Breaking News : ઈરાન ઈઝરાયેલ યુદ્ધ 23 દિવસ : મધ્ય પૂર્વના કયાં દેશમાં કેટલા લોકો મર્યાં ?

ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેના ફાટી નીકળેલા ભીષણ યુદ્ધે, સમગ્ર વિશ્વને અસર કરી છે. આ યુદ્ધમાં લાખો લોકો ઘાયલ થયા છે અને હજારો લોકોના જીવ ગયા છે. આ યુદ્ધ માત્ર ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા પર જ નહીં પરંતુ લેબનોન અને ઇરાક સહિત પડોશી મધ્ય પૂર્વીય દેશ ઉપર પણ વિનાશ સર્જાયો છે.

Breaking News : ઈરાન ઈઝરાયેલ યુદ્ધ 23 દિવસ : મધ્ય પૂર્વના કયાં દેશમાં કેટલા લોકો મર્યાં ?
| Edited By: | Updated on: Mar 22, 2026 | 8:32 AM

ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી છે. ત્રણ દેશ વચ્ચેના યુદ્ધથી, લાખો લોકો પ્રભાવિત થયા છે. જ્યારે હજારો લોકોએ આજ સુધી પોતાના જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધમાં માત્ર ઈરાનના લોકો જ નહીં પરંતુ યુનાઇટેડ સ્ટેટ્સ, ઈઝરાયલ અને અન્ય પડોશી દેશોના નાગરિકોના પણ મોત થયા છે.

આજ સુધીમાં, ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલાઓમાં 1,444 લોકો માર્યા ગયા છે. બીજી બાજુ, 20,984 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેઓ હાલમાં સારવાર હેઠળ છે. જો કે, યુદ્ધ હજુ પણ યથાવત હોવાના કારણે, ઈજાગ્રસ્તો પૂરતી તબીબી સારવાર મેળવવામાં ઘણીબધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

આ યુદ્ધની અસર ઈરાનના પડોશી દેશો ઉપર પણ પડી છે. લેબનોનમાં, અત્યાર સુધીમાં 1,024 લોકો માર્યા ગયા છે, જ્યારે 2,740 ઘાયલ થયા છે. દરમિયાન, ઇરાકમાં, મૃત્યુઆંક 61 નોંધાયો છે. ઈરાકમાં પણ મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

ઇઝરાયલ અને અમેરિકામાં શું પરિસ્થિતિ છે?

ઈરાન પર ગત 28 ફેબ્રુઆરીએ હુમલો કરવાની સાથે જ, ઇઝરાયલ અને અમેરિકાએ સતત વિજયનો દાવો કર્યો છે. જો કે, ઇરાને બદલો લેવાના ભાગરૂપે બંને દેશને નોંધપાત્ર નુકસાન પહોચાડ્યું છે. એકલા ઇઝરાયલમાં, અત્યાર સુધીમાં 18 લોકો માર્યા ગયા છે. જેમાં દક્ષિણ લેબનોનમાં બે સૈનિકોના મૃત્યુનો પણ સમાવેશ થાય છે. વધુમાં, આ હુમલાઓના પરિણામે અસંખ્ય ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ છે.

અમેરિકાની વાત કરીએ તો, આજ સુધી ઘણા સૈનિકોએ તેમના જીવ ગુમાવ્યા છે. તેમાંથી, ઈરાન સામેની કાર્યવાહી દરમિયાન સાત લોકો માર્યા ગયા હતા, જ્યારે ઇરાક પર રિફ્યુઅલિંગ એરક્રાફ્ટ ક્રેશમાં છ લોકો માર્યા ગયા હતા.

આ દેશ પર પણ યુદ્ધની અસર

  • UAE: યુદ્ધે ઈરાન અને ઈઝરાયલની આસપાસના પ્રદેશના દરેક દેશને ઘેરી લીધો છે. યુએઈમાં અત્યાર સુધીમાં આઠ લોકો માર્યા ગયા છે, જેમાં બે સૈનિકોનો સમાવેશ થાય છે.
  • Kuwait: કુવૈતમાં છ લોકો માર્યા ગયા છે. જેમાં ગૃહ મંત્રાલયના બે અધિકારીઓ અને બે સૈન્ય સૈનિકોનો સમાવેશ થાય છે.
  • Syria: સીરિયામાં ચાર લોકો માર્યા ગયા છે.
  • Palestine: પેલેસ્ટાઇનના કબજા હેઠળના વેસ્ટ બેંકમાં ચાર લોકો માર્યા ગયા છે.
  • Oman: ઓમાનમાં ત્રણ લોકો માર્યા ગયા છે.
  • Saudi Arabia: બે લોકો માર્યા ગયા છે.
  • Bahrain: બે લોકો માર્યા ગયા છે.
  • France: ઉત્તરી ઇરાકમાં એક ફ્રેન્ચ સૈનિક માર્યો ગયો છે અને છ અન્ય ઘાયલ થયા છે.
  • Jordan: 28 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
  • Qatar: 16 લોકો ઘાયલ થયા છે.

એકંદરે, આ યુદ્ધે મધ્ય પૂર્વના દરેક દેશને ઘેરી લીધો છે. તેના પરિણામે માત્ર માનવ ખુવારીનું નુકસાન થયું નથી, પરંતુ આર્થિક પરિસ્થિતિ પણ ઝડપથી બદલાઈ રહી છે.

Breaking news : મધ્ય પૂર્વમાં મોટું સંકટ ! ઈરાનના પરમાણુ સ્થળ, નાતાન્ઝ પરના હુમલાથી રશિયા ગુસ્સે ભરાયું. શું યુદ્ધ વધશે?

Follow Us
Loading...
Unable to load recommendations.