Pakistan : કરાંચીમા 12 યાત્રિકો સાથે ઉતારાયુ ભારતનું ચાર્ટડ પ્લેન ! જાણો શું રહી પાયલોટની મજબૂરી

|

Aug 16, 2022 | 9:51 AM

ભારતથી જઈ રહેલું એક ચાર્ટર પ્લેન (Charter Plane) સોમવારે પાકિસ્તાનના કરાંચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. તેમાં 12 મુસાફરો હતા,જો કે બાદમાં પ્લેને ફરી ઉડાન ભરી હતી.

Pakistan : કરાંચીમા 12 યાત્રિકો સાથે ઉતારાયુ ભારતનું ચાર્ટડ પ્લેન ! જાણો શું રહી પાયલોટની મજબૂરી
Charter Plane (File Photo)

Follow us on

ભારતથી 12 મુસાફરોને લઈને એક ચાર્ટર પ્લેન (Charted Plane) સોમવારે પાકિસ્તાનના કરાચી શહેરમાં જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું.સુત્રોનુ માનીએ તો હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Rajiv gandhi international airport)  પરથી ઉડાન ભરેલું વિમાન 12:10 વાગ્યે કરાંચી એરપોર્ટ પર ઉતર્યું હતું.નાની પુષ્ટિ કરતા નાગરિક ઉડ્ડયન સત્તામંડળ (CAA) ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ આંતરરાષ્ટ્રીય ચાર્ટર એરક્રાફ્ટે (Aircraft) ભારતથી ઉડાન ભરી હતી અને આ સિવાય તેનો અન્ય કોઈ દેશ સાથે કોઈ સંબંધ નથી. કરાંચીમા ઉતરાણ કર્યાના થોડા સમય પછી, વિશેષ ફ્લાઇટે તમામ 12 મુસાફરો સાથે ફરીથી ઉડાન ભરી હતા. જો કે આ ચાર્ટડ પ્લેન કરાંચી એરપોર્ટ (karanchi airport) પર શા માટે લેન્ડ થયું તેનુ સ્પષ્ટ કારણ જાણી શકાયુ નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ ભારતથી ટેકઓફ કરી રહેલા બે પ્લેનને ટેકનિકલ કારણોસર ગયા મહિને કરાચી એરપોર્ટ પર લેન્ડ કરવું પડ્યું હતું. 5 જુલાઈના રોજ, સ્પાઈસ જેટની દિલ્હી-દુબઈ ફ્લાઈટના ફ્યુઅલ ઈન્ડિકેટરમાં હવામાં ખામી સર્જાઈ હતી, ત્યારબાદ તેને કરાંચી તરફ વાળવામાં આવી હતી. આ સિવાય 17 જુલાઈએ ઈન્ડિગોની શારજાહથી હૈદરાબાદ ફ્લાઈટને સાવચેતીના પગલા તરીકે કરાચી ડાયવર્ટ કરવામાં આવી હતી. એન્જિનમાં ખામી જણાયા બાદ પાયલટોએ આ નિર્ણય લીધો હતો.

અરબી સમુદ્રમાં ડૂબી રહેલા ભારતીય જહાજની વ્હારે પાકિસ્તાની નેવી

થોડા દિવસો અગાઉ પાકિસ્તાન નૌકાદળે (Pakistan navy) અરબી સમુદ્રમાં ડુબતા જહાજના નવ ભારતીય ક્રૂ સભ્યોને (Crew Member) બચાવ્યા હતા. પાકિસ્તાન નેવીના ડાયરેક્ટર જનરલ ઓફ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 9 ઓગસ્ટના રોજ બલૂચિસ્તાન પ્રાંતના તટીય શહેર ગ્વાદર પાસે બની હતી, જ્યારે ભારતીય જહાજ (indian Boat) ‘જમના સાગર’ ડૂબી ગયું હતું. તેમાં 10 ક્રૂ મેમ્બર સવાર હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

માહિતી મુજબ નૌકાદળને જહાજ વિશે માહિતી મળી, જેના પગલે પાકિસ્તાન મેરીટાઇમ ઇન્ફોર્મેશન સેન્ટરે નજીકના જહાજ એમટી ક્રુઇબેકેને ભારતીય જહાજના ક્રૂને જરૂરી સહાય પૂરી પાડવા અપીલ કરવામાં આવી. જેથી પાકિસ્તાન (Pakistan)  નૌકાદળે નવ ક્રૂ સભ્યોને બચાવ્યા. એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન નૌકાદળના જહાજને બાદમાં ગુમ થયેલા ક્રૂ મેમ્બરનો મૃતદેહ મળ્યો હતો, જેને પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીને સોંપવામાં આવ્યો હતો

Next Article