ભારતીય મૂળના અમેરિકન રાજકીય અગ્રણી Uzra Zeya ભારત પ્રવાસે, માનવ અધિકારો તથા લોકશાહી મુદ્દે સહયોગ વધારવા પર ભાર મુકાશે

|

May 17, 2022 | 8:41 AM

Indian American Uzra Zeya તિબેટના મુદ્દા અંગે ભારતીય મૂળના અમેરિકન રાજકીય અગ્રણી (Uzra Zeya) આજથી ભારત પ્રવાસે છે. તેઓ નેપાળ(Nepal)ની મુલાકાત પણ લેશે. તેમની આ યાત્રાનો ઉદ્દેશ્ય માનવ અધિકારો તથા લોકશાહી શાસન અંગે સહયોગ વધારવાનો છે.

ભારતીય મૂળના અમેરિકન રાજકીય અગ્રણી Uzra Zeya ભારત પ્રવાસે, માનવ અધિકારો તથા લોકશાહી મુદ્દે સહયોગ વધારવા પર ભાર મુકાશે
Uzra Zeya, an Indian-American political leader

Follow us on

(Indian American Uzra Zeya) ભારતીય મૂળના અમેરિકન રાજકીય અગ્રણી અઝરા ઝેયા આજે ભારત આવશે. તેમજ તેઓ નેપાળ(Nepal)ની મુલાકાત પણ લેશે. તેમની આ યાત્રાનો ઉદ્દેશ્ય માનવ અધિકારો તથા લોકશાહી શાસન અંગે સહયોગ વધારવાનો છે. Indian American Uzra Zeya તિબેટના મુદ્દા અંગે ભારતીય મૂળના અમેરિકન રાજકીય અગ્રણી Uzra Zeya આજથી ભારત પ્રવાસે આવશે. તેઓ નેપાળ(Nepal)ની મુલાકાત પણ લેશે. તેમની આ યાત્રાનો ઉદ્દેશ્ય માનવ અધિકારો તથા લોકશાહી શાસન અંગે સહયોગ વધારવાનો છે.

અમેરિકામાં તિબેટ મુદ્દા માટે નિમાયેલા ભારતીય મૂળના રાજકીય અગ્રણી અઝરા ઝિયા 17 મેથી 22 મે સુધી ભારત અને નેપાળના પ્રવાસે છે. અમેરિકાના વિદેશ વિભાગની તેમની યાત્રા અંગે એક પ્રેસ રીલીઝ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નાગરિક સુરક્ષા અને માનવાધિકારની સચિવ તથા તિબેટ મુદ્દે અમેરિકાની વિશેષ સમન્વયક 17-22 મે દરમિયાન ભારત અને નેપાળની યાત્રા કરશે.

પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે તેમની આ યાત્રાનો ઉદેશ્ય માનવાધિકાર, લોકશાહી શાસન અને માનવીય પ્રાથમિકતાઓ પર સહ્યોગ આગળ વધારવાનો છે. જિયા (Year of action for summit for democrecy) લોકશાહી માટે યોજાનારું સંમેલન દરમિયાન બારતચ તથા નેપાળ સાથે સહભાગિતા ઉપર પણ ચર્ચા કરશે. તેમની સાથે આવનારા પ્રતિનિધિ મંડળમાં યૂએસ એજન્સી ઓફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એશિયમ મામલાના ડેપ્યુટી આસિસ્ટન્ટ એડમિનિસ્ટ્રેશન અંડલી કૌરનો પણ સમાવેશ થાય છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વિદેશ નીતિનો છે દાયકાનો અનુભવ

ડિસેમ્બર મહિનામાં અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને ઘોષણા કરી હતીકે અજરા જિયા તિબેટ મુદ્દાની વિશેષ સમન્વયક હશે. તિબેટ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે અભિયાન ચલાવનારા ઇન્ટરનેશનલ કેમ્પેઇન ફોર તિબેટે અમેરિકાની આ ઘોષણાનું સ્વાગત કર્યું હતું. સાથે જ એ આશા વ્યક્ત કરી હતી કે તે દલાઇ લામા અને ચીની નેતૃત્વ વચ્ચે સંવાદને વધારવા સક્રિય રૂપે કામ કરશે. જિયા પાસે અમેરિકન વિદેશ નીતિનો દાયકાનો અનુભવ છે. તેમાં તિબેટનો મુદ્દો પણ સામેલ છે. તે તિબેટ મુદ્દાને ઉકેલવા માટે જો બાઇડનની પ્રશઆસન ટીમનો હિસ્સો છે.

દમકારી શાસનમાં રહી રહ્યા છે તિબેટિયન

આ મુદ્દે તિબેટીયન ઓળખનો પ્રચાર કરવો, તેની સંસ્કૃતિ અને વિરાસતને સંરક્ષિત કરવી તેમજ તિબેટના લોકોના માનવધિકારના મુદ્દે સહયોગને સામેલ કરવાનો છે. તિબેટના લોકોને 6 દાયકા કરતાં વધુ સમયથી ચીનના દમનકારી શાસનમાં રહેવા મજબૂર કરવામાં આવ્યા છે. ત્યારે જિયા તે ભારતીય મૂળના અધિકારી છે જે આ લોકો સાથે જોડાયેલી સમસ્યાનો ઉકેલવાના મુદ્દા પર કામ કરી રહી છે અને તે આ ભૂમિકા અદા કરનારી પ્રથમ ભારતીય અમેરિકન છે.

Next Article