International News: બ્રિટનનો 112 વર્ષ જૂનો સ્ટોર કરાવશે યુગલોના લગ્ન, ઉઠાવશે તમામ ખર્ચ

આ તમામ વચ્ચે લંડન સ્થિત 112 વર્ષ જૂના ડિપાર્ટમેન્ટલ સ્ટોર સેલ્ફફ્રિજેસે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર યુગલોને લગ્ન કરાવવા એક નવો પ્રયાસ હાથ ધર્યો છે.

International News: બ્રિટનનો 112 વર્ષ જૂનો સ્ટોર કરાવશે યુગલોના લગ્ન, ઉઠાવશે તમામ ખર્ચ
સાંકેતિક તસ્વીર
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: May 13, 2021 | 10:13 PM

International News: કોરોના મહામારીમાં વિશ્વમાં લાખો લગ્ન રદ થઈ શક્યા નથી. લગ્નની તારીખ લંબાવવામાં આવી તો કોઈકે  કોઇપણ વ્યક્તિને બોલાવ્યા વગર માત્ર પરિવારજનોની ઉપસ્થિતિમાં લગ્ન બંધનમાં બંધાયા તો કેટલાક લોકોએ મહામારી ખતમ થયા બાદ લગ્ન કરવાનું નક્કી કર્યુ. પરંતુ આ તમામ વચ્ચે લંડન સ્થિત 112 વર્ષ જૂના ડિપાર્ટમેન્ટલ સ્ટોર સેલ્ફફ્રિજેસે ઓક્સફર્ડ સ્ટ્રીટ પર યુગલોને લગ્ન કરાવવા એક નવો પ્રયાસ હાથ ધર્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આપને જણાવી દઈએ કે સ્ટોર દ્વારા એક ઓફર આપવામાં આવી છે અને તે ઓફર અંતર્ગત પ્રેમી યુગલના લગ્નનો તમામ ખર્ચ સ્ટોર દ્વારા ઉપાડવામાં આવશે. આ પાછળનો ઉદ્શ્ય છે કે બ્રિટનમાં લાંબા સમય બાદ જિંદગી ફરી પાટા પર ચઢી રહી છે અને ન્યુ નોર્મલ શરુ થયુ છે. સંક્રમણ ઓછુ જોવા મળી રહ્યુ છે અનો લોકો બહાર નિકળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે આ ઓફરને માઈક્રોમેરેજ નામ આપવામાં આવ્યુ છે. આ ઓફર મર્યાદિત સમય માટે છે અને ત્યારબાદ સ્ટોર ચાર્જ પણ વસુલ કરશે. આ ઓફર દરમિયાન વર-વધૂના કપડા તૈયાર કરવા, તેમનો ભોજન સમારંભ અને ડીજે જેવી સુવિધાઓ આપવામાં આવશે અને લગ્ન માટે 4 કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઈએ કે યૂરોપમાં રસીકરણ તેજ ગતિથી ચાલી રહ્યુ છે અને તેના કારણે કોરોના સંક્રમણ ઘટી રહ્યુ છે. આપને જણાવી દઈએ કે આ સ્ટોર 1909માં ખૂલ્યો હતો. આપને જણાવી દઈએ કે આ કરવા પાછળનો મુખ્ય ઉદેશ્ય વેચાણ વધારવાનો અને લોકોને આકર્ષવાનો છે કારણ કે મહામારી દરમિયાન સ્ટોરને ઘણુ નુકસાન થયુ છે.

આ પણ વાંચો: Balika Samridhi Yojana: જાણો શું છે આ યોજના અને કેવી રીતે મેળવી શકો છો તેનો લાભ?

g clip-path="url(#clip0_868_265)">