London: અરે…આ શું! જર્મનીથી લંડન જતી ફ્લાઈટમાં મહિલાએ 15 હજાર આપી મગફળીના ખરીદી લીધા તમામ પેકેટ્સ, પણ ખાવા માટે નહીં !

27 વર્ષની આ મહિલા લેહ વિલિયમ્સે ફ્લાઈટની અંદર આવ્યા બાદ તેણે ફ્લાઈટમાંથી મગફળીના તમામ પેકેટ ખરીદી લીધા હતા. આ પેકેટોની કુલ કિંમત 15000 રૂપિયા હતી. જે તમામે તમામ પેકેટ કોઈ બીજુ તેની સામે ન ખાય તેની માટે તેણે જાતે જ બધા પેકેટ ખરીદી લીધા હતા.

London: અરે...આ શું! જર્મનીથી લંડન જતી ફ્લાઈટમાં મહિલાએ 15 હજાર આપી મગફળીના ખરીદી લીધા તમામ પેકેટ્સ, પણ ખાવા માટે નહીં !
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 12:36 PM

ઘણી વખત લોકો સાર્વજનિક સ્થળોએ માત્ર તેમની સુવીધાઓનું ધ્યાન રાખીને કંઈક એવું કરે છે જે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. ત્યારે હાલમાં જ જર્મનીથી લંડન ફ્લાઈટમાં જઈ રહેલી એક મહિલાએ આમ જ કર્યુ હતુ. મળતી માહિતી મુજબ 27 વર્ષની આ મહિલા લેહ વિલિયમ્સે ફ્લાઈટની અંદર આવ્યા બાદ તેણે ફ્લાઈટમાંથી મગફળીના તમામ પેકેટ ખરીદી લીધા હતા. આ પેકેટોની કુલ કિંમત 15000 રૂપિયા હતી. જે તમામે તમામ પેકેટ કોઈ બીજુ તેની સામે ન ખાય તેની માટે તેણે જાતે જ બધા પેકેટ ખરીદી લીધા હતા. ત્યારે આવુ તેણીએ કેમ કર્યુ તમને પણ આશ્ચર્ય થયુ ને ?

બીજા કોઈએ મગફળી ન ખરીદવી જોઈએ…’

આશ્ચર્યજનક વાત એ છે કે મહિલાએ અચાનક 15 હજાર રૂપિયાની મગફળી ખરીદી. તેનાથી પણ વધુ વિચિત્ર વાત એ છે કે આ મગફળી તેણે ખાવા માટે નહોતી ખરીદી, પણ એટલા માટે ખરીદી કે અન્ય કોઈ ખરીદી ન શકે. તેની આસપાસ કોઈ પણ મગફળી ખરીદે તેનાથી તેને સમસ્યા હતી.

‘આજુબાજુ એક પણ પેકેટ ખોલવામાં આવે તો…’

ખરેખર, લેહને એનાફિલેક્ટિક શોકની સમસ્યા છે, આ એક ગંભીર એલર્જીક પ્રતિક્રિયા છે જે જીવલેણ બની શકે છે. આ એલર્જી એવી છે કે લેહની આસપાસ મગફળીનું પેકેટ પણ તેના માટે જોખમી બની શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ક્રૂને વિનંતી કરી પરંતુ

સામાન્ય રીતે જ્યારે લેહ પ્લેનમાં જાય છે, ત્યારે તે ક્રૂને તેની બિમારી વિશે કહે છે જેથી ત્યાં કોઈ મગફળી ન ખાય. પરંતુ તે વખતે ક્રૂએ તેમ કરવાની ના પાડી દીધી અને કહ્યું કે તે એરલાઇનની નીતિની વિરુદ્ધ છે. લેઇએ બિઝનેસ ઇનસાઇડરને કહ્યું કે ક્રૂએ તેણીની વાત સાંભળી ન હતી અને પરિસ્થિતિની ગંભીરતાને સમજી શક્યા ન હતા.

‘કોઈ રસ્તો બચ્યો ન હતો’

લેઆએ કહ્યું કે અંતે તે ફસ્ટ્રેટ થઈ ગઈ હતી અને તેની પાસે બીજો કોઈ રસ્તો ન હોય તો તે શું કરતી?  આથી તેણે પ્લેનમાં કોઈ બીજા તે મગફળી ખરીદી ના શકે તે માટે તેણે તમામ મગફળી (48 પેકેટ) પોતાના ખર્ચે $185 (₹15,000) ખરીદી લીધા હતા. કારણ કે તે ઈચ્છતી ન હતી કે કોઈ તે પેકેટ્સ ખરીદે અને તેની સામે ખોલે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">