AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mexico Accident Breaking: મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોના મોત

મેક્સિકોના ઓક્સાકામાં શુક્રવારે એક ભયાનક અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં 3 બાળકો સહિત 18 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં બાળકો ઉપરાંત 13 પુરૂષ અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Mexico Accident Breaking: મેક્સિકોમાં ભયાનક માર્ગ અકસ્માત, બસ પલટી જતાં 3 બાળકો સહિત 18 લોકોના મોત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2023 | 6:51 AM
Share

Mexico Accident: મેક્સિકોના ઓક્સાકામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 18 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: Chinese Submarine Accident: યલો સમુદ્રમાં ચીનની પરમાણુ સબમરીનમાં અકસ્માત, 55 ચાઈનીઝ નેવી સાથે સંકળાયેલા સૈનિકોના મોત!

મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આમાં મોટા ભાગના લોકો વેનેઝુએલા અને હૈતીના રહેવાસી છે. મૃતકોમાં બાળકો ઉપરાંત 13 પુરૂષ અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઓક્સાકા પોલીસે જણાવ્યું કે બસમાં 55 લોકો બેઠા હતા. તેમાંથી મોટાભાગના વેનેઝુએલાના હતા. આ ભયાનક અકસ્માત ઓક્સાકા અને પાડોશી રાજ્ય પુએબ્લાને જોડતા નેશનલ ધોરીમાર્ગ પર બન્યો હતો. મુસાફરો અમેરિકન-મેક્સિકન સરહદ સુધી પહોંચવા માટે સમગ્ર મેક્સિકોમાં બસ દ્વારા મુસાફરી કરે છે.

ગયા અઠવાડિયે પણ અકસ્માત થયો હતો, જેમાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા

તમને જણાવી દઈએ કે મેક્સિકોમાં દરરોજ આવી ઘટનાઓ બનતી રહે છે. ગયા રવિવારે પણ એક ટ્રકને અકસ્માત નડ્યો હતો. તે ક્યુબન સ્થળાંતર કરનારાઓને દક્ષિણના રાજ્ય ચિયાપાસમાં લઈ જઈ રહ્યો હતો. તે ચિયાપાસમાં અચાનક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 10 ક્યુબન ઇમિગ્રન્ટ્સ મૃત્યુ પામ્યા હતા, જ્યારે 25 ઘાયલ થયા હતા.

આ પહેલા જુલાઈમાં પણ 27 લોકોના મોત થયા હતા

અગાઉ જુલાઈમાં પણ આવો જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. મેક્સિકોના દક્ષિણ પ્રાંત ઓક્સાકામાં મુસાફરોથી ભરેલી બસ ખાડીમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા છે. જ્યારે 17 લોકો ઘાયલ થયા છે.

મહત્વનું છે કે આ અકસ્માતમાં મોટા ભાગના લોકો વિદેશી કે પ્રવાસી હતા, જે અમેરિકાની બોર્ડર પહોચવા માટે મેક્સિકોનો રસ્તો પસંદ કરે છે સમગ્ર મેક્સિકોમાં મોટા ભાગના રસ્તાઓ પહાડ પર બનાવવામાં આવ્યા છે, જેના કારણે બસ પલટવાની ઘટના પણ ઘણી બને છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">