Salman Rushdies પર ઈરાને રાખ્યું હતું ઈનામ, હવે છરી વડે જીવલેણ હુમલો કરાયો, વાંચો 10 મોટા અપડેટ્સ

|

Aug 13, 2022 | 7:41 AM

સલમાન રશ્દી (Salman Rushdies) એક 'વિવાદાસ્પદ લેખક' તરીકે ઓળખાય છે. 75 વર્ષીય રશ્દીને તેમના લખાણના કારણે અગાઉ પણ ધમકીઓ મળી ચુકી છે. અહીં વાંચો સલમાન રશ્દી પર હુમલા સાથે જોડાયેલા 10 મોટા અપડેટ્સ...

Salman Rushdies પર ઈરાને રાખ્યું હતું ઈનામ, હવે છરી વડે જીવલેણ હુમલો કરાયો, વાંચો 10 મોટા અપડેટ્સ
Salman Rushdies

Follow us on

શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્કમાં (NewYork) એક કાર્યક્રમ દરમિયાન લેખક સલમાન રશ્દીના ગળામાં ચાકુ મારવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. સલમાન રશ્દી (Salman Rushdies) એક ‘વિવાદાસ્પદ લેખક’ તરીકે ઓળખાય છે. 75 વર્ષીય રશ્દીને તેમના લખાણના કારણે અગાઉ પણ ધમકીઓ મળી ચુકી છે. અહીં વાંચો સલમાન રશ્દી પરના હુમલા સાથે જોડાયેલી 10 મોટી વાતો…

  1. ન્યૂયોર્ક પોલીસે સલમાન રશ્દી પર ઘાતક હુમલાની પુષ્ટિ કરી છે. ગંભીર રીતે ઘાયલ રશ્દીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જો કે હાલ તેમની હાલત સ્થિર છે અને તેઓ જીવિત છે. ન્યૂ યોર્ક રાજ્યના ગવર્નર કૈથી હોચુલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “તે જીવિત છે અને તેને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવ્યા છે, એરલિફ્ટ કરવામાં આવ્યો છે… ઇવેન્ટના મધ્યસ્થ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો; તેની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.”
  2. સલમાન રશ્દીને ચાકુ મારતા જ તે જમીન પર પડી ગયો હતો. જો કે રશ્દીને અમેરિકામાં કોઈપણ ઈવેન્ટ દરમિયાન પોલીસ પ્રોટેક્શન મળતું હતું. હુમલાના થોડા સમય પહેલા, સલમાન રશ્દીએ એક મેઇલ લખીને અમેરિકન સંસ્થાને યુક્રેનિયન લેખકોને મદદ કરવા વિનંતી કરી હતી.
  3. રશ્દી પર હુમલો સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 8.30 વાગ્યે) થયો હતો. રશ્દી બોલવા માટે સ્ટેજ પર હતા અને તેમનો પરિચય થઈ રહ્યો હતો. હંમેશની જેમ, આ વખતે પણ ન્યૂયોર્કના ગ્રામીણ વિસ્તારમાં આવેલી ચૌટૌકા સંસ્થામાં સમરટાઇમ લેક્ચર સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હતું. રશ્દી પહેલા પણ ત્યાં ભાષણ આપી ચૂક્યા છે.
  4. દિલ્હીના બ્રિટિશ લેખક, વિલિયમ ડેલરીમ્પલે સૌપ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, “સાહિત્ય માટે, અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે અને દરેક જગ્યાએ લેખકો માટે ભયંકર દિવસ. બિચારા સલમાન, હું પ્રાર્થના કરું છું કે તેને ઈજા ન થાય અને તે જલ્દી સાજો થઈ જાય.”
  5. મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
    કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
    IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
    રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
    આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
    1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
  6. રશ્દી, 75, ખાસ કરીને 1980ના દાયકાના અંતમાં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ધ સેટેનિક વર્સિસના વિવાદમાં ફસાયેલા હતા. રશ્દી પર ઈરાનમાં 1988થી પ્રતિબંધ હતો. આ પુસ્તક માટે તેમના પર ઈશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઈરાનના ટોચના નેતાઓએ તેમનું માથું કાપવાની ધમકી આપી હતી અને જેઓ કરશે તેમને ઈનામ આપવાનું વચન પણ આપ્યું હતું. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલાના તાર ઈરાન સાથે સંબંધિત છે કે કેમ.
  7. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક રશ્દી છેલ્લા 20 વર્ષથી અમેરિકામાં રહે છે.
  8. તેમની પ્રથમ નવલકથા 1975માં લોન્ચ થઈ હતી, પરંતુ તેમની મૂળ કૃતિઓ પૈકીની એક છે આધુનિક ભારત, મિડનાઈટ ચિલ્ડ્રન (1981), જેના માટે તેમણે બુકર પ્રાઈઝ પણ જીત્યું હતું.
  9. તેમના ચોથા પુસ્તક, ધ સેટેનિક વર્સિસ (1988) ના પ્રકાશન પછી તેઓ વિવાદમાં ફસાયા. આ પછી તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. આમ છતાં સલમાન રશ્દીએ પુસ્તક લખવાનું ચાલુ રાખ્યું હતું. તેમણે 1990ના દાયકામાં અનેક નવલકથાઓ લખી હતી. ખાસ કરીને તેને ઈરાન તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.
  10. 2007માં, તેમને સાહિત્યની સેવાઓ માટે ક્વીન એલિઝાબેથ બીજા દ્વારા ‘સર’નું ઔપચારિક બિરુદ આપવામાં આવ્યું હતું. તેમણે નોન-ફિક્શન સહિત એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યા છે.
  11. 2012માં ઈરાની એક ધાર્મિક સંસ્થાએ તેના માટે નવા ઈનામની જાહેરાત કરી હતી. ધાર્મિક સંગઠને ખુલ્લેઆમ રશ્દીનું માથું કાપી નાખવાની ધમકી આપી હતી. તે જ વર્ષે તેણે ફતવા વિશે એક સંસ્મરણ પ્રકાશિત કર્યું, જોસેફ એન્ટોન, જે નામ તેણે છુપાઈને વાપર્યું હતું.

Published On - 7:14 am, Sat, 13 August 22

Next Article