India Pakistan War : ટ્રમ્પ કાર્ડ કામ ન આવ્યું ! પાકિસ્તાને 4 કલાકમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, શાહબાઝની તખ્તાપલટની આશંકા

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.

India Pakistan War : ટ્રમ્પ કાર્ડ કામ ન આવ્યું ! પાકિસ્તાને 4 કલાકમાં કર્યો યુદ્ધવિરામનો ભંગ, શાહબાઝની તખ્તાપલટની આશંકા
| Updated on: May 10, 2025 | 10:28 PM

પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને ઉકેલવા માટે અમેરિકાની મધ્યસ્થી હેઠળ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, યુદ્ધવિરામની જાહેરાતના માત્ર ચાર કલાક પછી, પાકિસ્તાની સેનાએ પીએમ શાહબાઝ શરીફની વાત સાંભળવાનો ઇનકાર કર્યો અને ફરીથી પાકિસ્તાની સેના દ્વારા ભારતીય વિસ્તારોમાં ડ્રોનથી ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો.

તમને જણાવી દઈએ કે અમેરિકા દ્વારા મધ્યસ્થી કરાયેલા યુદ્ધવિરામને શાહબાઝ સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ હવે જે રીતે પાકિસ્તાન સેનાએ હુમલો કર્યો છે. આનાથી પાકિસ્તાનમાં તખ્તાપલટની શક્યતા પણ વધી ગઈ છે.

 

બીજી તરફ, પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામનો ભંગ કર્યા પછી, રાજસ્થાનના બાડમેર, પંજાબના ફિરોઝપુર, ગુરદાસપુર અને પઠાણકોટ,કચ્છ અને શ્રીનગરમાં ફરીથી ડ્રોનથી હુમલો કરવામા આવ્યો છે, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા.

રાજૌરીમાં પણ ડ્રોન જોવા મળ્યા હતા અને જમ્મુ ક્ષેત્રના સાંબા જિલ્લામાંથી હવાઈ હુમલાના સાયરન વાગવાના અહેવાલ મળ્યા હતા. માતા વૈષ્ણો દેવી મંદિરની મુલાકાત લેતા યાત્રાળુઓ માટે બેઝ કેમ્પ, કટરા ખાતે હવાઈ ગતિવિધિઓની જાણ કરવામાં આવી હતી અને બ્લેકઆઉટ કરવામા આવ્યુ છે.

જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, “યુદ્ધવિરામનું શું થયું? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજ સંભળાયા!!!” ડ્રોન હુમલાનો વીડિયો શેર કરતા તેમણે કહ્યું, “આ યુદ્ધવિરામ નથી. વાયુ સંરક્ષણ એકમોએ શ્રીનગરની મધ્યમાં ગોળીબાર શરૂ કર્યો છે.”