પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે કેન્દ્ર એટલે કે નેશનલ એસેમ્બલી, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સરકાર બનાવવા માટે સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલ સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી છે. પીટીઆઈ અગાઉ મજલિસ વહદત-એ-મુસ્લિમીન સાથે ગઠબંધનમાં હોવાના અહેવાલ સામે આવ્યા હતા. મજલિસ વહદત-એ-મુસ્લિમીન એક શિયા જૂથ છે. પરંતુ આ બન્નેની વાતચીત સફળ રહી ન હતી.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના નેતા બેરિસ્ટર ગોહર અલી ખાને સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ સાથે ગઠબંધનની માહિતી આપતા કહ્યું કે, અમારી પાર્ટી સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ સાથે ‘ઔપચારિક સમજૂતી’ પર પહોંચી ગઈ છે. ગોહર અલીએ કહ્યું કે નેશનલ એસેમ્બલી, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા એસેમ્બલીના અમારા ઉમેદવારો સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલમાં જોડાશે.
ગઠબંધન વિશે માહિતી આપતા ગોહર અલી ખાને કહ્યું, ‘તમે જાણો છો કે નેશનલ એસેમ્બલીમાં 70 અનામત સીટો છે અને સમગ્ર દેશમાં 227 અનામત સીટો છે. આ બેઠકો રાજકીય પક્ષોને આપવામાં આવે છે, અનામત બેઠકો માટે અમે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ સાથે ઔપચારિક કરાર કર્યો છે જે અંતર્ગત અમારા તમામ ઉમેદવારો સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ પક્ષમાં જોડાયા છે અને અમે તેના દસ્તાવેજો પાકિસ્તાનના ચૂંટણી પંચને સુપરત કરીશું.
میں نے خود کہا ہے کہ سنی اتحاد کونسل سے بہترین کوئی آپشن نہیں ہے, ہم سب ایک ہیں ۔
عوام کے حقوق پر ڈاکہ ڈالا گیا ۔چوری کا مینڈیٹ لے کر یہ فخر محسوس کررہے ہیں ۔عوام سے ان کا آئینی حق چھینا گیا ۔ علامہ ناصر عباس کی بیرسٹر گوہر ۔عمر ایوب اور صاحبزادہ حامد رضا کے ہمراہ دبنگ پریس… pic.twitter.com/8jgGK03Xvt
— PTI (@PTIofficial) February 19, 2024
આ સિવાય અયુબ ખાને કહ્યું કે, પીટીઆઈ દેશમાં ઝડપથી સરકાર રચાય તેવી કાર્યવાહી ઈચ્છે છે, તેથી અમે સુન્ની ઈત્તેહાદ કાઉન્સિલ સાથે હાથ મિલાવ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર બનાવ્યા બાદ પાર્ટીની પ્રાથમિકતા ઈમરાન ખાન અને તેમની પત્નીને જેલમાંથી મુક્ત કરાવવાની રહેશે.
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે વિપક્ષી પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ એ સરકાર બનાવવા માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફે પહેલા પંજાબ અને ફેડરલ સ્તરે મજલિસ વહદત-એ-મુસ્લિમીન સાથે આવવાની વાત કરી હતી. જો કે, પાર્ટીના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના ખૈબર પખ્તુનખ્વા નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો જેના કારણે જલિસ વહદત-એ-મુસ્લિમીન સાથેની વાતચીત નિષ્ફળ જવા પામી હતી. તમને જણાવી દઈએ કે પીટીઆઈએ રેકોર્ડ પર આ માહિતી આપી નથી.
પાકિસ્તાનના અગ્રણી સમાચાર પત્ર, ડૉન સમાચાર અનુસાર, પીટીઆઈ નેતાઓએ કહ્યું કે મજલિસ વહદત-એ-મુસ્લિમીન એ ચૂંટણી પહેલા અનામત ઉમેદવારોની યાદી પાકિસ્તાનના ચૂંટણી પંચને સુપરત કરી ન હતી. આ કારણે મર્જરમાં સમસ્યા ઊભી થઈ શકે છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચની કોઈપણ કાર્યવાહીથી બચવા માટે તેમણે સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ સાથે હાથ મિલાવ્યા છે.
સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ એ ઇસ્લામિક રાજકીય અને પ્રાદેશિક પક્ષોનું જોડાણ છે. તેની રચના સાહિબજાદા હમીદ રઝા દ્વારા 2009માં કરવામાં આવી હતી. પાકિસ્તાનના અગ્રણી સમાચાર પત્ર ડૉનના અહેવાલ અનુસાર, તે પાકિસ્તાનના પરંપરાગત બરેલવી મુસ્લિમ આંદોલન સાથે સંકળાયેલા નેતાઓ દ્વારા ચલાવવામાં આવે છે અને તેની સાથે જોડાયેલા નેતાઓ અને મૌલવીઓને એક કરે છે. પાકિસ્તાનમાં આવા મૌલવીઓને ધાર્મિક ઉદારવાદી તરીકે ઓળખવામાં આવે છે.
કેટલાક અહેવાલો અનુસાર, સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલને શરૂઆતમાં યુએસ પાસેથી ભંડોળ મળ્યું હતું. સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલ પહેલેથી જ તાલિબાન વિરુદ્ધ રહી છે અને આ સંગઠને તાલિબાન બંદૂકધારીઓ વિરુદ્ધ ફતવા પણ બહાર પાડ્યા છે. આ સિવાય સંગઠને નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈની હત્યાના પ્રયાસ બાદ તાલિબાનોનો પણ વિરોધ કર્યો હતો.