ફરી સંકટગ્રસ્ત અફ્ઘાનિસ્તાનની મદદે આવ્યુ ભારત, માનવતાવાદી સહાયનો બીજો જથ્થો મોકલ્યો

|

Jan 07, 2022 | 9:50 PM

વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે વિશેષ સંબંધો ચાલુ રાખવા અને તેમને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

ફરી સંકટગ્રસ્ત અફ્ઘાનિસ્તાનની મદદે આવ્યુ ભારત, માનવતાવાદી સહાયનો બીજો જથ્થો મોકલ્યો
India again helped the troubled Afghanistan sent another consignment of humanitarian aid

Follow us on

ભારતે શુક્રવારે માનવતાવાદી સહાયના ભાગ રૂપે યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં (Afghanistan) જીવન રક્ષક દવાઓનો બે ટન માલ મોકલ્યો હતો. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, જીવન રક્ષક દવાઓનો આ માલ કાબુલની (Kabul) ઈન્દિરા ગાંધી હોસ્પિટલને (Indira Gandhi Hospital) માનવતાવાદી સહાય હેઠળ સોંપવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયે કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોને ચાલી રહેલી માનવતાવાદી સહાય હેઠળ ભારત દ્વારા આ ત્રીજું કન્સાઈનમેન્ટ મેડિકલ સહાય તરીકે મોકલવામાં આવ્યું છે. જેમાં આજે બે ટન જીવન રક્ષક દવાઓ મોકલવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત અફઘાનિસ્તાનના લોકો સાથે વિશેષ સંબંધો ચાલુ રાખવા અને તેમને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

વિદેશ મંત્રાલયે કહ્યું કે આ પ્રયાસમાં અમે તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અફઘાનિસ્તાનને કોવિડ રસીના 5 લાખ ડોઝ અને 1.6 ટન તબીબી સહાયની સપ્લાય કરી છે.

એ પણ કહ્યું કે આવનારા અઠવાડિયામાં અમે અફઘાનિસ્તાનને દવા અને ખોરાક સહિતની માનવતાવાદી સહાય પૂરી પાડીશું. ભારતે 1 જાન્યુઆરીએ અફઘાનિસ્તાનને કોવિડ રસીના 5 લાખ ડોઝ સપ્લાય કર્યા હતા અને જાહેરાત કરી હતી કે આગામી સપ્તાહમાં રસીના વધુ ડોઝ મોકલવામાં આવશે. ડિસેમ્બરમાં ભારતે અફઘાનિસ્તાનને 1.6 ટન તબીબી સહાય પૂરી પાડી હતી.

ભારતે ગુરુવારે કહ્યું કે તે પાકિસ્તાનના માર્ગે અફઘાનિસ્તાનને 50,000 ટન ઘઉંના સપ્લાય માટે મોડલિટીને અંતિમ સ્વરૂપ આપવા માટે પાકિસ્તાની વહીવટીતંત્રના સંપર્કમાં છે. અફઘાનિસ્તાન પાછલા વર્ષમાં ફરી એકવાર રાજકીય રીતે અસ્થિર બન્યું છે. વાસ્તવમાં તાલિબાને ઓગસ્ટ મહિનામાં કાબુલ પર કબજો કરી લીધો હતો. આ પહેલા રાષ્ટ્રપતિ દેશ છોડી ગયા હતા.

જો કે એક મહિના પછી, તાલિબાને દેશમાં વચગાળાની સરકારની રચના કરી હતી, પરંતુ હજુ સુધી તાલિબાનની કામચલાઉ સરકારને કોઈ દેશ દ્વારા માન્યતા આપવામાં આવી નથી. જેના કારણે વચગાળાની સરકાર પાસે ભંડોળની અછત છે અને અફઘાનિસ્તાન ફરી એકવાર અનેક પ્રકારના સંકટનો સામનો કરી રહ્યું છે.

 

આ પણ વાંચો –

કઝાકિસ્તાનમાં ‘આતંકવાદીઓ’ને જોતા જ ગોળી મારવાનો આદેશ, રાષ્ટ્રપતિએ કહ્યું, ‘જેઓ આત્મસમર્પણ નહીં કરે તેમને મારવામાં આવશે’

આ પણ વાંચો –

અન્ય દેશોની જાણકારી મેળવવા માટે ચીન સોશિયલ મીડિયા પર કરે છે જાસૂસી, ડેટા સર્વેલન્સ સેવાઓનું રાષ્ટ્રવ્યાપી નેટવર્ક

આ પણ વાંચો –

Pakistan :પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથળી, વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું આગામી ત્રણ મહિના તેમની સરકાર માટે નથી સરળ

Next Article