Breaking News : પાકિસ્તાન પર વધુ એક હુમલા માટે તૈયાર હતું ભારત, પરંતુ ભીખ માંગવા લાગ્યો પાડોશી દેશ

India-Pakistan : પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ (DGMO) કાશિફ અબ્દુલ્લાએ સવારે 10:38 વાગ્યે ભારતના DGMOને ફોન કરીને કરાચી બંદર પર સંભવિત બ્રહ્મોસ મિસાઇલ હુમલા વિશે માહિતી આપી અને બદલો લેવાની ધમકી આપી.

Breaking News : પાકિસ્તાન પર વધુ એક હુમલા માટે તૈયાર હતું ભારત, પરંતુ ભીખ માંગવા લાગ્યો પાડોશી દેશ
| Updated on: May 18, 2025 | 3:11 PM

7 મેના રોજ થયેલા ઓપરેશન સિંદૂરમાં ભારત દ્વારા આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યા બાદ 10 મેના સવારે ભારતીય મિસાઈલે પાકિસ્તાનના નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું હતુ. ત્યારબાદ પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો હતો અને ઈસ્લામાબાદે અમેરિકાથી તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની ભીખ માંગી હતી. ભારતીય નૌસેના દ્વારા કરાંચી નૌસૌનિક અડ્ડા પર સંભવિત હુમલાના સમાચારે પાકિસ્તાની સૈનાને સંપૂર્ણ રીતે ભયમાં મુકી દીધી હતી. ત્યારબાદ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ 10મેના સવારે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.

ભારતે સ્પષ્ટ કરી દીધું

અમેરિકાના સુત્રો અનુસાર પાકિસ્તાને અમેરિકાને જણાવ્યું કે, તે તાત્કાલિક સીઝફાયર ઈચ્છે છે પરંતુ ભારતે સ્પષ્ટ કરી દીધું કે, કોઈ પણ સૈન્ય કાર્યવાહીનો નિર્ણય ડીજીએમઓ ચેનલ સાથે થશે કારણ કે, હાલના સમય સેના જ આખા અભિયાનનું નેતૃત્વ કરી રહી છે.પાકિસ્તાનના મહાનિદેશક સૈન્ય સંચાલન કાશિ અબ્દુલ્લાએ સવારે 10 કલાકે ભારતના ડીજીએમઓ સાથે ફોન કરી કરાંચી પોર્ટ પર સંભાવિત બ્રહ્મોસ મિસાઈલ હુમલાની વાત કરી અને પ્રતિધાતની ધમકી આપી હતી પરંતુ ભારતીય પક્ષ સંપૂર્ણ રીતે તૈયાર હતો અને કોઈ પણ પ્રકારના દબાવમાં આવ્યો ન હતો.

પાકિસ્તાનની 11 વાયુસેનાઓના ઠેકાણાનો નાશ

ભારત દ્વારા કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયામાં સંયમ અને આત્મવિશ્વાસ બંન્ને સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યા હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રી અને પારંપારિક સહયોગીઓ દ્વારા વારંવાર ફોન કોલને ભારતે નજર અંદાજ કર્યો હતો. ભારતનું સ્પષ્ટ માનવું હતુ કે,હવે કોઈપણ હોય રણનીતિક વાતચીત માત્ર સૈન્યના માધ્યમોથી થશે.10મેના રોજ મિસાઈલ હુમલા બાદ પાકિસ્તાનની 11 વાયુસેનાઓના ઠેકાણાનો નાશ કરવામાં આવ્યો હતો.તેમજ પાકિસ્તાનની હવાઈ સુરક્ષા પ્રણાલી સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગઈ હતી. ભારતની વાયુસેનાના રાફેલ વિમાનો,બ્રહ્મોસ મિસાઈલ,ડ્રોન અને લૂટરિંગ મ્યૂનિશને અસાધારણ પ્રદર્શન કર્યું તેમજ ચીન પાસેથી લીધેલી એર ડિફેન્સ સિસ્ટમ પણ નષ્ટ થઈ હતી.

ભારતે સિઝફાયર કેમ સ્વીકાર્યો?

ભારતીય રણનીતિકારોએ એ સ્પષ્ટ કર્યું કે. ભારતે સિઝફાયરને એટલા માટે સ્વીકાર્યો કારણ કે,મિશનનું લક્ષ્ય પ્રાપ્ત થઈ ચૂક્યું છે. પાકિસ્તાન દ્વાર કોઈ પ્રભાવી સૈન્ય પ્રતિક્રિયા હવે સંભવ ન હતી. આ સિવાય ભારત ન હોતું ઈચ્છતું કે, પાકિસ્તાન પશ્ચિમી દેશ સમક્ષ પીડિત દેશના રુપમાં પ્રસ્તુત થાય.

ચીન અને તુર્કીયેને લઈ ભારત સતર્ક

રિપોર્ટ અનુસાર પાકિસ્તાનની વાયુ રણનીતિમાં ચીન અને તુર્કીયે સૈન્ય સલાહકારોની ભૂમિકા રહી છે. આના પર ભારતે સંકેત આપ્યા છે કે, ભવિષ્ટમાં આવા આતંક સમર્થક તત્વો વિરુદ્ધ કાર્યવાહી સંભવ છે. ભારત હવે પારંપારિક યુદ્ધના સ્થાને સ્ટેન્ડ-ઓફ વેપન્સ અને યુદ્ધ પ્રણાલી પર વધુ ધ્યાન આપી રહ્યું છે. વર્ષ 2018સુધી ભારતમાં 31 અમેરિકી પ્રિડેટર શસ્ત્ર ડ્રોન આવશે.

ભારતમાં સૈન્યની ત્રણ પાંખ છે. જય હિન્દ ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળ. સૈન્યની આ ત્રણેય પાંખની કામગીરી પણ અલગ અલગ છે. ભારતીય સેનાના સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો