કુખ્યાત આતંકી સંગઠન ISISને 1 વર્ષમાં બીજો મોટો ઝટકો, ચીફ અબૂ હસનનું મોત

|

Nov 30, 2022 | 11:31 PM

જણાવી દઈએ કે વર્ષ 2014માં ISISએ ઈરાક અને સીરિયામાં મોટા સ્તર પર કબ્જો કર્યો હતો પણ ધીમે-ધીમે તેનું વર્ચસ્વ ઘટતું ગયું. 2017માં ઈરાકમાં અને બે વર્ષ બાદ સિરિયામાં હારી ગયો હતો.

કુખ્યાત આતંકી સંગઠન ISISને 1 વર્ષમાં બીજો મોટો ઝટકો, ચીફ અબૂ હસનનું મોત
Image Credit source: File Image

Follow us on

કુખ્યાત આતંકી સંગઠન ઈસ્લામિક ઈસ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરિયા એટલે કે ISISનો નવો ચીફ અબૂ અલ હસન અલ હાશમી અલ કુરેશી માર્યો ગયો છે. તેની જાણકારી ઈસ્લામિક સ્ટેટ જિહાદી ગ્રુપે આપતા કહ્યું કે એક જંગ દરમિયાન કુરેશીનું મોત થયું છે. એક જ વર્ષમાં આતંકી સંગઠનને બીજો ઝટકો છે. તમને જણાવી દઈએ કે સંગઠને પોતાના નવા ચીફની જાહેરાત પણ કરી દીધી છે.

સુરક્ષા એજન્સીઓ હાલમાં ISISની તમામ ગતિવિધીઓ પર નજર રાખી રહી છે. તેના કારણે જ આ વર્ષની શરૂઆતમાં અમેરિકી હુમલામાં ISISનો જુનો ચીફ અબુ ઈબ્રાહિમ અલ કુરેશીના પર મારી નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ જ અબૂ હસન અલ હાશિમીએ આ પદ સંભાળ્યું હતું પણ હવે તેનું પણ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા છે.

જણાવી દઈએ કે વર્ષ 2014માં ISISએ ઈરાક અને સીરિયામાં મોટા સ્તર પર કબ્જો કર્યો હતો પણ ધીમે-ધીમે તેનું વર્ચસ્વ ઘટતું ગયું. 2017માં ઈરાકમાં અને બે વર્ષ બાદ સિરિયામાં હારી ગયો હતો પણ સુન્ની મુસ્લિમ ચરમપંથી સમૂહે સ્લીપર સેલ હાલમાં પણ બંને દેશમાં હુમલા કરે છે.

થોડા દિવસ પહેલા જ અજીત ડોભાલે આતંકવાદને લીધું હતું આડા હાથે

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે, ઉલેમાઓના એક કાર્યક્રમમાં કહ્યુ કે, ISIS પ્રેરિત કે સરહદ પારનો આતંકવાદ માનવ જીવન માટે ખતરારૂપ છે. આતંકવાદને આડા હાથે લેતા તેમણે કહ્યું કે, ધર્મના વાસ્તવિક સંદેશને પ્રસરાવવા ઉપર ભાર આપવો જોઈએ. ધર્મના આધારે આતંકને યોગ્ય ગણાવનારાઓને ક્યારેય માફ કરવા જોઈએ નહીં.

ભારત અને ઈન્ડોનેશિયામાં આંતર-ધાર્મિક શાંતિ અને સામાજિક સમરસતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ઉલેમાની ભૂમિકા પર રાષ્ટ્રીય રાજધાની દિલ્લીમાં એક કોન્ફરન્સને સંબોધતા, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલે કહ્યું કે, “જેમ તમે બધા જાણો છો તેમ, ભારત અને ઈન્ડોનેશિયા બન્ને આતંકવાદ અને અલગતાવાદનો શિકાર છે. સરહદ પાર અને ISIS પ્રેરિત આતંકવાદની ઘટના માનવ જીવન માટે મોટો ખતરો છે. “આઇએસઆઇએસ દ્વારા પ્રેરિત વ્યક્તિગત આતંકવાદી જૂથો અને સીરિયા અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી પાછા ફરતા લોકોના જોખમનો સામનો કરવા માટે નાગરિક તેમજ સમાજનો સહકાર અત્યંત જરૂરી છે.”

Published On - 11:24 pm, Wed, 30 November 22

Next Article