Breaking News : ઈરાનને કર્યો દાવો, ફુંકી મારેલા F-35 ફાઈટર જેટનો પાયલોટ અમારા કબજામાં, બચાવવા આવેલ હેલિકોપ્ટરને પણ તોડી નાખ્યું

ઈરાને દાવો કર્યો છે કે, તેમણે યુએસ એફ-35 ફાઇટર જેટ તોડી પાડ્યું છે. તોડી પાડેલા એફ-35 ફાયટર જેટનો પાયલોટ હાલ અમારી કસ્ટડીમાં છે. ઈરાને વધુમાં એવો પણ દાવો કર્યો છે કે, પાયલોટને બચાવવા આવી પહોંચેલા યુએસ હેલિકોપ્ટરને પણ તોડી પાડવામાં આવ્યું છે. જો કે, ઈરાનના આ દાવા અંગે, અમેરિકાએ હજુ સુધી કોઈ જ પ્રતિભાવ આપ્યો નથી.

Breaking News : ઈરાનને કર્યો દાવો, ફુંકી મારેલા F-35 ફાઈટર જેટનો પાયલોટ અમારા કબજામાં, બચાવવા આવેલ હેલિકોપ્ટરને પણ તોડી નાખ્યું
| Edited By: | Updated on: Apr 03, 2026 | 6:37 PM

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, ઈરાને એક મોટો દાવો કર્યો છે. ઈરાનના સરકારી મીડિયાના અહેવાલ અનુસાર, ઈરાનની સેનાએ વધુ એક યુએસ ફાઇટર જેટને આકાશમાં જ તોડી પાડ્યું છે. એવા અહેવાલ છે કે આ એક અત્યંત અદ્યતન યુએસ એફ-35 કોમ્બેટ એરક્રાફ્ટ હતું, જેને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા તેની હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને નિશાન બનાવવામાં આવ્યું હતું. ઈરાને એમ પણ કહ્યું છે કે, તોડી પાડેલા ફાઈટર જેટના પાયલોટને બચાવવા પાછળને પાછળ આવી પહોંચેલા યુએસ બ્લેક હોક હેલિકોપ્ટરને પણ તોડી પાડવામાં આવ્યું છે. કેટલાક લીક થયેલા ફોટોગ્રાફ્સના આધારે, એવું અહેવાલ છે કે યુએસએ એક C-130 એરક્રાફ્ટ અને ચાર બ્લેક હોક હેલિકોપ્ટર ઈરાની ક્ષેત્રમાં મોકલ્યા હતા. ઈરાની સેનાએ આ વિમાનો સામે કાર્યવાહી કરી હતી.

ઈરાનની સ્થાનિક ન્યૂઝ એજન્સીના એક પત્રકારે જણાવ્યું હતું કેસ, F-35 જેટ તોડી પાડવામાં આવ્યા પછી, પાઇલટ બહાર નીકળી ગયો અને ઈરાનની ધરતી પર ઉતર્યો હતો. ત્યારથી, પાઇલટની સ્થિતિ અંગે વિરોધાભાસી દાવાઓ સામે આવી રહ્યા છે. કેટલાક અહેવાલો સૂચવે છે કે, પાઇલટને ઈરાની સૈન્ય દ્વારા પકડી લેવામાં આવ્યો છે, જ્યારે કેટલાક અહેવાલો સૂચવે છે કે, જેટ ક્રેશ થતાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં પાઇલટના બચવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ઈરાનના સરકારી મીડિયા આઉટલેટ્સ, પ્રેસ ટીવી અને IRIB એ પણ અહેવાલ આપ્યો છે કે, જેટ ઉપર થયેલ હુમલાથી એક મોટો વિસ્ફોટ થયો હતો, જેના કારણે પાઇલટના બચવાની આશા બહુ જ ઓછી થઈ ગઈ છે.

બીજું યુએસ F-35 તોડી પાડવામાં આવ્યું?

ઈરાનના ખાતમ અલ-અંબિયા લશ્કરી મુખ્યાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, મધ્ય ઈરાનમાં તોડી પાડવામાં આવેલ આ બીજું F-35 જેટ છે. પ્રવક્તાએ નોંધ્યું હતું કે આ કાર્યવાહી IRGC ની નવી અને અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. જો કે, યુનાઇટેડ સ્ટેટ્સે હજુ સુધી ઈરાનના દાવાઓ સામે સત્તાવાર પ્રતિભાવ આપ્યો નથી. દરમિયાન, એક તુર્કી મીડિયા અહેવાલ સૂચવે છે કે, જે પ્રકારે દાવો કરવામાં આવી રહ્યો છે તેમાં જેટ F-35ને બદલે F-15E હોઈ શકે છે. રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, યુ.એસ. એરફોર્સના હેલિકોપ્ટર અને વિમાનો પાઇલટને શોધવા અને બચાવવા માટે ઇરાની હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા.

19 માર્ચની ઘટનાની તપાસ ચાલુ

આ પહેલા, ગત 19 માર્ચે, ઇરાને પહેલી વાર યુ.એસ. એફ-35 જેટને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. જોકે, સીએનએનના અહેવાલ મુજબ, મિસાઇલ હુમલા બાદ જેટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું અને પાઇલટ સુરક્ષિત રહ્યો હતો. તે ઘટનાની પણ હાલમાં તપાસ ચાલી રહી છે. IRGCના જણાવ્યા અનુસાર, બીજો હુમલો સ્થાનિક સમય મુજબ 2.50 વાગ્યે થયો હતો. ઇરાને જણાવ્યું હતું કે જેટ ક્રેશ થયું હોવાની ખૂબ જ સંભાવના છે. વધુમાં, ઇરાને દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં યુ.એસ. અને ઇઝરાયલના 125 થી વધુ ડ્રોનને તોડી પાડ્યા છે. હાલમાં, આ દાવાઓમાંથી કોઈની સ્વતંત્ર રીતે ચકાસણી કરવામાં આવી નથી.

Breaking News: સર્વનાશ નક્કી… ઈરાન પલટવાર કરવા તૈયાર, હવે અમેરિકાના સાથી દેશોના ‘8 ગજાવર પુલ’ના ભુક્કા બોલાવશે

Follow Us