ભારતીય રાજદૂતની એટલાન્ટા મુલાકાત, ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે થઇ વાતચીત

|

Jul 13, 2021 | 11:45 AM

ગત અઠવાડિયે યુએસમાં ભારતના રાજદૂત તરણજીતસિંહ સંધુએ એટલાન્ટા શહેરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાના સંબંધો વધુ વિકસે તે માટે બેઠક પણ કરવામાં અવી.

ભારતીય રાજદૂતની એટલાન્ટા મુલાકાત, ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે થઇ વાતચીત
Taranjit Singh Sandhu visited the city of Atlanta

Follow us on

અમેરિકામાં ભારતનાં રાજદૂત તરણજીત સિંહ સંધૂએ ગયા અઠવાડિયે એટલાન્ટા શહેરની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકાના સંબંધોને આગળ વધારવાને લઈને બેઠક કરી. સંધૂએ વિચારકો, શિક્ષાવિદો, કોર્પોરેટ જગતના લોકો, સાંસદો અને ભારતીય અમેરિકી સમુદાયના સદસ્યો સાથે આ મુદ્દે ચર્ચા કરી.

ભારતીય રાજદૂતે માર્ટીન લૂથર કિંગના કિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. આ સમારોહમાં માર્ટીન લુથર કિંગના પરિવારના સભ્યો, ભારતીય- અમેરિકી અને આફ્રિકી અમેરિકી સમુદાયના પ્રમુખ નેતાઓએ પણ ભાગ લીધો હતો.

સંધૂએ આંતરાષ્ટ્રીય સંબંધો પર એટલાન્ટા પરિષદને સંબોધિત કરતા સમયે ભારત-અમેરિકા દ્વિપક્ષીય સંબંધોના મુખ્યા પાસાઓનો ઉલ્લેખ કર્યો. જેમાં દેશો વચ્ચેનો વિશ્વાસ વધારવો, લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવું, ઉદ્યોગની ભૂમિકા, નાગરિક સમાજ અને વ્યૂહાત્મક સમુદાય વગેરે સામેલ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ દરમિયાન રાજદૂતે સાંસદ જ્હોન ઓસોફ, સેનફોર્ડ બિશપ, લ્યુસી મૈકબેથ અને નિકેમા વિલિયમ્સ સાથે પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રાજદૂતે જ્યોર્જિયા ધારાસભ્યોના દ્વિપક્ષી જૂથ સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ઘણી મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી.

ભારતના રાજદૂતે આ મુલાકાતમાં રાજ્ય અને ભારત વચ્ચે આરોગ્યસંભાળ સહિતના માળખાગત, શૈક્ષણિક અને વ્યવસાયિક જોડાણને વધારવા માટે ચર્ચા કરી હતી. સંધુની એટલાન્ટાની મુલાકાત આરોગ્યસંભાળ, શિક્ષણ અને જ્ઞાનની વહેંચણી સહિતની મુખ્ય અગ્રતા પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક ભાગ છે.

 

આ પણ વાંચો: Tokyo Olympics 2021: આજે PM નરેન્દ્ર મોદી ભારતીય એથલેટોને સંબોધન વડે પ્રોત્સાહિત કરશે

આ પણ વાંચો: Surat : સુરત મનપામાં ભળેલા 15 ગામને 134 કરોડના ખર્ચે પીવાનુ પાણી પૂરુ પડાશે

Next Article