AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan: પાકિસ્તાનીઓના “ટી વોઝ ફેન્ટાસ્ટીક” મીમ વાયરલ કરવા પર ભારતીયો એ એવો જવાબ આપ્યો કે પાકિસ્તાનીઓની બોલતી બંધ

પાકિસ્તાનમાં ચાના ભાવ આસમાને છે, પાકિસ્તાનમાં મોંઘવારીએ એવી રીતે હાહાકાર મચાવ્યો છે કે પહેલા રસોડામાંથી લોટ ગાયબ થઈ ગયો, પછી બિસ્કિટ અને નાસ્તો ગાયબ થઈ ગયો અને હવે ચા, દૂધ અને ચિકન મેળવવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. રોજેરોજ મોંઘવારી નવા રેકોર્ડ બનાવી રહી છે.

Pakistan: પાકિસ્તાનીઓના ટી વોઝ ફેન્ટાસ્ટીક મીમ વાયરલ કરવા પર ભારતીયો એ એવો જવાબ આપ્યો કે પાકિસ્તાનીઓની બોલતી બંધ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2023 | 4:52 PM
Share

પાકિસ્તાનના લોકોને ખાવાના ફાફા પડે છે, એક ટાઈમનો રોટલો મળતો નથી, અર્થવ્યવસ્થા એવી થઈ ગઈ છે કે દૂનિયાના દેશો પાસે ભીખ માંગી રહ્યું છે પણ દૂનિયામાં તેને ભીખ દેવા વાળા પણ નથી મળી રહ્યા, ભીખારીઓના દેશ બની ગયો છે. પાકિસ્તાનમાં દવાઓ, દૂધ, માંસ સહિત અનેક જીવન જરૂરિયાતની વસ્તુ નથી મળતી તેમ છતા ભારતને તમે શું કહેશો પહેલા પોતાના દેશને સંભાળો પછી ભારતને કંઈ કહેજો.

કાચો માલ પાકિસ્તાનના બંદરો સુધી પહોંચી ગયો છે, પરંતુ સરકાર પાસે તેને છોડાવવા માટે પૈસા નથી. અહીં દૂધની કિંમત 210 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે. ઘણી જગ્યાએ આના કરતા પણ વધુ ભાવે દૂધ મળે છે. ચાની પત્તી 2500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. પાકિસ્તાની પોર્ટલ ડોને જણાવ્યું કે છૂટક દૂધની કિંમત 190 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 210 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

આ પણ વાચો: પાકિસ્તાનના પાસપોર્ટ પર દેખાઈ ગરીબીની અસર, દૂનિયાનો ચોથો સૌથી ખરાબ પાસપોર્ટ બન્યો

પાકિસ્તાનના લોકો 28 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની લોકો કહી રહ્યા હતા કે “ટી વોસ ફેન્ટ્રાસ્ટ્રીક” આ વાક્યનો ઉપયોગ પાકિસ્તાનીઓ એટલા માટે કરે છે કે 28 ફેબ્રુઆરીના રોજ ભારતના કેપ્ટન અભિનંદન પાકિસ્તાનમાં જઈ પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યું હતુ અને ત્યારબાદ તેમનું પ્લેન પણ પાકિસ્તાનના POKમાં પડ્યું હતું, જ્યા તેઓ પકડાઈ ગયા હતા અને પાકિસ્તાને એક વીડિયો શેયર કર્યો હતો જેમાં અભિનંદન કહી રહ્યા હતા કે “ટી વોસ ફેન્ટ્રાસ્ટ્રીક”(ચા બહુ સારી છે).

છેલ્લી વખત ચા ક્યારે પીધી હતી તે જણાવો

આ વીડિયોને લઈ પાકિસ્તાનીઓ ભારત પર મીમ બનાવી રહ્યા હતા, પાકિસ્તાનીઓને ખાવા માટે પૈસા નથી ચા પીવાની તો વાત જ ન કરતા અને તમે છેલ્લી વખત ચા ક્યારે પીધી હતી તે જણાવો. તમને લાગે છે, મેજર ગૌરવ આર્યાએ કહ્યું કે પાકિસ્તાનીઓ તમને ખબર છે કે, દૂધ મધર ડેરી માંથી નથી આવતું દુધ ગાયમાંથી આવે છે અને તેને તો તમે મારીને ખાઈ જાઓ છો.

દૂધની કિંમતો પર મોંઘવારીનો ખાસ પ્રભાવ

ચિકન મીટ હવે 700-780 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે, જે પહેલા 620-650 પ્રતિ કિલો હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બોનલેસ મીટની કિંમત 1,000-1,100 રૂપિયા પ્રતિ કિલોની નવી ટોચે પહોંચી ગઈ છે. પાકિસ્તાની પોર્ટલ ડૉનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દૂધની કિંમતો પર મોંઘવારીનો ખાસ પ્રભાવ છે. કરાચી મિલ્ક રિટેલર્સ એસોસિએશનએ જણાવ્યું હતું કે 1,000થી વધુ દુકાનદારો મોંઘી કિંમતે દૂધ વેચી રહ્યા છે. આ વાસ્તવમાં જથ્થાબંધ વેપારીઓ/ડેરી ખેડૂતોની દુકાનો છે અને અમારા સભ્યોની નહીં.

ગાયોને ક્રેન દ્વારા ઉપાડી અને પછી તેની કતલ કરવામાં આવે છે

મોંઘવારીથી ઝઝૂમી રહેલા પાકિસ્તાનના લોકો બકરી ઈદના અવસર પર ઉજવણી કરે છે. પાકિસ્તાનમાં દર વર્ષે ગાયોને ક્રેન દ્વારા ઉપાડવામાં આવે છે અને પછી તેની કતલ કરવામાં આવે છે. પાકિસ્તાનમાં આ ખતરનાક ટ્રેન્ડ ચાલુ છે અને આ ટ્રેન્ડ આખા દેશમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાનના આ ખતરનાક ટ્રેન્ડની તસવીરો સોશિયલ મીડિયા પર આવી રહી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોકો આ ગાયોની કતલ કેવી રીતે કરે છે. ગાયોને ક્રેન વડે ઉપાડવી એ પોતે જ ડરામણી બાબત છે, પરંતુ જ્યારે તેને ઉપાડવામાં આવે છે ત્યારે આસપાસ લોકોની ભીડ એકઠી થઈ જાય છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">