Israel Hamas War: ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી, આગામી 48 કલાક ભારે
તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે શરૂ થયેલા આ યુદ્ધ બાદ અત્યાર સુધીમાં 22000થી વધુ ઈમારતો નષ્ટ થઈ ગઈ છે. 10 હોસ્પિટલ અને 48 સ્કૂલ પર ઈઝરાયેલે બોમ્બમારો કર્યો છે. ગાઝામાં મૃતકોની સંખ્યા 1400થી વધારે છે. તેમાં 447 બાળકો પણ સામેલ છે. UN મુજબ ગાઝામાં 3 લાખથી વધારે લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.
Israeli Army in Gaza: ઈઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચેનું યુદ્ધ દરરોજ દુનિયા માટે જોખમ વધારી રહ્યું છે. અત્યાર સુધી ઈઝરાયેલને અમેરિકાની સાથે સાથે ફ્રાન્સ, બ્રિટન, જર્મની જેવા દેશનું સમર્થન મળ્યું છે, જ્યારે ગાઝાને ઈરાન અને રશિયા જેવા દેશ સપોર્ટ કરી રહ્યા છે. તેની વચ્ચે ઈઝરાયેલે નક્કી કરી લીધુ છે કે તે હમાસનું નામ નિશાન મિટાવી દેશે.
ઈઝરાયેલ અને હમાસ યુદ્ધ હવે આક્રમક બની ચૂક્યુ છે. જો ઈઝરાયેલના ટેન્ક ગાઝામાં ઘુસી જશે તો શું થશે? હમાસની સાથે સાથે લેબનાનનું આતંકી સંગઠન હિજબુલ્લાહ પણ ઈઝરાયેલની સામે ઉભુ થયુ છે. ઈઝરાયેલમાં નેતન્યાહુની પાર્ટીની એક સાંસદે ગાઝાની સામે સીધો જ પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની વાત કરી છે.
ઈરાને ખુલ્લા શબ્દોમાં ઈઝરાયેલને મહાયુદ્ધની ધમકી આપી
આ જંગમાં હવે ઈરાને ઈઝરાયેલને સીધી ચેતવણી આપી દીધી છે કે જો ગાઝા પર આ પ્રકારનો બોમ્બમારો ચાલુ રહેશે તો યુદ્ધના ઘણા રસ્તાઓ ખુલ્લી શકે છે, આ પ્રકારે ઈરાને ખુલ્લા શબ્દોમાં ઈઝરાયેલને મહાયુદ્ધની ધમકી આપી દીધી છે.
ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયાને લેબનાનની રાજધાની બેરૂતથી ઈઝરાયેલને ધમકી આપતા કહ્યું કે જો ગાઝા પર બોમ્બમારો અટકશે નહીં તો યુદ્ધના ઘણા રસ્તાઓ ખુલ્લી શકે છે. ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીએ ઈસ્લામિક અને અરબ દેશોને કહ્યું કે તે ઈઝરાયેલની વિરૂદ્ધ યુદ્ધમાં સાથ આપે.
આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં જમાન મસ્જિદમાં બોંબ બ્લાસ્ટ, 15 નમાજીઓના મોત, અનેક ઘાયલ
તમને જણાવી દઈએ કે લેબનાનનું સંગઠન હિજબુલ્લાહ પણ ચરમપંથી સંગઠન હમાસનો સાથ આપી રહ્યું છે. હિજબુલ્લાહના લોકો પણ ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યા છે. ત્યારે લેબનાન અને ઈઝરાયેલની વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ઈઝરાયેલ આ કારણે ગાઝાની સાથે લેબનાન પર પણ હવાઈ હુમલા કરી રહ્યું છે.
ત્યારે સવાલ એ પણ છે કે ઈરાનની આ ધમકીને વિશ્વ યુદ્ધની વોર્નિગ માનવામાં આવે કારણ કે ઈઝરાયેલને અમેરિકા સાથ આપી રહ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન ઈઝરાયેલના પ્રવાસ પર છે.
ઈઝરાયેલની પાસે આવેલા જોર્ડનમાં પણ હજારો લોકો ગાઝા માટે એકતા પ્રદર્શન કરી રહ્યા છે. ગાઝા માટે જોર્ડનની રાજધાનીમાં સરઘસો કાઢવામાં આવી રહ્યા છે. આ બધાની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ ગાઝા પર ઈઝરાયેલની એર સ્ટ્રાઈક અને સૈન્ય કાર્યવાહી પર સવાલો ઉઠવ્યા છે. પુતિને કહ્યું કે ગાઝામાં સામાન્ય લોકોના મોતનો સ્વીકાર ના કરી શકાય. ત્યારે ઈઝરાયેલ અને હમાસની વચ્ચેનું આ યુદ્ધ મહાયુદ્ધમાં ફેરવાઈ રહ્યું છે.
ગાઝામાં ઈઝરાયેલની સેનાની એન્ટ્રી
ઈઝરાયેલની સેના શુક્રવારે ગાઝા પટ્ટીમાં ઘુસી ચૂકી છે. IDFનું કહેવું છે કે તેમની સેના ગાઝામાં એન્ટ્રી લઈ ચૂકી છે. તે હમાસ દ્વારા બંધક બનાવેલા નાગરિકોને છોડાવવાની કાર્યવાહી કરશે.
ગાઝા પટ્ટી ખાલી કરવા આપ્યું અલ્ટીમેટમ
હમાસ સામેના જંગમાં ઈઝરાયેલની સેનાએ ગાઝા પટ્ટીમાં રહેતા લોકોને ઉત્તરી ગાઝા ખાલી કરવા માટે 24 કલાકનું અલ્ટીમેટમ આપી દીધુ છે. ત્યારબાદ ગાઝામાં અફરાતફરીનો માહોલ છે. ગાઝાના લોકો દક્ષિણ ગાઝા તરફ જઈ રહ્યા છે. ગાઝા પટ્ટીથી એવી કોઈ તસ્વીરો સામે આવી રહી નથી કે જેમાં ઈઝરાયેલની ચેતવણી બાદ ત્યાંના સ્થાનિક લોકો ગાઝા જવા રવાના થઈ રહ્યા હોય. વાહનોમાં ભરેલો સામાન જોઈને સમજી શકાય છે કે લોકો પોતાનું ઘર છોડીને સુરક્ષિત સ્થળની શોધમાં નીકળી પડ્યા છે.
તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબરે શરૂ થયેલા આ યુદ્ધ બાદ અત્યાર સુધીમાં 22000થી વધુ ઈમારતો નષ્ટ થઈ ગઈ છે. 10 હોસ્પિટલ અને 48 સ્કૂલ પર ઈઝરાયેલે બોમ્બમારો કર્યો છે. ગાઝામાં મૃતકોની સંખ્યા 1400થી વધારે છે. તેમાં 447 બાળકો પણ સામેલ છે. UN મુજબ ગાઝામાં 3 લાખથી વધારે લોકો ઘર છોડવા મજબૂર બન્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો