Iowa News: આયોવાની કેરોલ કાઉન્ટીમાં 150 થી વધુ પશુઓને ગેરકાયદે કેદ કરવામાં આવ્યા, એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા કરાયો બચાવ
ક્રિસ્ટીન પીટરસન અને અન્ય એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિમાં એક મોટો મુદ્દો એ છે કે તે માને છે કે અહીં કેટલાક વર્ષોથી કોઈ રહેતું નથી. પીટરસને સમજાવ્યું કે, સંપત્તિ પર કોઈ રહેતું નથી. મને એ પણ ખાતરી નથી કે તે દરરોજ પશુઓને ખવડાવે છે કે નહીં. શેરિફ પિંગ્રેએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં પશુઓ માટે ઘર શોધવાનું કામ કરી રહ્યા છે અને કેસ હજુ તપાસ હેઠળ છે.
આયોવાની (Iowa News) કેરોલ કાઉન્ટીમાં લેન્સબોરોની બહારની મિલકતમાંથી 100 થી વધુ શ્વાન, બકરા અને અન્ય પશુઓને સંડોવતા શંકાસ્પદ કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન તેને સલામત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સ્થાનિક રહેવાસી કેરોલિન માહોને જણાવ્યું હતું કે, મને આ જોઈને ખુબ દુ:ખ થયું છે. તમે પશુઓ સાથે આવો અત્યાચાર ન કરો. ઘટનાસ્થળના ફોટા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, પશુઓ ગંદી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
પશુઓની ચીસો સાંભળવા મળે છે
કેરોલિન મહોને કહ્યું કે, હું અહીં મારા ઘરની બહાર નિકળી હતી ત્યારે મને શ્વાન અને બકરાઓની ચીસો સંભળાય હતી. હું અને અન્ય આસપાસના લોકો જ્યારે પણ તેના નજીક જાય છે અથવા તમે તે જગ્યાએથી વાહન ચલાવો છો તો, તમને હંમેશા પશુઓની ચીસો સાંભળવા મળે છે. મહોને આગળ કહ્યું કે, આ અનુભવોએ જ તેને સત્તાવાળાઓને જાણ કરવાની ફરજ પાડી હતી.
100 થી વધુ શ્વાનને કેદ કરવામાં આવ્યા
કેરોલ કાઉન્ટી શેરિફ અને એનિમલ રેસ્ક્યુ ટીમે આ બાબતે જવાબ આપતા કહ્યુ હતું કે, હું તેનાથી ખૂબ જ ખુશ છું. તે જગ્યા પર 100 થી વધુ શ્વાન, અંદાજે 50 બકરા અને કેટલાક ઘોડાઓ તેમજ એક ગાય મળી આવી હતી. આ સંગ્રહખોરીનો ભયંકર કેસ હતો અને માલિક પપી મિલ ચલાવતો હતો. તેનો માલિક શ્વાનને બરાબર ખવડાવતો ન હતો અને તેઓની રહેવાની સ્થિતિ અત્યંત ખરાબ હતી.
ક્રિસ્ટીન પીટરસન અને અન્ય એક સ્થાનિક રહેવાસીના જણાવ્યા અનુસાર આ પરિસ્થિતિમાં એક મોટો મુદ્દો એ છે કે તે માને છે કે અહીં કેટલાક વર્ષોથી કોઈ રહેતું નથી. પીટરસને સમજાવ્યું કે, સંપત્તિ પર કોઈ રહેતું નથી. મને એ પણ ખાતરી નથી કે તે દરરોજ પશુઓને ખવડાવે છે કે નહીં. શેરિફ પિંગ્રેએ જણાવ્યું હતું કે, તેઓ હાલમાં પશુઓ માટે ઘર શોધવાનું કામ કરી રહ્યા છે અને કેસ હજુ તપાસ હેઠળ છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો