AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: લાઈવ ન્યૂઝ રૂમમાં ધણધણી ઊઠી AK-47 ! ટ્રમ્પની ધમકી બાદ ઈરાનમાં એન્કરોએ હાથમાં લીધી ‘બંદૂક’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી સૈન્ય ધમકી બાદ ઈરાનમાં ચિંતા અને ગંભીર માહોલ જોવા મળી રહ્યો છે. અમેરિકાના સંભવિત આક્રમણ સામે દેશની રક્ષા કરવા માટે હવે ત્યાંની આમ જનતા હથિયારો ચલાવતા શીખી રહી છે.

Breaking News: લાઈવ ન્યૂઝ રૂમમાં ધણધણી ઊઠી AK-47 ! ટ્રમ્પની ધમકી બાદ ઈરાનમાં એન્કરોએ હાથમાં લીધી 'બંદૂક'
| Updated on: May 18, 2026 | 7:25 PM
Share

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી ધમકી બાદ ઈરાનના લોકોમાં ડરનો માહોલ છે. ઈરાનની આમ જનતા હવે AK-47 જેવા ખતરનાક હથિયારો ચલાવતા શીખી રહી છે. આ હથિયારો ટીવી ન્યૂઝ ચેનલના એન્કરો સ્ટુડિયોમાંથી ચલાવતા શીખવાડી રહ્યા છે. તેમની સાથે IRGC (ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ના નિષ્ણાતો હાજર રહે છે. આનું લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે, જેથી ઈરાનની આમ જનતા તેને ફોલો કરે અને અમેરિકા સામે હથિયાર લઈને એકજૂથ થાય.

છેલ્લા કેટલાક દિવસોમાં તેહરાનથી ઘણા પ્રકારના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. આમાં જાહેર સ્થળો પર લોકો બંદૂક ચલાવવાની ટ્રેનિંગ લેતા જોવા મળી રહ્યા છે. આમાં સામાન્ય નાગરિકોથી લઈને ટીવી ન્યૂઝના મોટા પત્રકારો અને એન્કરો પણ છે. આ એ વાતનો સંકેત છે કે, ઈરાનના અધિકારીઓ અમેરિકી સૈનિકો દ્વારા સંભવિત જમીની આક્રમણ માટે લોકોને તૈયાર કરી રહ્યા છે.

એન્કરે LIVE દરમિયાન રાઈફલથી ગોળી ચલાવી

ઈરાની સરકારી ટેલિવિઝનની વીડિયો ક્લિપ્સમાં દર્શકોને રાઈફલ ચલાવતા શીખવવામાં આવી રહ્યું છે. એક વાયરલ ક્લિપમાં, સરકારી ચેનલ ‘ઓફોગ’ ના એન્કર હુસૈન હુસૈનીએ લાઈવ પ્રસારણ દરમિયાન સ્ટુડિયોમાં પોતાની રાઈફલથી ગોળી ચલાવી હતી. તેમણે આ ઘટના એવા સમયે કરી, જ્યારે તેઓ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના એક નકાબપોશ સભ્ય પાસેથી હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લઈ રહ્યા હતા.

એન્કરે બંને હાથમાં AK-47 પકડી

અન્ય એક વાયરલ વીડિયોમાં, ચેનલ 3ની મહિલા એન્કર મોબીના નાસિરીએ બંને હાથમાં અસોલ્ટ રાઈફલ પકડીને દર્શકોને સંબોધિત કર્યા હતા. તેમણે દર્શકોને કહ્યું, ‘તેમણે (IRGC) મને એક હથિયાર મોકલેલ છે, જેથી હું પણ તમારા બધાની જેમ તેને ચલાવતા શીખી શકું.’ તેમણે આગળ કહ્યું કે, ‘આ પ્રસારણના માધ્યમથી હું જાહેરાત કરું છું કે, હું મારા દેશ માટે મારા જીવનું બલિદાન આપવા તૈયાર છું.’

નાના-નાના બાળકોને બંદૂક ચલાવતા શીખવવામાં આવી રહ્યું છે

અલ જઝીરાના એક અહેવાલ મુજબ, ઘણા શહેરોની મસ્જિદોમાં નાગરિકો માટે હળવા હથિયારો પર સંરક્ષણ તાલીમ સત્રો (ડિફેન્સ ટ્રેનિંગ સેશન) આયોજિત કરવામાં આવ્યા છે. કેટલીક એવી તસવીરો પણ સામે આવી છે, જેમાં નાના-નાના બાળકો પણ બંદૂક ચલાવતા શીખી રહ્યા છે.

દેશની રક્ષા માટે જનતાની તૈયારીનો ભાગ

સરકારી ટેલિવિઝને હથિયાર ચલાવવાની ક્લિપ પ્રસારિત કરી છે. સાથે જ કહ્યું છે કે, આ દેશની રક્ષા માટે જનતાની તૈયારીઓનો એક ભાગ છે. સીએનએનના એક અહેવાલ અનુસાર, ઓફોગ ન્યૂઝે 15 થી 16 મે દરમિયાન લાઈવ પ્રોગ્રામમાં શૂટિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ પ્રસારિત કર્યો હતો.

ટ્રમ્પે ઈરાનને આપી ‘નવી ધમકી’

તમને જણાવી દઈએ કે, ઈરાનના લોકોમાં AK-47 જેવા ખતરનાક હથિયાર ચલાવવાની આ ઝુંબેશ ટ્રમ્પની નવી ધમકી બાદ શરૂ થઈ છે. ટ્રમ્પે યુદ્ધવિરામના જોખમ વચ્ચે ફરીથી સૈન્ય કાર્યવાહીની ધમકી આપી છે. રવિવારે ટ્રમ્પે ધમકી આપતા કહ્યું હતું કે, ‘ઈરાન માટે સમય ઝડપથી વીતી રહ્યો છે. તેમણે વહેલી તકે પગલાં લેવા જોઈએ, નહીં તો તેમનું કંઈ જ બચશે નહીં.’ આ સાથે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, ‘સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે.’

VIDEO: ફાઈટર જેટ ક્રેશ ! એર શો દરમિયાન હવામાં અથડાયા 2 લડાકુ વિમાન, જોતજોતામાં તો આગથી થયા ભસ્મીભૂત

Follow Us
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
ફાસ્ટેગની બબાલમાં કર્મચારીઓએ 'BJP નેતા'ને પાઇપ વડે ઝૂડી નાખ્યો
g clip-path="url(#clip0_868_265)">