China Hit by Tornado : ચીનમાં ટોરનેડોના કારણે સર્જાયા તબાહીના દ્રશ્યો, જુઓ વીડિયો

|

Sep 01, 2021 | 2:32 PM

થોડા દિવસો પહેલા ચીનમાં પૂરને કારણે પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયુ હતુ. જેમાં લગભગ 300 લોકોના મોત થયા હતા, જ્યારે 47 લોકો લાપતા બન્યા હતા.

China Hit by Tornado : ચીનમાં ટોરનેડોના કારણે સર્જાયા તબાહીના દ્રશ્યો, જુઓ વીડિયો
China Hit by Tornado

Follow us on

ચીનમાં (China) એક ટોરનેડોએ (Tornado) એવી તબાહી મચાવી છે કે જેના વિશે કદાચ જ કોઇએ વિચાર્યુ હશે. આનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં હવામાં ચારે તરફ કાટમાળ ઉડતો જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો ચીનના હુલુડાઓ શહેરનો છે.

ટોરનેટોના કારણે અહીં 50 થી વધુ ઘરોને ક્ષતિ પહોંચી છે. કેટલીક જગ્યાઓએ તો ઝાડ પોતાના મૂળમાંથી જ ઉખડી ગયા. એક વ્યક્તિએ પોતાના ઘરની બારીમાંથી આ વીડિયો બનાવ્યો છે, જેમાં જોવા મળે છે કે આ ચક્રવાતની ગતી કેટલી ઝડપી છે. જાણકારી પ્રમાણે, શહેરમાં ભારે નુક્સાન થયુ છે. રસ્તાઓને પણ ખૂબ નુક્સાન થયુ છે અને લોકોના વાહનો પણ તૂટી ગયા છે.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

આ શહેર ચીનના ઉત્તર પૂર્વમાં સ્થિત લિઓનિંગ પ્રાંતમાં છે. કહેવામાં આવી રહ્યુ છે કે આ ઘટના 25 ઓગસ્ટની છે. આને લઇને ચીન તરફથી કોઇ જાણકારી આપવામાં નથી આવી, પરંતુ જ્યારે વીડિયો વાયરલ થયો તો દુનિયાને તેના વિશે ખબર પડી. આ ચક્રવાત લગભગ 1 મિનીટ સુધી ત્યાંની ઇમારતો સાથે ટકરાતુ રહ્યુ. આ ચક્રવાતની અસર હજી સુધી દેખાઇ રહી છે. કુલ કેટલુ નુક્સાન થયુ છે તેને લઇને સરકારે કઇ જણાવ્યુ નથી.

 

એક વ્યક્તિ ઘાયલ

રિપોર્ટ્સ પ્રમાણે, આના કારણે એક વ્યક્તિ ઘાયલ થઇ ગયો છે અને તેને ઇલાજ માટે હોસ્પિટલ પણ લઇ જવાયો છે. ટોરનેડો દરમિયાન હવાની ગતી ખૂબ ઝડપી હોય છે. કેટલીક વાર આવા ટોરનેડો ખૂબ ભયંકર સ્વરૂપ પણ લઇ લે છે.

થોડા દિવસો પહેલા ચીનમાં પૂરને કારણે પણ મોટા પ્રમાણમાં નુક્સાન થયુ હતુ જેમાં લગભગ 300 લોકોના મોત થયા હતા, જ્યારે 47 લોકો લાપતા બન્યા હતા. આ પૂર દેશના મધ્ય ક્ષેત્રમાં આવ્યુ હતુ. ભારે વરસાદને કારણે 150 કાઉન્ટી સ્તરીય ક્ષેત્રોમાં 1 કરોડ 45 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. આ સાથે જ એક લાખ 90 હજાર હેક્ટરથી વધુના પાકને પણ નુક્સાન થયુ હતુ. પ્રાંતમાં 30000 થી વધુ ઘરો ધરાશાયી થયા હતા.

 

આ પણ વાંચો –

Saira Banu Admitted : દિલીપ કુમારના પત્ની સાયરા બાનુની તબિયત લથડી, મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ

આ પણ વાંચો –

Gujarat : આવતીકાલથી ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થશે, કોરોના ગાઇડલાઇનનું શાળાઓએ કરવું પડશે ચુસ્ત પાલન

આ પણ વાંચો –

અરે કમાલ કરતે હો ભાઇ ! ન્યૂઝીલેન્ડની વેબસાઇટ વેચી રહી છે ભારતીય ખાટલો, કિંમત રાખી છે આટલી

Next Article