AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 વર્ષ પછી ઐતિહાસિક પળ! CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ઉમટી પડશે ‘જનમેદની’, 1800 થી વધુ ગુજરાતીઓ બનશે સાક્ષી

ન્યૂ જર્સીના કાર્ટરેટમાં ગુજરાતી સમુદાય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી 30 વર્ષ બાદ યુએસની મુલાકાતે આવી રહ્યા છે. આયોજકોએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં 1800 થી 2000 લોકો જોડાશે. ઉમિયાધામ, આઈબીએ, એફઆઈએ સહિત અનેક સંસ્થાઓએ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે.

30 વર્ષ પછી ઐતિહાસિક પળ! CM ભૂપેન્દ્ર પટેલના સન્માનમાં ઉમટી પડશે 'જનમેદની', 1800 થી વધુ ગુજરાતીઓ બનશે સાક્ષી
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2026 | 5:00 PM
Share

ન્યૂ જર્સીના કાર્ટરેટમાં ગુજરાતી સમુદાય દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. ગુજરાતના મુખ્યમંત્રી 30 વર્ષ બાદ યુએસની મુલાકાતે આવી રહ્યા છે. આયોજકોએ જણાવ્યું કે, આ કાર્યક્રમમાં 1800 થી 2000 લોકો જોડાશે. ઉમિયાધામ, આઈબીએ, એફઆઈએ સહિત અનેક સંસ્થાઓએ આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે.

CM 30 વર્ષના લાંબાગાળા બાદ US ની મુલાકાતે

ન્યૂ જર્સીના કાર્ટરેટમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવશે. કાર્ટરેટ પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત ગર્વી ગુજરાત કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાનો અનેરો ઉત્સાહ જોવા મળશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરાશે, જેઓ 30 વર્ષના લાંબાગાળા બાદ યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે આવનારા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બનશે. આ ઐતિહાસિક મુલાકાતને લઈને ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતીઓમાં ભારે આનંદ અને ઉત્સાહ છવાયેલો છે.

આ કાર્યક્રમના આયોજનમાં અંકુર વૈદ્ય, સૌરીન પરીખ, કુણાલ જોશી, હર્ષદ પટેલ જેવા અનેક મહાનુભાવો મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમની સાથે ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (FIA) ના પ્રમુખ શ્રીકાંત અકપલ્લી પણ જોડાયા છે. શ્રીકાંત અકપલ્લીએ TV9 નેટવર્ક સાથેના તેમના જોડાણ થકી TV9 ગુજરાતીના સહયોગની ભલામણ કરી છે.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્ટરેટના મેયર, એડિસનના મેયર સેમ જોશી અને પારસીપની હિલ્સ તેમજ ટ્રોય હિલ્સના મેયર પુલકિત દેસાઈ સહિત ન્યૂ જર્સીના ગવર્નર તરફથી પણ સંપૂર્ણ સહયોગ અને સમર્થન મળી રહ્યું છે.

ગુજરાતી સમુદાયને વિનંતી

આયોજકોએ જણાવ્યું કે, આ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને તેમાં અંદાજે 1800 થી 2000 લોકો જોડાશે તેવી અપેક્ષા છે. ઉમિયાધામ, આઈબીએ (IBA), એફઆઈએ (FIA) સહિતની ઘણી સંસ્થાઓએ સાથે મળીને આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ પ્રસંગે હર્ષદ પટેલે ગુજરાતી સમુદાયને વિનંતી કરી કે, સૌ એકજુટ થઈને મુખ્યમંત્રીનું સ્વાગત કરે, જેથી ગુજરાત સુધી એક મજબૂત સંદેશો પહોંચે કે વિદેશમાં પણ ગુજરાતીઓ એકબીજા સાથે જોડાયેલા છે અને પોતાની સંસ્કૃતિ તથા ગૌરવને જીવંત રાખે છે. તેમણે કાર્ટરેટ આવવા અને આ કાર્યક્રમમાં જોડાવા માટે સૌને આમંત્રણ આપ્યું છે. ઉમિયાધામ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર સૌ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર કાર્યક્રમ TV9 પર જોવા મળશે

શ્રીકાંત અકપલ્લી, જેઓ 56 વર્ષ જૂની સંસ્થા FIA ના પ્રમુખ છે અને નોર્થઇસ્ટમાં અનેક ભારતીય સંસ્થાઓનું છત્ર સંગઠન છે, તેમણે ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક અને કનેક્ટિકટમાં વસતા તમામ ભારતીય ડાયસ્પોરાને આ કાર્યક્રમમાં જોડાઈને મુખ્યમંત્રીનું સન્માન કરવા વિનંતી કરી છે. તેમણે ઉમેર્યું કે, આ સમગ્ર કાર્યક્રમ TV9 પર પ્રસારિત થશે, જેનો લાભ ઓનલાઈન પણ લઈ શકાશે.

TV9 ગુજરાતી અને કલ્પકભાઈનો પણ આ કાર્યક્રમને ઝડપી ટેકો આપવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ માત્ર એક સ્વાગત સમારોહ જ નહીં પરંતુ ગુજરાત અને ન્યૂ જર્સી વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવવાની એક ઉત્તમ તક બની રહેશે. ન્યૂ જર્સીમાં ‘જય જય ગરવી ગુજરાત’નો નાદ ગુંજી ઉઠશે.

Gujarat Breaking News : ગુજરાત કોંગ્રેસમાં જૂના ચહેરાઓની થશે છુટ્ટી, Gen Z અને નવા યુવાનોને મળશે મોટી તક, સંગઠને માળખું મોકલાયું દિલ્હી! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">