Imran Khanએ અલ્લાહના ભરોસે મૂક્યું ખૈરાતી પાકિસ્તાન, રૂપિયા ના હોવાથી કોરોના વેક્સિન નહીં ખરીદવાનો કર્યો નિર્ણય

|

Mar 05, 2021 | 1:14 PM

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મેજર જનરલ આમિર ઇકરામ અનુસાર, ચીની બનાવટ કોરોના રસીની કિંમત 13 ડોલર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રસી માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દાતાઓ અને ચીન જેવા સાથી દેશો પર નિર્ભર છે.

Imran Khanએ અલ્લાહના ભરોસે મૂક્યું ખૈરાતી પાકિસ્તાન, રૂપિયા ના હોવાથી કોરોના વેક્સિન નહીં ખરીદવાનો કર્યો નિર્ણય
Pakistan Corona Vaccine

Follow us on

કોરોના મહામારી વચ્ચે Pakistanની Imran Khanની સરકારે તેના દેશવાસીઓને કોરોના રસી (Corona Vaccine) માટે ખૈરાતના ભરોસે છોડ્યું છે. જો , કે પાકિસ્તાન આ વર્ષે કોરોના રસી નહીં ખરીદે. પાકિસ્તાન અત્યારે તો કોરોના મહામારીથી લડવા માટે હર્ડ ઇમ્યુનિટી અને અન્ય સાથી દેશો દ્વારા દાનમાં મળતી મફત કોરોના રસી પર નિર્ભર રહેશે.

પાકિસ્તાનના એક મીડિયા રિપોર્ટ અનુસાર રાષ્ટ્રીય આરોગ્ય સેવા સચિવ આમિર અશરફ ખ્વાજાએ ગુરુવારે જાહેર હિસાબ સમિતિના બ્રીફિંગ દરમિયાન આ માહિતી આપી હતી.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મેજર જનરલ આમિર ઇકરામ અનુસાર, ચીની બનાવટ કોરોના રસીની કિંમત 13 ડોલર છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રસી માટે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય દાતાઓ અને ચીન જેવા સાથી દેશો પર નિર્ભર છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પાકિસ્તાને 2 લાખ 75 હજાર ડોઝ કોરોના દર્દીઓની સાર સંભાળ રાખતા હેલ્થ વર્કર્સને આપ્યા છે.

રાષ્ટ્રીય આરોગ્ય સેવા સચિવએ જણાવ્યું હતું કે ચીનની ફાર્માસ્યુટિકલ કંપની સિનોફાર્મે પાકિસ્તાનને કોરોના રસીના 1 મિલિયન ડોઝ આપવાનું વચન આપ્યું છે. જેમાંથી 5 લાખ ડોઝ પાકિસ્તાનને આપવામાં આવ્યા છે. અત્યાર સુધી પ્રાપ્ત ડોઝમાંથી, પાકિસ્તાને 2 લાખ 75 હજાર ડોઝ કોરોના દર્દીઓની સાર સંભાળ રાખતા હેલ્થ વર્કર્સને આપ્યા છે.
તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાનનું લક્ષ્ય છે કે આ વર્ષના અંત સુધીમાં 7 કરોડ લોકોને રસી આપવામાં આવે.

ગ્લોબલ એલાયન્સ ફોર વેક્સીન્સ એન્ડ ઇમ્યુનાઇઝેશન (Gavi) દ્વારા પાકિસ્તાન ભારતીય નિર્મિત ઑક્સફર્ડ-એસ્ટ્રોજેના કોરોના રસીના મફત 60 લાખ ડોઝ પણ મેળવી શકે છે, જે પાકિસ્તાનની 20 ટકા વસ્તીને રસી આપી શકે છે.

વર્ષ 2000 માં સ્થપાયેલી આંતરરાષ્ટ્રીય સંસ્થા ગવિનો હેતુ વિશ્વના ગરીબ દેશોમાં રસી પૂરી પાડવાનો છે, જે બીમારીઓને રસી દ્વારા રોકી શકાય છે.

અન્ય એક સમાચાર મુજબ ચીનની એક અન્ય કંપની પણ પાકિસ્તાનમાં તેની રસીના ત્રીજા તબક્કાની તપાસ કરી રહી છે. તે સ્પષ્ટ છે કે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય,અને ખાસ કરીને ચીન તરફથી મળતી કોરોના વાયરસની રસી તરફ રાહ જોઈ રહ્યું છે.

Next Article