જો ELON MUSK ટ્વિટર ખરીદી લે છે તો તેને દરવર્ષે 7500 કરોડ માત્ર વ્યાજ પેટે ચૂકવવા પડશે, જાણો કઈ રકમમાં થઇ શકે છે ડીલ

હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે મસ્ક ટ્વિટર કેમ ખરીદવા માંગે છે? શું થયું કે તે પોતાની સંપત્તિનો ચોથો ભાગ આ કંપની ખરીદવામાં જ ખર્ચ કરશે. ટ્વિટર ખરીદવાની જાહેરાત પછી TED ટોક પ્લેટફોર્મ પર બોલતા એલોન મસ્કએ કહ્યું કે તેઓ વાણી સ્વાતંત્ર્ય માટે ટ્વિટરને સૌથી અગ્રણી પ્લેટફોર્મ બનાવવા માંગે છે.

જો ELON MUSK ટ્વિટર ખરીદી લે છે તો તેને દરવર્ષે 7500 કરોડ માત્ર વ્યાજ પેટે ચૂકવવા પડશે, જાણો કઈ રકમમાં થઇ શકે છે ડીલ
Elon musk
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 22, 2022 | 8:50 AM

એલોન મસ્ક ટ્વિટર(Elon Musk to buy Twitter) ખરીદવા માટે તૈયાર છે. મસ્કે ટ્વિટરના પ્રત્યેક શેરને પ્રતિ શેર 54.20 ડોલરના દરે રોકડમાં ખરીદવા 46.5 અબજ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે. ગુરુવારે તેણે અમેરિકન માર્કેટ રેગ્યુલેટર (SEC)ને આ માહિતી આપી હતી. એલોન મસ્ક ટ્વિટર ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી 33.5 બિલિયન ડોલર ખર્ચ કરશે. આ સિવાય મોર્ગન સ્ટેનલી સહિત ઘણી બેંકો 13 અબજ ડોલરની લોન આપવા માટે સંમત થઈ છે. સ્વ-ભંડોળમાં 33.5 બિલિયન ડોલરમાંથી 21 બિલિયન ડોલર રોકડ હશે. 12.5 બિલિયન ડોલર તેમને બેંકો દ્વારા સુરક્ષિત લોનના રૂપમાં આપવામાં આવશે. આ લોનની સિક્યોરિટી તેના ટેસ્લા 62.5 બિલિયન ડોલરના હિસ્સામાંથી હશે. ટ્વિટર સામે 13 બિલિયન ડોલરની બેંક લોન પણ સુરક્ષિત કરવામાં આવશે.

એવું માનવામાં આવે છે કે આટલા મોટા દેવાના કારણે એલોન મસ્કને વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા  1 અબજ ડોલરનું વ્યાજ ચૂકવવું પડશે. આ ગણતરી બ્લૂમબર્ગ મેટ લેવિને કરી છે. મસ્ક 12.5 બિલિયન ડોલરના દેવાના બદલામાં ટેસ્લાના શેર કોલેટરલ તરીકે રાખશે. આવી સ્થિતિમાં જો ટેસ્લાના શેરની કિંમત ઘટશે તો તેણે બેંકોને વધુ શેર આપવા પડશે.

મસ્કનું ટ્વિટરની કમાણી પર ધ્યાન  નહિ

બીજી મહત્વની વાત જે ચર્ચાઈ રહી છે તે એ છે કે મસ્ક ટ્વિટર સાથે વારંવાર ફ્રીડમ ઓફ સ્પીચ પર ધ્યાન આપી રહ્યા છે. આવી સ્થિતિમાં આટલી મોટી ડીલ પછી ટ્વિટરથી આવક કેવી રીતે વધશે, તેના વિશે હાલમાં કોઈ ચોક્કસ માહિતી નથી. મસ્કે સ્પષ્ટ કર્યું છે કે જો તેને તેના ખિસ્સામાંથી બીજી કોઈ કિંમત ચૂકવવી પડે તો તે તેના માટે તૈયાર છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

એલોન મસ્ક શા માટે ટ્વિટર ખરીદવા માંગે છે?

હવે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે મસ્ક ટ્વિટર કેમ ખરીદવા માંગે છે? શું થયું કે તે પોતાની સંપત્તિનો ચોથો ભાગ આ કંપની ખરીદવામાં જ ખર્ચ કરશે. ટ્વિટર ખરીદવાની જાહેરાત પછી TED ટોક પ્લેટફોર્મ પર બોલતા એલોન મસ્કએ કહ્યું કે તેઓ વાણી સ્વાતંત્ર્ય માટે ટ્વિટરને સૌથી અગ્રણી પ્લેટફોર્મ બનાવવા માંગે છે. દરેકને વાણી સ્વતંત્રતા હોવી જોઈએ. લોકોને કાયદાના દાયરામાં રહીને મુક્તપણે પોતાના વિચારો વ્યક્ત કરવાનો અધિકાર હોવો જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે Twitter ને ઓપન સોર્સ રાખવામાં આવે. અહીં દરેકને સમાન તક મળવી જોઈએ.

સમગ્ર વિશ્વમાં લોકશાહીને મજબૂતી મળશે : મસ્ક

મસ્કે એમ પણ કહ્યું કે જો તે ટ્વિટર ખરીદશે તો દુનિયાના ઘણા લોકો તેને નાપસંદ કરવા લાગશે પરંતુ અમે લોકશાહીને મજબૂત કરવા માંગીએ છીએ. આ માટે લોકોની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા જરૂરી છે. ટ્વિટર આ પ્લેટફોર્મ પ્રદાન કરશે.

ઇક્વિટી ફર્મ થોમ બ્રાવો સાથે રોકાણ અંગે ચર્ચા

રોઇટર્સના અહેવાલ મુજબ એલોન મસ્ક પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ થોમ બ્રાવો સાથે મળીને ટ્વિટર ખરીદી શકે છે. હાલમાં આ સમાચારને ક્યાંયથી સમર્થન મળ્યું નથી. ગુરુવારે મસ્કે જણાવ્યું હતું કે તેણે 46.5 બિલિયન ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે. જે બાદ થોમ બ્રાવોના સમાચાર આવ્યા છે.

ફીચરમાં ઘણા બદલાવ આવી શકે છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો મસ્ક ટ્વિટરના નવા માલિક બને છે તો તેના ફીચરમાં ઘણા ફેરફારો થવાની સંભાવના છે. પહેલો ફેરફાર એ હશે કે ટ્વિટરમાં એડિટ બટન આપવામાં આવશે. આ સિવાય ટ્વિટરની કન્ટેન્ટ મોડરેશન પોલિસીમાં પણ ફેરફાર કરી શકાય છે. ઉલ્લેખનીય છે  કે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર પણ ટ્વિટર દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ સિવાય ટ્વિટરને ઓપન સોર્સ બનાવી શકાય છે.

આ પણ વાંચો : Share Market : સતત બે દિવસની તેજીમાં રોકાણકારોએ 5.9 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી,આજે કેવો રહી શકે છે બજારનો મૂડ?

આ પણ વાંચો :  RBI એ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ઈશ્યુ કરવા માટે માસ્ટર ડાયરેક્શન્સ જાહેર કર્યા, જાણો વિગતવાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">