ભારત ચીન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જાહેર કરવામાં આવી SOP

|

Dec 13, 2022 | 2:23 PM

આ એસઓપીમાં આઈટી હાઈજીનથી કોમ્પ્યુટર બંધ કરવું, ઈમેલથી સાઈન આઉટ કરવુ અને પાસવર્ડ અપડેટ કરવું સામેલ છે. આ પ્રોટોકોલની અવગણના કરવા પર કર્મચારીઓને શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

ભારત ચીન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, જાહેર કરવામાં આવી SOP
Symbolic Image
Image Credit source: File Photo

Follow us on

ચીન એક એવો દેશ છે જે પોતાની નફ્ફટાઈ અને અવળચંડાઈથી ક્યારેય બાજ નહીં આવે ત્યારે હવે અરૂણાચલ પ્રદેશમાં ચીન અને ભારતીય સેના વચ્ચે તણાવ વધી ગયો છે તો બીજી તરફ કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય ચીની સાયબર હુમલાને લઈ કરવામાં આવ્યો છે. કેન્દ્રએ સરકારના અલગ અલગ મંત્રાલયો અને પીએસયુમાં પોતાના કર્મચારીઓને એક સ્ટેંન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ એટલે કે એસઓપીનું પાલન કરવા માટે કહ્યું છે. આ એસઓપીમાં આઈટી હાઈજીનથી કોમ્પ્યુટર બંધ કરવું, ઈમેલથી સાઈન આઉટ કરવુ અને પાસવર્ડ અપડેટ કરવું સામેલ છે આ પ્રોટોકોલની અવગણના કરવા પર કર્મચારીઓને શિસ્તબદ્ધ કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.

એમ્સમાં સાયબર અટેક પાછળ આ હોય શકે છે કારણ

એક રિપોર્ટ અનુસાર, સત્તાવાર સુત્રોએ ખુલાસો કર્યો કે એમ્સ સાયબર અટેકનુ મુખ્ય કારણ આ જ હતુ કે એક કર્મચારીએ આ પ્રાથમિક હાઈજીનનું પાલન કર્ય ન હતું. એક સુત્રએ ટીઓઆઈને જણાવ્યું કે કર્મચારી હંમેશા પોતાના કમ્યુટરને લોગ ઓફ કરવા અથવા પોતાના ઈમેલથી સાઈન અપ કરવાનું ભૂલી જાય છે અથવા તે કરતા નથી અને અમને શંકા છે કે આવુ એમ્સમાં પણ બની શકે છે. ટીઓઆઈ અનુસાર સુત્રોએ જણાવ્યું કે અમે સિસ્ટમને ફરી શરૂ કરી શકતા હતા અને કોઈ બીજી સિસ્ટમ પ્રભાવિત થઈ નથી .

ચીની હેકર્સનો હતો હાથ

આ પ્રકારના સાયબર હુમલામાં હાલમાં જ ઉછાળો આવ્યો છે જોકે ભારતીય અધિકારી પાવર ગ્રિડ અને બેંકિંગ સિસ્ટમ પર હુમલાને રોકવા માટે સક્ષમ હતા, હેકર્સ એમ્સ સિસ્ટમની સયબર સુરક્ષાને તોડવા સક્ષમ હતા. ટીઓઆઈએ સુત્રોના હવાલાથી કહ્યું કે આમાંથી મોટાભાગના હુમલા પાછળ ચીની હેકર્સનો હાથ હોય શકે છે જે હંમેશા ભારતીય યુઝર્સના કોમ્પ્યુટર્સનો ઉપયોગ કરી ‘સ્લીપર સેલ’ના રૂપે કામ કરે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

કડક રીતે લાગુ થશે SOP

આ પ્રકારે હુમલા વારંવાર થવાથી અનેક પ્રકારના સવાલ ઉભા થયા છે. સરકાર પાસે એક એસઓપી છે પરંતુ જ્યારે તેનુ પાલન નથી કરવામાં આવતુ અથવા તેના પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવે છે તો વસ્તુઓ હંમેશા નિયંત્રણ બહાર થઈ જાય છે. એટલા માટે સરકારે હવે તેને કડકાઈથી લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અને દોષી કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી પણ થઈ શકે છે. સુત્રોએ કહ્યું કે ગૃહ મંત્રાલય, કમ્યુનિકેશન અને આઈટી મંત્રાલયો અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય સાથે, સર્જાઈ રહેલી સ્થિતિ પર કડક નજર રાખી રહ્યા હતા અને એ સુનિશ્ચિત કરવાની કોશિશ કરી રહ્યા હતા કે નબળાઈઓની તપાસ કરવામાં આવે.

Next Article