
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ મોટી ચેતવણી આપી છે. નેતન્યાહુએ જણાવ્યું છે કે, ઈરાન સાથેનો સીઝફાયર (યુદ્ધવિરામ) ટૂંક સમયમાં જ ખતમ થઈ શકે છે. તેમણે કહ્યું કે, જો અમે સૈન્ય કાર્યવાહી ન કરી હોત, તો નતાન્ઝ, ફોર્ડો અને બુશહર જેવા સ્થળોને ઓશવિટ્ઝ, માઝદા નેક અને સોબીબોરની જેમ યાદ કરવામાં આવ્યા હોત.
પીએમ નેતન્યાહુએ કહ્યું કે, ઈઝરાયેલ અત્યારે પોતાની શક્તિના શિખરે છે. તેમણે ઉમેર્યું કે, “ઈરાને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી ટ્રમ્પે નાકાબંધી અને નૌકાદળ ઘેરાબંધી લાદવાનો નિર્ણય કર્યો છે. જો કે, અમે ચોક્કસપણે આ મજબૂત વલણનું સમર્થન કરીએ છીએ.”
ראש הממשלה נתניהו בישיבת הממשלה: “הלחימה נמשכת כל הזמן. אנחנו תומכים בעמדה התקיפה של הנשיא טראמפ להטיל מצור ימי על איראן. אנו מתואמים עם ארה”ב כל הזמן – שוחחתי אתמול עם סגן הנשיא ואנס שהבהיר שהנושא המרכזי הוא הוצאת כל החומר המועשר ולהבטיח שאין יותר העשרה”https://t.co/ec3SmdeZWr pic.twitter.com/mvrl0LaVdN
— ראש ממשלת ישראל (@IsraeliPM_heb) April 13, 2026
ઈઝરાયેલના વડાપ્રધાને જણાવ્યું કે, તેમણે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે વાત કરી છે, જેમણે મુસાફરીથી પરત ફરતી વખતે પોતાના વિમાનમાંથી ફોન કર્યો હતો. નેતન્યાહુએ કહ્યું, ”તેમણે મને વાતચીતમાં થઈ રહેલી ઘટનાઓ વિશે વિગતવાર માહિતી આપી. તેમણે મને જણાવ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુનાઈટેડ સ્ટેટ્સ માટે મુખ્ય મુદ્દો તમામ સંવર્ધિત સામગ્રીને હટાવવાનો તેમજ એ સુનિશ્ચિત કરવાનો છે કે, આગામી વર્ષો કે દાયકાઓ સુધી ઈરાનમાં કોઈ સંવર્ધન ન થાય.”
માઝદા નેક, સોબીબોર અને ઓશવિટ્ઝ યુરોપમાં નાઝીઓ દ્વારા સ્થાપિત કરવામાં આવેલા યાતના કેન્દ્રો હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મની દ્વારા પોલેન્ડમાં સ્થાપિત આ કુખ્યાત મૃત્યુ શિબિરો હતા. અહીં લાખો યહૂદીઓ અને અન્ય લોકોની સુનિયોજિત હત્યા કરવામાં આવી હતી. સોબીબોર મુખ્યત્વે ગેસ ચેમ્બર દ્વારા હત્યા કરવા માટે બનાવવામાં આવ્યું હતું, જ્યારે માઝદા નેક શ્રમ અને મૃત્યુ શિબિર બંને હતું. ઈઝરાયેલના પીએમએ પોતાની વાતમાં આ કેન્દ્રોનો ઉલ્લેખ કર્યો હતો.
આ દરમિયાન ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીએ કહ્યું છે કે, જો અમેરિકા કોઈ ગેરકાયદેસર માંગણી ન કરે અને તેહરાનની શરતો માને, તો ઈરાન અમેરિકા સાથે શાંતિ વાર્તાના વધુ એક રાઉન્ડ માટે તૈયાર છે. ફથાલીનું આ નિવેદન ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલી વાતચીતના એક દિવસ બાદ આવ્યું છે. ઈસ્લામાબાદમાં થયેલી આ વાર્તા કોઈ નક્કર પરિણામ વગર પૂરી થઈ હતી. પશ્ચિમ એશિયા સંકટ અંગે વાત કરતા દૂતએ કહ્યું કે, આ ક્ષેત્રમાં ઈરાન અને ભારતનું ભવિષ્ય એકબીજા સાથે જોડાયેલું છે.