બલ્ગેરિયામાં થયો ગોઝારો અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ, બાળકો સહિત 46 લોકોના મોત

|

Nov 23, 2021 | 12:50 PM

આગમાં દાઝી ગયેલા 7 લોકોને રાજધાની સોફિયા (Sofia)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવીએ આ વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં ઉત્તર મેસેડોનિયા (North Macedonia)ના લોકો પણ સામેલ છે.

બલ્ગેરિયામાં થયો ગોઝારો અકસ્માત, બસમાં લાગી ભીષણ આગ, બાળકો સહિત 46 લોકોના મોત
Bus Fire in Bulgaria

Follow us on

બલ્ગેરિયા (Bulgaria)ના પશ્ચિમી ભાગમાં હાઈવે પર ઉત્તર મેસેડોનિયન નંબર પ્લેટવાળી (North Macedonian plates) એક બસમાં ભીષણ આગ લાગી (Bus Fire in Bulgaria)ગઈ. આગ લાગવાની આ ઘટનામાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં બાળકો પણ સામેલ છે.

 

આગમાં દાઝી ગયેલા 7 લોકોને રાજધાની સોફિયા (Sofia)ની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલયના ફાયર પ્રોટેક્શન વિભાગના વડા નિકોલાઈ નિકોલોવીએ આ વિશે જણાવ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે મૃત્યુ પામેલા લોકોમાં ઉત્તર મેસેડોનિયા (North Macedonia)ના લોકો પણ સામેલ છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

 

નિકોલાઈ નિકોલોવીએ કહ્યું કે એક બસમાં આગ લાગવાના કારણે ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. તેમને કહ્યું કે આગ લાગવાની આ ઘટના સ્થાનિક સમયાનુસાર બપોરે 2 વાગ્યે થઈ. સોફિયામાં નોર્થ મેસેડોનિયાના દુતાવાસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટનાનો ભોગ બનેલા મોટાભાગના ઉત્તર મેસેડોનિયાના નાગરિકો હતા. અધિકારીએ કહ્યું કે અત્યાર સુધી આગ લાગવાની ઘટનાનું કારણ જાણી શકાયું નથી. હાલમાં ઘટનાવાળી જગ્યાને સીલ કરી દેવામાં આવી છે.

બસમાં સવાર હતા 53 મુસાફર

અધિકારીઓએ આ વાતની પુષ્ટી કરી દીધી છે કે મૃત્યુ પામેલાઓમાં ઉત્તર મેસેડોનિયામાં રહેતા લોકો અને બાળકો સામેલ છે. સોફિયાથી લગભગ 45 કિલોમીટર પશ્ચિમમાં સ્ટ્રુમા હાઈવે પર આ દુર્ઘટના બની. આ ઘટના સમયે બસમાં કુલ 53 મુસાફર સવાર હતા. સોફિયામાં ઈમરજન્સી હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે દાઝી ગયેલા સાત લોકો સળગતી બસમાંથી કૂદી પડ્યા હતા.

 

તેમને જણાવ્યું કે હાલમાં 7 લોકોની તબિયત સ્થિર છે. વચગાળાના વડાપ્રધાન સ્ટેફન યાનેવ (Stefan Yanev) ઘટના સ્થળ તરફ જવા રવાના થઈ ગયા છે. નોર્થ મેસેડોનિયાના વિદેશ મંત્રી બુજર ઉસ્માનીએ કહ્યું કે લોકો ઈસ્તાંબુલથી વિકેન્ડની રજા પસાર કરી ઉતરી મેસેડોનિયાની રાજધાની સ્કોપજે પરત ફરી રહ્યા હતા.

 

આ એક મોટી દુર્ઘટના છે: ઉત્તર મેસેડોનિયનના વડાપ્રધાન

ગૃહ મંત્રી બોયકો રાશકોવે કહ્યું કે બસની અંદર લોકો સવાર હતા અને પછી તેઓ બળીને ખાખ થઈ ગયા. તેણે કહ્યું કે આ તસવીર ડરાવનારી છે. મેં આવું પહેલાં ક્યારેય જોયું નથી. બલ્ગેરિયન તપાસ સેવાના વડા બોરિસ્લાવ સરાફોવે જણાવ્યું હતું કે આ દુર્ઘટના ડ્રાઈવરની ભૂલના કારણે થઈ કે પછી કોઈ ટેક્નિકલ ખરાબી હતી.

 

તસ્વીરમાં સળગેલી બસ ફાયરકર્મીઓ અને ઈમરજન્સી કર્મચારીઓથી ઘેરાયેલી છે. નોર્થ મેસેડોનિયાના વડાપ્રધાન જોરાન જેવે કહ્યું કે દુર્ઘટનાથી હું ડરી ગયો છું. આ ખુબ જ મોટી દુર્ઘટના છે. મેસેડોનિયા દુતાવાસના પ્રતિનિધિઓ ઘાયલ લોકોની હોસ્પિટલમાં મુલાકાત કરી છે.

 

આ પણ વાંચો: ગલવાન ઘાટીમાં શહીદ થયેલા બળવાન કર્નલ સંતોષ બાબુ મહાવીર ચક્રથી સન્માનિત, આતંકવાદીને મારનારા સુબેદાર સંજીવ કુમારને કીર્તિ ચક્ર એનાયત

 

આ પણ વાંચો: સંસદમાં કૃષિ કાયદાઓને રદ કર્યા પહેલા સરકાર કરી શકે છે આ કામ, કૃષિ મંત્રીના સંબોધન પર થઈ શકે છે હંગામો

Next Article