ડેન્માર્કના પ્રવાસે PM મોદી, PM ફ્રેડ્રિક્સન સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા, રશિયા-યુક્રેનને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ

|

May 03, 2022 | 8:40 PM

ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને (Mette Frederiksen) જણાવ્યું હતું કે, "ડેનમાર્ક અને ભારત અમારી હરિત વ્યૂહાત્મક ભાગીદારીને કેટલાક નક્કર પરિણામોમાં ફેરવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારત સરકારની ગ્રીન ટ્રાન્ઝિશન અને અશ્મિભૂત ઈંધણ પર ભારતની નિર્ભરતા વધારવાની મહત્વાકાંક્ષાઓ વધુ છે.

ડેન્માર્કના પ્રવાસે PM મોદી, PM ફ્રેડ્રિક્સન સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા, રશિયા-યુક્રેનને તાત્કાલિક યુદ્ધવિરામની અપીલ
Prime Minister Narendra Modi and Danish Prime Minister Mette Frederiksen.
Image Credit source: PTI

Follow us on

જર્મની બાદ ડેનમાર્ક પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) કોપનહેગનમાં વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેનને (Mette Frederiksen) મળ્યા અને તેમના નિવાસસ્થાને ગયા. વડાપ્રધાન મોદીની ડેનમાર્કની (Denmark) આ પ્રથમ મુલાકાત છે, જ્યાં તેઓ 3-4 મેના રોજ દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે. કોપનહેગનમાં પીએમ મોદી અને ડેનમાર્કના પીએમ ફ્રેડ્રિકસનની હાજરીમાં ભારત (India) અને ડેનમાર્કે ‘લેટર્સ ઓફ ઈન્ટેન્ટ’ અને એમઓયુની આપલે કરી.

પીએમ મોદી અને ડેનમાર્કના પીએમ વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત પણ થઈ હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે બંને પક્ષોએ ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશીપમાં પ્રગતિની સમીક્ષા કરી. ફ્રેડરિકસને કૌશલ્ય વિકાસ, આબોહવા, પુનઃપ્રાપ્ય ઉર્જા, આર્કટિક, P2P સંબંધો વગેરે ક્ષેત્રોમાં ભારતના વ્યાપક સહયોગની પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું, ‘200થી વધુ ડેનિશ કંપનીઓ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહી છે. જેમ કે- પવન ઉર્જા, શિપિંગ, કન્સલ્ટન્સી, એન્જિનિયરિંગ વગેરે. તેમને ભારતમાં વેપાર કરવાની સરળતા અને આપણા મેક્રો ઈકોનોમિક સુધારાનો લાભ મળી રહ્યા છે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત

વડાપ્રધાન મોદીએ પીએમ ફ્રેડરિકસનને કહ્યું, ‘તમારા સુંદર દેશની આ મારી પ્રથમ મુલાકાત છે અને ઓક્ટોબરમાં મને તમારું સ્વાગત કરવાનો મોકો મળ્યો. આ બંને યાત્રાથી આપણા સંબંધોમાં નિકટતા આવી છે. આપણા બંને દેશો લોકશાહી અને કાયદાના શાસનના મૂલ્યો શેર તો કરે જ છે. સાથે જ આપણી ઘણી બધી પૂરક તાકતો છે. તેમણે કહ્યું “આજે અમે ભારત-EU સંબંધો, ઈન્ડો-પેસિફિક અને યુક્રેન સહિત ઘણા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. અમે આશા રાખીએ છીએ કે ભારત-EU મુક્ત વેપાર કરાર પરની વાટાઘાટો વહેલી તકે પૂર્ણ થશે.”

ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા પર ભાર

PMએ કહ્યું, ‘અમે એક મુક્ત, ખુલ્લા, સમાવેશી અને નિયમો આધારિત ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. અમે યુક્રેનમાં તાત્કાલિક યુદ્ધવિરામ અને આ મુદ્દાને ઉકેલવા માટે વાતચીત અને રાજદ્વારીનો માર્ગ અપનાવવાની હાકલ કરી.’ જ્યારે ડેનમાર્કના વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેને (Mette Frederiksen) જણાવ્યું હતું કે, “ડેનમાર્ક અને ભારત અમારી હરિત વ્યૂહાત્મક ભાગીદારીને કેટલાક નક્કર પરિણામોમાં ફેરવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યા છે. ભારત સરકારની ગ્રીન ટ્રાન્ઝિશન અને અશ્મિભૂત ઈંધણ પર ભારતની નિર્ભરતા વધારવાની મહત્વાકાંક્ષાઓ વધુ છે.

Published On - 8:40 pm, Tue, 3 May 22

Next Article