Pakistan IMF Loan: પાકિસ્તાનને ગરીબીમાંથી બહાર કાઢવા માટે, શું શહેબાઝ શરીફે IMF સાથે પાકિસ્તાનની આઝાદીનો સોદો કર્યો?

|

Feb 07, 2023 | 12:53 PM

આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનને મળેલા બેલઆઉટ પેકેજની ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સમીક્ષા કરશે. IMF એ જોશે કે શું તે પાકિસ્તાન પર લાદવામાં આવેલી શરતો પૂરી કરી શકે છે કે પછી તે શર્તોને તે પૂર્ણ કરી શકશે. બીજી તરફ અર્થવ્યવસ્થાના નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન IMFની શરતોને સ્વીકારીને પોતાની સ્વતંત્રતા સાથે સમાધાન કરી રહ્યું છે.

Pakistan IMF Loan: પાકિસ્તાનને ગરીબીમાંથી બહાર કાઢવા માટે, શું શહેબાઝ શરીફે IMF સાથે પાકિસ્તાનની આઝાદીનો સોદો કર્યો?
પાકિસ્તાનને ગરીબીમાંથી બહાર કાઢવા માટે, શુ શહેબાઝ શરીફે IMF સાથે પાકિસ્તાનની આઝાદીનો કર્યો સોદો?
Image Credit source: Google

Follow us on

ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન હાલમાં ભયંકર આર્થિક સંકટમાં ફસાઈ ગયો છે. ડોલર પૂર્ણ થઈ ગયા છે અને આયાત પર પણ સંકટ ઊભું થયું છે. આવી સ્થિતિમાં હવે તમામ આશાઓ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પર ટકેલી છે. પરંતુ કેટલાક નિષ્ણાતોના મતે, જો પાકિસ્તાન IMFની શરતોને સ્વીકારે છે, તો તે તેની સામે તેની આઝાદીને ગીરવે મુકશે. હકીકતમાં IMF દ્વારા પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી પ્રણાલીની શરતી સમીક્ષા થવાની છે. 9 ફેબ્રુઆરીએ દુનિયાને ખબર પડશે કે IMFએ શું નિર્ણય લીધો છે.

IMFની કડક શરતો

વડા પ્રધાન શેહબાઝ શરીફ અને તેમની સરકાર નેશનલ એકાઉન્ટેબિલિટી ઓર્ડિનન્સ (NAO) અને ફેડરલ ઇન્વેસ્ટિગેશન એક્ટ (FIA)માં વધુ સુધારા કરવા સંમત થયા છે. NAO 1999 અને FIA એક્ટ 1974માં IMF ટાસ્ક ફોર્સ દ્વારા સુધારો કરવામાં આવશે.

આ પણ વાચો: Minority : પાકિસ્તાન માટે થપ્પડ સમાન અહેવાલ, લઘુમતીઓ માટે 110 દેશમાં ભારત સર્વશ્રેષ્ઠ છે, CPA ના રિપોર્ટમાં થયો ખુલાસો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

છેલ્લા એક વર્ષથી IMF દ્વારા પાકિસ્તાન સરકાર પર NAOમાં ફેરફાર કરવાની શરત મૂકવામાં આવી છે. આ તે કાયદો છે જેના હેઠળ પાકિસ્તાનના રાજનેતાઓ સિવાય અહીંના અધિકારીઓએ 1100 અબજ રૂપિયાનો નફો કર્યો છે. તેણે મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હતો અને જનતાના પૈસા લૂંટ્યા હતા. આર્થિક સંકટ, ખાદ્ય અને ઉર્જા સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં તાજેતરમાં સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (સુધારા) બિલ 2921 પસાર કરવામાં આવ્યું હતું.

9 ફેબ્રુઆરી પછી મોટી જાહેરાત

ઘણા લોકોનું કહેવું છે કે આ કાયદો પસાર થતાની સાથે જ પાકિસ્તાને કેન્દ્રીય બેંકને IMFને સોંપી દેશે. બજારના જાણકારોનું માનવું છે કે પાકિસ્તાને IMFની કડક શરતો સ્વીકારીને તેની આર્થિક સ્વતંત્રતા ગુમાવી દીધી છે. પરંતુ એ વાત પણ સાચી છે કે તેની હાલત એવી છે કે તે આ શરતોનો ઇનકાર કરી શકતો નથી. IMF પાસેથી શરત પર 1.3 બિલિયન ડોલપ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જાહેરાત 9 ફેબ્રુઆરી પછી કરવામાં આવશે. તે પછીના બીજા હપ્તાની જાહેરાત માર્ચમાં કરવામાં આવશે.

પાકિસ્તાન પાસેથી શું ઈચ્છે છે IMF

રક્ષા બજેટમાં વાર્ષિક 10થી 20 ટકાના ઘટાડા સાથે IMFએ સૈન્ય અને નાગરિક અધિકારીઓની સંપત્તિ જાહેર કરવાની માંગ કરી છે. તેમજ શાહબાઝ સરકારે આ મહિને જ 300 બિલિયન ડોલરના મિની બજેટની જાહેરાત કરવી પડશે. પાકિસ્તાનને 900 બિલિયન ડોલરના લોનનો સામનો કરવો પડશે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના લોકો પર ભારે ટેક્સ લગાવવો પડશે. તેની સાથે વીજળી, ગેસ અને ઉર્જા પરની છૂટને નાબૂદ કરવી પડશે.

આ સાથે તમામ પેટ્રોલિયમ ઉત્પાદનો પર 17 ટકા GSTની શરત પણ મૂકવામાં આવી છે. આ સિવાય IMFની સલાહ લીધા પછી જ પાકિસ્તાન નાણા સંબંધિત કોઈપણ કાયદામાં ફેરફાર કરી શકશે. FATFની શરતો હેઠળ, IMF મની લોન્ડરિંગ પર જવાબદારી, ઓડિટ અને નિર્ણયોના કાયદાની દેખરેખ કરશે.

Next Article