યુક્રેનમાં ફસાયેલા પોતાના લોકોને પરત બોલાવી રહ્યું છે ભારત, આ રીતે પાછુ ફરી શકાશે વતન

સરકારે તેના નાગરિકોને પરત લાવવા માટે બચાવ અભિયાન શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઇએ કે યુક્રેનથી લોકોને પરત લાવવા માટે સરકારે શું પ્લાન બનાવ્યો છે અને આ પ્લાનમાંથી લોકોને કેવી રીતે પરત લાવવામાં આવશે.

યુક્રેનમાં ફસાયેલા પોતાના લોકોને પરત બોલાવી રહ્યું છે ભારત, આ રીતે પાછુ ફરી શકાશે વતન
India organises additional flights to evacuate citizens from conflict hit Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 4:35 PM

યુક્રેન અને રશિયા (Ukraine and Russia) વચ્ચે કટોકટીની સ્થિતી ચાલુ છે. રશિયાએ પૂર્વ યુક્રેનને અલગ દેશ તરીકે માન્યતા આપી છે. પુતિને જાહેરાત કરી છે કે રશિયા પૂર્વ યુક્રેનના બે અલગ-અલગ પ્રદેશોની સ્વતંત્રતાને માન્યતા આપશે. હવે એવું માનવામાં આવે છે કે પુતિનની આ જાહેરાત બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી શકે છે. તાજેતરમાં યુક્રેનમાં ભારતીય દૂતાવાસના અધિકારીઓના પરિવારોને ભારત પાછા ફરવા માટે કહેવામાં આવ્યું છે. હવે સરકાર નાગરિકોને પરત લાવવાની તૈયારી કરી રહી છે અને મંગળવારે સવારે એર ઈન્ડિયાનું એક વિશેષ વિમાન યુક્રેન મોકલવામાં આવ્યું છે.

સરકારે તેના નાગરિકોને પરત લાવવા માટે બચાવ અભિયાન શરૂ કર્યું છે. આવી સ્થિતિમાં અમે તમને જણાવી દઇએ કે યુક્રેનથી લોકોને પરત લાવવા માટે સરકારે શું પ્લાન બનાવ્યો છે અને આ પ્લાનમાંથી લોકોને કેવી રીતે પરત લાવવામાં આવશે. જાણો આ રેસ્ક્યુ ઓપરેશન સાથે જોડાયેલી દરેક વાત.

વાસ્તવમાં, સરકારે આ સ્પેશિયલ ઓપરેશન માટે 200થી વધુ સીટવાળા ડ્રીમલાઈનર B-787 એરક્રાફ્ટને તૈનાત કર્યા છે. આવી સ્થિતિમાં, ભારત-યુક્રેન 22, 24 અને 26 ફેબ્રુઆરી 2022 ના રોજ 3 ફ્લાઇટ્સનું સંચાલન કરશે, એર ઇન્ડિયા બુકિંગ ઓફિસ, વેબસાઇટ, કોલ સેન્ટર્સ અને અધિકૃત ટ્રાવેલ એજન્ટ્સ દ્વારા બુકિંગ ખુલ્લું છે. ઉપરાંત, 25 ફેબ્રુઆરીએ ખીવાથી દિલ્હી માટે સવારે 7 વાગ્યે, 27 ફેબ્રુઆરીએ સવારે 7 વાગ્યે અને સાંજે 7.35 વાગ્યે વધારાની ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર અત્યારે ફ્લાઈટ નંબર AI1947 દ્વારા લોકોને ત્રણ ફ્લાઈટમાં લાવવામાં આવશે. આ પછી આ અઠવાડિયામાં ગુરુવાર અને શનિવારે વધુ બે ફ્લાઈટ્સ ચલાવવામાં આવશે. આ માટે બોઈંગ 787નો ઉપયોગ કરવામાં આવશે, જેમાં 256 મુસાફરોની બેઠક છે અને તે મંગળવારે સાંજ સુધીમાં કિવ પહોંચી જશે અને ત્યારબાદ ભારતીય નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં આવશે. જો વધુ ફ્લાઈટ વિકલ્પો ઉપલબ્ધ હોય તો એડવાઈઝરી બદલી શકાય છે. આ સિવાય વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા પર અપડેટ રહેવાની સલાહ આપવામાં આવી છે.

રશિયા સાથે વધતા તણાવ વચ્ચે ભારતે રવિવારે યુક્રેનમાં દૂતાવાસના અધિકારીઓના પરિવારના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ અને નાગરિકોને પૂર્વ યુરોપીય દેશ છોડવા કહ્યું હતું. Kyiyમાં ભારતીય દૂતાવાસ તરફથી વિદ્યાર્થીઓ અને અન્ય નાગરિકો માટે સૂચનાઓ આવી છે. એક સપ્તાહમાં બીજી વખત આ અપીલ કરવામાં આવી છે અને યુક્રેનમાં તણાવને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ડોનેટ્સક અને લુહાન્સ્કની ‘સ્વતંત્રતા’ પર ગુસ્સે થયા UN ચીફ, કહ્યું રશિયાએ યુક્રેનની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કર્યું

આ પણ વાંચો – Russia-Ukraine tensions: યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે ભારતે યુએનમાં કહ્યું, યુક્રેનમાં 20,000 ભારતીયોની સુરક્ષા અમારા માટે સર્વોપરી છે

g clip-path="url(#clip0_868_265)">