જો કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં મૃત્યુ પામે છે તો તેના મૃતદેહનું શું થાય છે ? જાણો પૃથ્વીથી કેટલું વાતાવરણ અલગ છે

|

Oct 16, 2021 | 9:50 PM

અંતરિક્ષ ક્ષેત્રમાં માણસ સતત પ્રગતિ કરી રહ્યો છે. આ અંગે વિવિધ અભ્યાસો પણ કરવામાં આવી રહ્યા છે. બીજા ગ્રહ પર રહેવાની વાતો ચાલી રહી છે, પરંતુ સવાલ એ ઉદ્ભવી રહ્યો છે કે જો ત્યાં કોઈનું મૃત્યુ થશે તો તેના મૃતદેહનું શું થશે.

જો કોઈ વ્યક્તિ અંતરિક્ષમાં મૃત્યુ પામે છે તો તેના મૃતદેહનું શું થાય છે ? જાણો પૃથ્વીથી કેટલું વાતાવરણ અલગ છે
File photo

Follow us on

Human Death in Space: અંતિરક્ષના ક્ષેત્રમાં નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ રહી છે. આ સ્થિતિમાં તે સમય દૂર નથી જ્યારે આપણે વેકેશન માટે અથવા રહેવા માટે અન્ય ગ્રહોની યાત્રા કરીશું. કોમર્શિયલ સ્પેસ કંપની બ્લુ ઓરિજિને ઉપકક્ષીય ફ્લાઈટ્સથી ગ્રાહકોને મોકલવાનું શરૂ કર્યું છે.

 

ઉદ્યોગપતિ એલોન મસ્ક (Elon Musk)ને તેમની કંપની સ્પેસએક્સ સાથે મંગળ પર બેઝ શરૂ કરવાની આશા છે. હવે સવાલ એ ઉભો થાય છે કે અંતરિક્ષમાં રહેવું કેવું લાગશે અથવા જો કોઈ મૃત્યુ પામશે (Death in Space) તો ત્યાં મૃતદેહનું શું થશે. ટેસીડ યુનિવર્સિટીના હેલ્થ એન્ડ લાઈફ સાયન્સના ડીન અને એપ્લાઈડ બાયોલોજિકલ એન્થ્રોપોલોજીના પ્રોફેસર ટીમ થોમ્પસને જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ વ્યક્તિ પૃથ્વી પર મૃત્યુ પામે છે ત્યારે તેનું શરીર સડવા લાગે છે. જેનું વર્ણન 1247માં સોંગ સીના ‘ધ વોશિંગ અવે ઓફ કલર્સ’માં થયું હતું. ”

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

પ્રથમ ફોરેન્સિક વિજ્ઞાન પુસ્તકમાં વર્ણન કર્યું હતું કે સૌ પ્રથમ લોહીનો પ્રવાહ અટકે છે અને ગુરુત્વાકર્ષણને કારણે તે લોહી એકઠું થવાનું શરૂ કરે છે. આ પછી શરીર ઠંડુ થાય છે અને સ્નાયુઓ સખત થઈ જાય છે. આ પ્રક્રિયાને રિગોર મોર્ટિસ કહેવામાં આવે છે.

 

આ બાદ રાસાયણિક પ્રતિક્રિયાને વેગ આપનાર પ્રોટીન કોષની દિવાલો તોડી નાખે છે અને સામગ્રીને બહાર કાઢે છે. આ સાથે જ બેક્ટેરિયમ સમગ્ર શરીરમાં ફેલાય છે. તેઓ નરમ કોષોનો નાશ કરે છે અને તેમાંથી નીકળતા ગેસને કારણે શબ ફૂલી જાય છે. આ પછી દુર્ગંધ આવવા લાગે છે અને નરમ પેશીઓ તૂટી જાય છે. શબની સડવાની આ પ્રક્રિયામાં આંતરિક પરિબળો છે, પરંતુ બાહ્ય પરિબળો પણ છે, જે સડવાની પ્રક્રિયાને અસર કરે છે. જેમાં તાપમાન, જંતુની પ્રવૃત્તિ, દફન અથવા શબને કપડામાં લપેટી રાખવું વગેરેનો સમાવેશ થાય છે.

 

મૃત શરીરને મોમીમાં ફેરવવાનું કામ સૂકા વાતાવરણમાં થાય થાય છે. ઓક્સિજન વગરના ભેજવાળા વાતાવરણમાં એવી સ્થિતિ સર્જાય છે કે જેમાં પાણી હાઈડ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા ચરબીને મીણ જેવા પદાર્થમાં તોડી શકે છે. જો કે ઘણા કિસ્સાઓમાં નરમ પેશીઓ આખરે મરી જાય છે અને માત્ર હાડપિંજર જ રહે છે.

 

અન્ય ગ્રહો પર અલગ ગુરુત્વાકર્ષણને કારણે ‘લિવર મોર્ટિસ’ તબક્કા ચોક્કસપણે પ્રભાવિત થશે અને અવકાશમાં તરતી વખતે ગુરુત્વાકર્ષણની ગેરહાજરીને કારણે લોહી ગંઠાઈ જશે નહીં. સ્પેસસુટની અંદર ‘રિગોર મોર્ટિસ’ ની પ્રક્રિયા ચાલુ રહેશે. જમીનમાં રહેલા જીવજંતુઓ મૃતદેહને સડવામાં મદદ કરે છે. જો કે આપણા સૌરમંડળના અન્ય ગ્રહો પર જંતુઓ અને મડદા ખાતા અન્ય જંતુઓ નથી.

 

સડવાની પ્રક્રિયામાં તાપમાન પણ મુખ્ય પરિબળ છે. ઉદાહરણ તરીકે ચંદ્ર પર તાપમાન 120થી 170 ડિગ્રી સેલ્સિયસ છે. આ સાથે ગરમીથી પ્રભાવિત ફેરફારો અથવા મૃતદેહોને ઠંડું પાડવાની અસરો જોઈ શકાય છે. જોકે એલિયન્સના સમયે માનવ શરીર અવકાશમાં હશે. તેથી કદાચ અગ્નિસંસ્કારની નવી રીત શોધવાની જરૂર હશે.

 

આ પણ વાંચો : ISCON Temple Attack: બાંગ્લાદેશમાં ‘ઈસ્કોન મંદિર’ પર હુમલો, ભક્તો સાથે કરી મારપીટ

 

આ પણ વાંચો : Ahmedabad : લૂંટારું ટોળકી પોલીસ ગિરફ્તમાં, ગેંગ મોટાભાગે મંદિરોને કરતી ટાર્ગેટ

Next Article