ઇમરાન ખાનની વધી ચિંતા ! પાકિસ્તાની તાલિબાને સમાપ્ત કર્યુ સીઝફાયર, શું ફરી દેશમાં હુમલાઓ વધશે ?

|

Dec 10, 2021 | 5:34 PM

ટીટીપીએ આત્મઘાતી હુમલો, આઈઈડી હુમલો અને ટાર્ગેટ કિલિંગ દ્વારા તેની નાપાક યોજનાઓ હાથ ધરી છે. 2014માં પાકિસ્તાની તાલિબાને પેશાવરની એક શાળા પર બંદૂકો અને બોમ્બથી હુમલો કર્યો હતો.

ઇમરાન ખાનની વધી ચિંતા ! પાકિસ્તાની તાલિબાને સમાપ્ત કર્યુ સીઝફાયર, શું ફરી દેશમાં હુમલાઓ વધશે ?
Imran Khan

Follow us on

પાકિસ્તાની (Pakistan) તાલિબાન (Taliban) તરીકે ઓળખાતા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સશસ્ત્ર જૂથે એકપક્ષીય રીતે પાકિસ્તાન સરકારના એક મહિનાના યુદ્ધવિરામને સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. ટીટીપીનો આરોપ છે કે અધિકારીઓ શાંતિ વાટાઘાટોના પ્રારંભિક તબક્કામાં આપેલા વચનો પર પાછા ફર્યા છે. પાકિસ્તાન સરકારે સશસ્ત્ર જૂથ સાથે વાતચીત શરૂ કરવાની જાહેરાત કર્યા પછી 9 નવેમ્બરના રોજ યુદ્ધવિરામ અમલમાં આવ્યુ. TTP 2007 થી પાકિસ્તાન સરકાર સાથે લડી રહ્યું છે અને આ દરમિયાન તેણે ઘણા વિસ્ફોટ કર્યા છે.

TTP આતંકવાદીઓ દ્વારા દેશભરમાં નાગરિકો અને સેનાના જવાનો પર ડઝનબંધ હુમલા કરવામાં આવ્યા છે. ગુરુવારે મોડી રાત્રે પત્રકારોને જાહેર કરાયેલા એક નિવેદનમાં ટીટીપીએ જાહેરાત કરી હતી કે વર્તમાન સંજોગોમાં યુદ્ધવિરામ ચાલુ રાખવું શક્ય નથી. વડાપ્રધાન ઈમરાન ખાનની આગેવાની હેઠળની સરકારે હજુ સુધી આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ, 8 નવેમ્બરે, પાકિસ્તાનના સૂચના પ્રધાન ફવાદ ચૌધરીએ પુષ્ટિ કરી હતી કે મહિનાઓની વાતચીત પછી સરકાર અને TTP વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની છે.

ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, TTP સાથેની વાતચીત દરમિયાન રાજ્યની સંપ્રભુતા, રાષ્ટ્રીય સુરક્ષા, સંબંધિત ક્ષેત્રોમાં શાંતિ અને સામાજિક અને આર્થિક સ્થિરતા પર વિચાર કરવામાં આવશે. અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર પાછા ફર્યાના એક મહિના પછી, ઇમરાન ખાને પ્રથમ વખત જાહેરાત કરી કે TTP અને તેમની સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. TTP અને અફઘાન તાલિબાન સાથી છે. જો કે, બંને અલગ-અલગ ઓપરેશન અને કમાન્ડ સ્ટ્રક્ચર જાળવે છે. 14 નવેમ્બરના રોજ, અફઘાનિસ્તાનના કાર્યવાહક વિદેશ મંત્રી, અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે તાલિબાને TTP અને ઈમરાન સરકાર વચ્ચે મધ્યસ્થી તરીકે કામ કર્યું.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

2007 થી, TTP એ પાકિસ્તાનની ધરતી પર કેટલાક સૌથી ખતરનાક આતંકવાદી હુમલાઓ કર્યા છે. જેમાં રાજકીય નેતાઓ, નાગરિકો અને સુરક્ષા દળોને નિશાન બનાવવામાં આવ્યા છે. ટીટીપીએ આત્મઘાતી હુમલો, આઈઈડી હુમલો અને ટાર્ગેટ કિલિંગ દ્વારા તેની નાપાક યોજનાઓ હાથ ધરી છે. 2014માં પાકિસ્તાની તાલિબાને પેશાવરની એક શાળા પર બંદૂકો અને બોમ્બથી હુમલો કર્યો હતો. જેમાં 140 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 132 શાળાના બાળકોનો સમાવેશ થાય છે. જો કે, આ પછી પાકિસ્તાન સરકારે TTP વિરુદ્ધ મોરચો ખોલ્યો અને હુમલાની સંખ્યામાં ઘટાડો થયો.

આ પણ વાંચો –

Human Rights Day: આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ શા માટે ઉજવવામાં આવે છે ? જાણો ભારતમાં નાગરિકોને આપવામાં આવેલ મૂળભૂત અધિકારો વિશે

આ પણ વાંચો –

IND VS SA: ટીમ ઇન્ડિયાને ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષીત રાખવા માટે દક્ષિણ આફ્રિકાનો ખાસ પ્લાન, આલીશાન રિસોર્ટ સીલ

Next Article