગેની કોઈ પણ જાણકારી મળે તો 911 પર કૉલ કરીને જાણકારી આપવા વિનંતી કરી છે. લોકોએ રાજ્યના બાકીના પ્રદેશોમાં 999 પર ફોન કરવો જોઈએ અને 995 પર જનરલ ડિરેક્ટોરેટ ઑફ નાર્કોટિક્સ કંટ્રોલને જાણ કરવી જોઈએ. અધિકારીઓનો સંપર્ક 995@gdnc.gov.sa પર ઈમેલ દ્વારા પણ થઈ શકે છે. તમામ રિપોર્ટ ગોપનીય રીતે હેન્ડલ કરવામાં આવશેનું પણ મંત્રાલયે જણાવ્યું હતુ. આ ગૃહ મંત્રાલયના ડ્રગ જાગૃતિના સમાચારની વિગતો હતી, જેદ્દાહમાં આ દિવસ માટે ઉલ્લંઘન પ્રદર્શનનું સમાપન કર્યુ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">