ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર ઈઝરાયેલ-અમેરિકાનો હુમલો, 3 જહાજને ભંગાર કર્યાં

ઈરાન પર ગત શનિવાર 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા હુમલાથી ઈરાનમાં વ્યાપક નુકસાન થયું છે. ઈરાનમાં સૈન્ય, રાજકીય, આર્થિક નુકસાન પહોચાડમાં આવ્યું છે. આ હુમલાનો બદલો લેવાના ભાગરૂપે, હાર્યો જૂગારી બમણુ રમે તે કહેવતને સાર્થક કરતા ઈરાને પણ તેની આસપાસના દેશ ઉપર હવાઈ હુમલાઓ કર્યા હતા.

ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર ઈઝરાયેલ-અમેરિકાનો હુમલો, 3 જહાજને ભંગાર કર્યાં
Symbolic photo
Image Credit source: PTI
| Edited By: | Updated on: Mar 02, 2026 | 2:22 PM

ઈરાન ઉપર ઈઝરાયેલ-અમેરિકાએ કરેલા હુમલાના ત્રીજા દિવસે, બન્ને દેશોઓ ઈરાનના કોનાર્ક નેવલ બેઝ ઉપર વ્યાપક હુમલો કર્યો છે. આ હુમલાને કારણે 3 જહાજ ડૂબી ગયા છે. જ્યારે અનેક માળખા અને ઈમારતો ધ્વસ્ત થયા છે.

ઈરાન ઉપર ઈઝરાયેલ અને અમેરિકાએ ભેગા થઈને ગત શનિવારને 28મી ફેબ્રુઆરીના રોજ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેનેઈ સહિતના અનેક વરિષ્ઠ નેતાઓ-પદાધિકારીઓ માર્યા હતા. ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા હુમલાનો બદલો લેવા માટે ઈરાને પણ સંયુક્ત આરબ અમિરાતમાં આવેલ અમેરિકાના એરબેઝ ઉપર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. તો બીજી બાજુ ઈરાનથી ઈઝરાયેલ સુધી મિસાઈલ મારો પણ કર્યો હતો. યુદ્ધની આ સ્થિતિમાં, ઈરાનને વધુ ખોખરું કરવા માટે ઈઝરાયેલ અને અમેરિકાએ કોર્ણાક નેવલ બેઝ ઉપર હુમલો કરીને, ભારે નુકસાન પહોંચાડ્યું છે.

ઈરાન પર ગત શનિવાર 28 ફેબ્રુઆરીના રોજ ઈઝરાયેલ અને અમેરિકાએ કરેલા હુમલાથી ઈરાનમાં વ્યાપક નુકસાન થયું છે. ઈરાનમાં સૈન્ય, રાજકીય, આર્થિક નુકસાન પહોચાડમાં આવ્યું છે. આ હુમલાનો બદલો લેવાના ભાગરૂપે, હાર્યો જૂગારી બમણુ રમે તે કહેવતને સાર્થક કરતા ઈરાને પણ તેની આસપાસના દેશ ઉપર હવાઈ હુમલાઓ કર્યા હતા. ઈરાન દ્વારા સતત નજીકના અન્ય દેશોમાં થઈ રહેલા હુમલાઓથી પરેશાન ઈઝરાયેલ અને અમેરિકાએ, ઈરાનના કોર્ણાક નેવલ બેઝને નિશાન બનાવ્યું હતું. આ નેવલ બેઝ ઉપર રહેલા જહાજોનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત નેવલ બેઝ ખાતે આવેલ અન્ય માળખાગત સુવિધાઓને પણ નેસ્તનાબૂદ કરી દેવાઈ હતી.

ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલે ભેગા મળીને હુમલો કર્યો છે. આ હુમલા બાદ, સમગ્ર ગલ્ફમાં યુદ્ધ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. એક પ્રકારના ત્રીજા વિશ્વ યુદ્ધ જેવી સ્થિતિને લગતા તમામ સમાચારો જાણવા માટે આપ અહીં ક્લિક કરો.