International Childhood Cancer Day : બાળકો અને વયસ્કોના કેન્સરમાં હોય છે આ ફરક, આવી રીતે કરો ઓળખ

નિષ્ણાતો કહે છે કે બાળકોમાં કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાય છે, પરંતુ જો સમયસર તેના લક્ષણો ઓળખવામાં આવે તો સારવાર સરળતાથી થઈ શકે છે. આ માટે જરૂરી છે કે લોકો આ રોગ વિશે જાગૃત રહે અને લક્ષણો દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લે.

International Childhood Cancer Day : બાળકો અને વયસ્કોના કેન્સરમાં હોય છે આ ફરક, આવી રીતે કરો ઓળખ
There is a difference between the cancer of children and adults
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2022 | 4:52 PM

મોટાભાગના લોકો માને છે કે કેન્સર (Cancer) ફક્ત મોટા લોકોને જ થાય છે, પરંતુ એવું નથી. દર વર્ષે વિશ્વમાં લાખો બાળકો કેન્સરને કારણે મૃત્યુ પામે છે. સારવારમાં બેદરકારી અને જાગૃતિના અભાવે આ આંકડો વધી રહ્યો છે. બાળકોમાં વધતી જતી આ બીમારી વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 15 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ (International Childhood Cancer Day) ઉજવવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે બાળકોમાં કેન્સરના લક્ષણો ખૂબ જ વહેલા દેખાવા લાગે છે. સમયસર તેમને ઓળખીને આ ભયંકર રોગના જોખમોથી બચી શકાય છે. ચાલો કેન્સર નિષ્ણાત પાસેથી જાણીએ કે બાળકોમાં કેટલા પ્રકારના કેન્સર હોય છે અને તેના લક્ષણો શું છે.

રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. ગૌરી કપૂરે જણાવ્યું કે બાળકો અને પુખ્ત વયના લોકોમાં કેન્સર વચ્ચે તફાવત છે. બાળકો અને પુખ્ત વયના લોકોમાં કેન્સરના વિવિધ પ્રકારો છે અને સારવારમાં પણ તફાવત છે. લ્યુકેમિયાના કેસો, એટલે કે બ્લડ કેન્સર, મગજ અને કરોડરજ્જુની ગાંઠ, ન્યુરોબ્લાસ્ટોમા (કિડનીની ઉપરની ગ્રંથિ), વિલ્મ્સની ગાંઠ, લિમ્ફોમા અને રેટિનોબ્લાસ્ટોમા (આંખનું કેન્સર) બાળકોમાં જોવા મળે છે. બાળકોમાં કેન્સર ખૂબ જ ઝડપથી ફેલાય છે, પરંતુ જો તેને યોગ્ય સમયે ઓળખવામાં આવે અને યોગ્ય સારવાર આપવામાં આવે તો કીમોથેરાપી સારા પરિણામ આપે છે

ડો.ગૌરીએ કહ્યું કે બાળકોમાં બ્લડ કેન્સરનો કોઈ ઈલાજ નથી એવી માન્યતા ખોટી છે. સારવારની આધુનિક પદ્ધતિઓ દ્વારા, કેન્સરના 80 ટકા કેસ સાજા થઈ શકે છે. બીજી ગેરસમજ એ છે કે બાળકોમાં કેન્સર આનુવંશિક છે. જ્યારે સત્ય એ છે કે કેન્સર ડીએનએમાં ફેરફારને કારણે થાય છે. તેથી, આ કેન્સર એક પેઢીમાંથી બીજી પેઢીમાં જતા નથી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

બાળકોમાં જો આ લક્ષણ દેખાય તો ચેતવાની જરૂર છે

ડો.એ જણાવ્યું કે બાળકોમાં કેન્સરના લક્ષણો શરૂઆતના તબક્કામાં જ દેખાવા લાગે છે. આમાં કોઈ પણ કારણ વગર લાંબા સમય સુધી તાવ, કોઈ કારણ વગર પીળાશ અને નબળાઈનો સમાવેશ થાય છે, આસાનીથી ઉઝરડા પડવા અને લોહી નીકળવું, ગાઠ બનવી, શરીર પર ક્યાંય પણ સોજો કે દુખાવો થવો, માથાનો દુખાવો સાથે વારંવાર ઉલ્ટી થવી, દ્રષ્ટિ ગુમાવવી, વજનમાં અચાનક ઘટાડો થવો, શરીર પર લાલ ફોલ્લીઓ થવી જેવા લક્ષણો પર નજર રાખવી જરૂરી છે. જો તમારા બાળકોમાં આવા કોઈ લક્ષણ જોવા મળે તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ તમામ લક્ષણો વિવિધ પ્રકારના કેન્સરના પ્રારંભિક સંકેતો હોઈ શકે છે.

આ વાતોનું રાખો ધ્યાન

ઓન્કોલોજિસ્ટ ડૉ. વિનીતે જણાવ્યું કે, ઘણા કિસ્સામાં જ્યારે આ બધા લક્ષણો બાળકોમાં જોવા મળે છે, ત્યારે માતા-પિતા જનરલ ફિઝિશિયન પાસેથી સારવાર કરાવે છે. જો થોડા અઠવાડિયાની સારવાર પછી પણ બાળકની તબિયતમાં કોઈ સુધારો થતો નથી, તો તેણે ચોક્કસપણે કેન્સરની તપાસ કરાવવી જોઈએ. જેટલી જલદી કેન્સરની જાણ થાય છે. સારવાર એટલી જ સરળતાથી કરી શકાય છે. આ માટે જરૂરી છે કે બાળકોના માતા-પિતા કેન્સરના લક્ષણો વિશે જાગૃત હોય.

આ પણ વાંચો –

યુક્રેન સાથેના યુદ્ધની અટકળો વચ્ચે રશિયાએ અમેરિકા સહિત પશ્ચિમી દેશોને આપી ચેતવણી કહ્યું, ‘અમારા નાગરિકોની મોત થશે તો જડબાતોડ જવાબ મળશે’

આ પણ વાંચો –

Russia-Ukraine tension: યુક્રેનના રાષ્ટ્રપતિનો દાવો, આવતીકાલે રશિયા હુમલો કરી શકે છે, જર્મન ચાન્સેલર શાંતિના પ્રયાસોમાં વ્યસ્ત

Latest News Updates

દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
દુનિયાના સૌથી મહાન હસ્તીઓ ગુજરાતે આપ્યા - પ્રિયંકા ગાંધી
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી ગુજરાત મુલાકાતે
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
બાબરાની GIDCમાં લોખંડ મેલ્ટ કરતી કંપનીમાં લાગી ભીષણ આગ
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
g clip-path="url(#clip0_868_265)">