Hong Kong: હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 300થી વધુ લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ

|

Dec 15, 2021 | 2:52 PM

Fire in Hong Kong: હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં (World Trade Centre) ભીષણ આગ લાગી છે. જેના કારણે અહીં 300થી વધુ લોકો ફસાયા છે.

Hong Kong: હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 300થી વધુ લોકો ફસાયા, બચાવ કામગીરી ચાલુ
Fire in Hong Kong

Follow us on

Fire in Hong Kong: હોંગકોંગના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં (World Trade Centre) ભીષણ આગ લાગી છે. જેના કારણે અહીં 300થી વધુ લોકો ફસાયા છે. આગના સમાચાર બુધવારે લગભગ 12 વાગ્યાની આસપાસ પ્રકાશમાં આવ્યા હતા.

પોલીસે જણાવ્યું હતું કે, 60 વર્ષની એક મહિલા બેભાન થઈને જમીન પર ઢળી પડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. આગને કારણે 38 માળની ઈમારતમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો. તેના કારણે અન્ય ત્રણ લોકોની તબિયત પણ લથડી હતી. આ બિલ્ડીંગમાં ઓફિસ, મોલ, દુકાનો અને રેસ્ટોરાં છે.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ હજુ પણ ઘણા લોકો ઈમારતમાં ફસાયેલા છે. અગ્નિશામકો આ લોકોને બહાર કાઢવા માટે સીડીનો ઉપયોગ કરી રહ્યા છે. લોકો બિલ્ડીંગના નીચેના માળેથી બહાર નીકળતા જોવા મળ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આગને લેવલ થ્રીની ઘટના તરીકે વર્ણવવામાં આવી છે. શહેરમાં આગની તીવ્રતાને એકથી પાંચના સ્કેલ પર વર્ગીકૃત કરવામાં આવી છે, જેમાં બાદમાં સૌથી ગંભીર છે. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેઓને આગની ઘટના સાથે સંબંધિત ઘણા ફોન આવ્યા હતા, જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે ગાઢ ધુમાડાએ બિલ્ડિંગની પાછળની સીડીઓને ઘેરી લીધી છે.

રેસ્ટોરન્ટમાં ફસાયા લોકો

તેમણે કહ્યું કે, પ્રારંભિક માહિતી સૂચવે છે કે લગભગ 100 લોકોને બિલ્ડિંગના પાંચમા માળના ઓપન-એર એરિયા વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, શોપિંગ સેન્ટરની રેસ્ટોરન્ટમાં હજુ પણ ડઝનબંધ લોકો ફસાયેલા છે. તે જ સમયે, એક સરકારી પ્રવક્તાએ કહ્યું કે, અગ્નિશામકો પાણીના બે જેટ વડે આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. પ્રવક્તાએ કહ્યું કે, શ્વાસ લેવાના સાધનોથી સજ્જ બે ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.

આગ પહેલા માળેથી ફેલાઈ

આગ બિલ્ડિંગના પહેલા માળેથી લાગી હોવાનું માનવામાં આવે છે, જ્યાં રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં વૃદ્ધો સહિત એક ડઝનથી વધુ લોકો બિલ્ડિંગના પાંચમા માળે છતની ડેકમાં ફસાયેલા જોવા મળે છે. રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

 

આ પણ વાંચો: SBI CBO Recruitment 2021: સરકારી બેંકમાં 1226 જગ્યાઓ માટે કરાશે ભરતી, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: UPSC DCIO Result 2021: ડેપ્યુટી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસરની ભરતી પરીક્ષાનું પરિણામ જાહેર, સીધા લિંક પરથી તપાસી શકો

Next Article