Breaking News: “અમને છેડશો તો જડબાતોડ જવાબ આપીશું”, રાષ્ટ્રપતિ પેજેશ્કિયનની દુશ્મનોને ‘છેલ્લી વોર્નિંગ’

ઈઝરાયેલ અને અમેરિકા સામેના જંગને એક મહિનો પૂરો થતા જ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયને દુનિયાને હચમચાવી દે તેવું મોટું નિવેદન આપ્યું છે. તેમણે સીધી ચેતવણી આપી છે કે, ઈરાન ક્યારેય સામેથી હુમલો કરતું નથી પરંતુ જો તેના આર્થિક કેન્દ્રો કે પાયાના માળખાને નિશાન બનાવવામાં આવશે, તો તેનો જવાબ અત્યંત કઠોર હશે.

Breaking News: અમને છેડશો તો જડબાતોડ જવાબ આપીશું, રાષ્ટ્રપતિ પેજેશ્કિયનની દુશ્મનોને છેલ્લી વોર્નિંગ
| Updated on: Mar 28, 2026 | 8:38 PM

ઇઝરાયેલ-અમેરિકા સાથેના જંગને એક મહિનો પૂર્ણ થવા પર ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે દુશ્મનોને ચેતવણી આપતા કહ્યું કે, અમે પહેલા હુમલો કરતા નથી પરંતુ જો કોઈ અમને નિશાન બનાવવાનો પ્રયાસ કરશે, તો અમે તેનો જડબાતોડ જવાબ આપીશું. તેમણે મિડલ-ઇસ્ટના દેશોને પણ ધમકી આપતા જણાવ્યું કે, જો તમે તમારી સુરક્ષા ઈચ્છતા હોવ તો તમારા દેશની ધરતીનો ઉપયોગ અમારા દુશ્મનોને કરવા ન દો.

એક્સ (X) પર રાષ્ટ્રપતિ પેજેશ્કિયનની પોસ્ટ

ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયનએ એક્સ પર પોસ્ટ કરી કે, “અમે ઘણી વખત કહી ચૂક્યા છીએ કે, ઇરાન પહેલા હુમલો કરતું નથી પરંતુ જો અમારા પાયાના માળખા (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) અથવા આર્થિક કેન્દ્રોને નિશાન બનાવવામાં આવશે, તો અમે કડક જવાબી કાર્યવાહી કરીશું. પ્રાદેશિક દેશો (મિડલ-ઇસ્ટ) ને અમે કહેવા માંગીએ છીએ કે, જો તમે વિકાસ અને સુરક્ષા ઈચ્છો છો, તો તમારા દેશની ભૂમિ પરથી અમારા દુશ્મનોને યુદ્ધ ચલાવવા ન દો.”

અમેરિકી બેઝને નિશાન બનાવી રહ્યું છે ‘ઇરાન’

જણાવી દઈએ કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ તેહરાન પર કરવામાં આવેલા હુમલા બાદથી જ તેહરાન બંને દુશ્મનોના ઠેકાણાઓ પર આકરા પ્રહારો કરી રહ્યું છે. ઇરાન મિડલ-ઇસ્ટના મુખ્ય દેશો જેવા કે સાઉદી અરેબિયા, યુએઈ, બહેરીન, ઓમાન અને કતારમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ તેમજ ઊર્જા ઠેકાણાઓને સતત મિસાઈલ-ડ્રોન હુમલાઓથી નિશાન બનાવી રહ્યું છે. એક અહેવાલ મુજબ, મિડલ-ઇસ્ટમાં અમેરિકાના 13 સૈન્ય બેઝ ઇરાની હુમલાઓ સહન કર્યા બાદ હવે રહેવા લાયક રહ્યા નથી. અમેરિકા માટે આ એક ઘણો મોટો ફટકો છે.

Breaking News: પાકિસ્તાનનો ‘ભીખ’ માંગવામાં વર્લ્ડ રેકોર્ડ! ફરી એકવાર IMF સામે કટોરો ધરીને મેળવી અબજોની મદદ

Published On - 8:35 pm, Sat, 28 March 26

Follow Us