ભારત અને અમેરિકાને હેરાન-પરેશાન કરનાર ‘હક્કાની નેટવર્ક’ તાલિબાન સાથે મળીને સરકાર બનાવી રહ્યું છે ?
Haqqani Network : જ્યારથી તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે, આતંકવાદીઓ અહીં મુક્તપણે ફરતા જોવા મળે છે. દુનિયા માટે એક આશ્ચર્યજનક બાબત એ પણ છે કે ભયાનક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્કના સભ્યો પણ સરકારમાં મહત્વના હોદ્દા મેળવી શકે છે.
Haqqani Network in Taliban Government: અફઘાનિસ્તાનના (Afghanistan) કબજા બાદ રાજધાની કાબુલમાં (Kabul) તાલિબાન (Taliban) નેતાઓ ભેગા થઈ રહ્યા છે. નવી ઇસ્લામિક સરકાર બનાવવા માટે અહીં ચર્ચાઓ ચાલી રહી છે. તાલિબાન સાથે, ભયાનક આતંકવાદી સંગઠન હક્કાની નેટવર્ક (Haqqani Network) પણ આ સરકાર સાથે જોડાઈ રહ્યું છે, જે તેના કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.
આ સંગઠને ઘણા જીવલેણ હુમલા કર્યા છે. જેમાં નાગરિકો, સરકારી અધિકારીઓ અને વિદેશી સૈનિકો મૃત્યુ પામ્યા છે. આ હોવા છતાં, હક્કાની નેટવર્ક તાલિબાન સરકારમાં ખૂબ જ શક્તિશાળી ખેલાડી સાબિત થઈ રહ્યું છે.
અત્યાર સુધી છુપાયેલું હક્કાની નેટવર્ક હવે કેમેરાની સામે આવી ગયું છે. તેની રચના 1980 ના દાયકામાં જલાલુદ્દીન હક્કાની દ્વારા કરવામાં આવી હતી. એક સમયે અમેરિકાએ સોવિયત અફઘાન યુદ્ધના હીરો જલાલુદ્દીનને પણ સાથે જ હતા. અમેરિકા અને તેના સાથીઓની ખૂબ નજીક હતો. પાકિસ્તાન પણ તેને પૈસા અને હથિયારો આપીને મદદ કરતું હતું. અફઘાનિસ્તાનમાંથી સોવિયેત દળોના ઉપાડ બાદ જલાલુદ્દીન હક્કાનીએ અન્ય આતંકવાદીઓ સાથે સંબંધોગાઢ થવા માંડ્યા હતા. જેમાંથી એક ઓસામા બિન લાદેન હતો.
1996 માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાનમાં તેમની સરકાર બનાવી ત્યારે હક્કાની પણ તેમાં જોડાયા. 2001 માં યુએસએ 9/11 હુમલાનો ભોગ બન્યો અને અફઘાનિસ્તાન પર અલ-કાયદાને નિશાન બનાવીને હુમલા કર્યા. અમેરિકા ઓસામા બિન લાદેનને શોધી રહ્યું હતું, જ્યારે ખબર પડી કે તાલિબાન તેને મદદ કરી રહ્યો છે.
આ સમય દરમિયાન તે પાકિસ્તાનમાં ઇસ્લામાબાદના પ્રવાસે ગયા, પછી ત્યાંથી ગાયબ થઈ ગયા. પાછળથી સમાચાર આવ્યા કે હક્કાની વજીરીસ્તાનમાં છે અને અહીંથી તેણે અમેરિકા સામે યુદ્ધની ઘોષણા કરી. અમેરિકાએ ફરીથી તેની પાસેથી પોતાને દૂર કર્યું, પરંતુ પાકિસ્તાન મદદ કરતું રહ્યું.
જલાલુદ્દીન હક્કાનીનું મોત લાંબી બીમારીને કારણે થયું હતું અને તાલિબાન દ્વારા 2018 માં આની જાહેરાત કરવામાં આવી હતી. પછી તેમના પુત્ર સિરાજુદ્દીનને નેટવર્કના વડા બનાવવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે, સિરાદુદ્દીન અમેરિકાના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની યાદીમાં પણ સામેલ છે અને હવે તેને તાલિબાનનો નંબર 2 નેતા માનવામાં આવે છે.
તેમને 2015 માં તાલિબાનના નાયબ નેતા બનાવવામાં આવ્યા હતા. જ્યારે સિરાજુદ્દીનનો નાનો ભાઈ અનસ હક્કાની તાજેતરમાં અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ અને ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અબ્દુલ્લા-અબ્દુલ્લાને મળ્યો હતો. અનસ હક્કાનીને અફઘાન સરકારે ફાંસીની સજા ફટકારી હતી અને તે જેલમાં પણ રહ્યો છે.
કેમ ખતરનાક છે હક્કાની નેટવર્ક ?
છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં થયેલા ઘાતક હુમલા માટે હક્કાની નેટવર્ક જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અમેરિકા દ્વારા તેને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવ્યું છે અને સંયુક્ત રાષ્ટ્રએ તેના પર પ્રતિબંધો લાદ્યા છે. એવું કહેવાય છે કે તે હક્કાની નેટવર્ક હતું જેણે અફઘાનિસ્તાનમાં આત્મઘાતી હુમલા કરવાનું શરૂ કર્યું છે. ઓક્ટોબર 2013 માં અફઘાન સેનાએ તેની એક ટ્રક જપ્ત કરી હતી, જેમાં 28 ટન વિસ્ફોટકો મળી આવ્યા હતા.
ભારતને ક્યારે-ક્યારે બનાવ્યું નિશાન ? હક્કાની નેટવર્ક અફઘાનિસ્તાનમાં ભારતને અનેક વખત નિશાન બનાવી ચૂક્યું છે. આ પહેલા 7 જુલાઈ 2008 ના રોજ કાબુલમાં ભારતીય દૂતાવાસ પર હુમલો થયો હતો. આ સ્થળ ગૃહ મંત્રાલયની નજીક હતું અને તેથી તેને સુરક્ષિત માનવામાં આવતું હતું. પરંતુ આતંકવાદીઓ સુરક્ષામાં ઘૂસી ગયા અને કાર દ્વારા વિસ્ફોટ કર્યો. જેમાં છ ભારતીયો સહિત 58 લોકોના મોત થયા હતા. જ્યારે 100 થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ પછી, વર્ષ 2009 માં જ કાબુલમાં દૂતાવાસમાં બીજો હુમલો થયો. આ વખતે આત્મઘાતી હુમલામાં 17 લોકોના મોત થયા અને 83 લોકો ઘાયલ થયા. એવું કહેવામાં આવ્યું હતું કે આ હુમલા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ના આદેશ પર કરવામાં આવ્યા હતા. આ સાથે, હક્કાની નેટવર્કએ અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા ભારતના અન્ય ઘણા પ્રોજેક્ટ્સને પણ નિશાન બનાવ્યા છે.
આ પણ વાંચો : Amarnath yatra 2021: અમરનાથ યાત્રા પુરી થઈ, રક્ષાબંધન પર્વ પર બાબા બર્ફાનીની ગુફામાં પહોચી છડી મુબારક
આ પણ વાંચો :અફઘાની મહિલા અને સાંસદે ભારત પરત ફરતા ભીની આંખે વર્ણવી આપવીતી, મદદ માટે ભારતીય ભાઈ-બહેનોનો આભાર