ઈઝરાયલ પર હમાસના ત્રાસવાદીઓએ કરેલા હુમલા વચ્ચે ઈઝરાયલે વળતો હુમલો કરી દેતા ગાઝા પટ્ટી વિસ્તારમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. હુમલાની ઘટના વચ્ચે હવે લેબેનોને પણ યુદ્ધમાં ઝુકાવ્યુ છે અને તેણે ઈઝરાયલ પર રોકેટ વડે હુમલો કરી દેતા લેબેનોન- ઈઝરાયલની સીમારેખા પર ભારે તણાવની સ્થિતિ સર્જાઈ છે. એટલે કે હાલના તબક્કે ઈઝરાયેલ હમાસની સાથોસાથ લેબેનોનને પણ ટક્કર આપી રહ્યું છે.
લેબેનોન અને ઈઝરાયલ વચ્ચેના વિવાદની વાત કરીએ તો બંને દેશો સમુદ્રની સરહદને લઈ વિવાદમાં હતા જો કે પાછળથી આ વિવાદ કાગળ પર ઉકેલાઈ ગયો હતો. હવે બીજો વિવાદ શેબા ફાર્મને લઈ ઉભો છે કે જ્યાં હિઝબુલ્લાહ આ વિસ્તારમાં હુમલાઓ કરી રહ્યું છે
હવે જ્યારે વાત વોર ઝોનની અને વોરની ચાલી રહી છે ત્યારે આવી ઈન્ટરનેશનલ ઘટના, કરંટ અફેર્સને જાણવું જરૂરી બને છે. પરીક્ષામાં આવા પ્રકારના સવાલો પુછાતા રહે છે તેને લઈ ઘણીવાર જાણવું જરૂરી બની જાય છે કેમકે પરીક્ષામાં પુછવામાં આવતા સવાલમાં યુદ્ધના પરિણામ પર ખાસ પુછવામાં આવે છે. પાડાશી દેશો સાથેના સંબંધ, દેશો વચ્ચેના તણાવ પર સવાલો કેન્દ્રિત હોય છે. કહેવાનો મતલબ કે આંતરરાષ્ટ્રીય અફેર્સ જ તેના કેન્દ્ર સ્થાને હોય છે. આ સમાચારમાં અમે આપને જણાવીશું ઈઝરાયેલ-લેબનોન સંબંધો, હિઝબુલ્લાહની ભૂમિકા, બંને દેશો વચ્ચેના તણાવના કારણો વગેરે સંબંધિત પ્રશ્નોના જવાબ અને લેબનોનની આંતરિક વ્યવસ્થા, અહીં સરકાર કેવી રીતે ચાલે છે?
લેબેનોન હંમેશા ઈઝરાયલ પર દરિયાઈ જગ્યા પડાવી લેવાનો આરોપ લગાડતું રહ્યું છે. 8 દાયકા પહેલા આઝાદ થયેલા દેશ સાથે ગરીબી આજે પણ જોડાયેલી રહી છે. દક્ષિણ લેબનોન, બેરૂત વગેરે જેવા શિયા જાતીનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં હિઝબુલ્લાહનો પ્રભાવ છે. જણાવવું રહ્યું કે 1978ની સાલમાં ઈઝરાયેલે દક્ષિણ લેબેનોન પર કબજો કર્યો હતો અને તે જ વિવાદનું કારણ પણ બની રહ્યું છે.
લેબેનોનમાં હિજબુલ્લાહની મધ્યસ્થીએ જ દશની બહાર યુદ્ધની સ્થિતિનું નિર્માણ કરી દીધું છે. અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોની નજરમાં આ સંગઠન આતંકવાદી જ છે. લેબેનોન પાસે અલગ સશસ્ત્ર દળ હોવા છતા પણ તે સામાજીક અને રાજકીય ભાગીદારીના ખેલમાંથી બહાર નથી આવી રહ્યું.